in

જાણો છો તમારા નામનો અને સાથીનો પહેલો અક્ષર તમારા જીવનનું રહસ્ય જણાવે છે ?

દોસ્તો તમારા નામનો પહેલો અક્ષર હોય છે એ તમારા સ્વભાવને દર્શાવે છે. જાણો છો કઈ રીતે

દોસ્તો એમ તો આપણે આપણા રોજબરોજના જીવનમાં ઘણા બધા વ્યક્તિઓ સાથે મુલાકાત કરતા હોઈએ છીએ. એ વ્યક્તિની સાથે આપણે જયારે વાત કરીયે તો એના સ્વભાવનો થોડો અંદાજો આપણને આવી જતો હોય છે. પણ એ વ્યક્તિ ખરેખર કેવો છે, એના મનમાં શું ચાલે છે એનું અનુમાન આપણને નથી આવી શકતું. પણ જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી બધી વિદ્યાઓ છે કે જેનાથી તમે એ વ્યક્તિ વિશે માહિતી મેળવી શકો છો. જો તમારે તમારા નામનો અથવા તો કોઈ અન્ય વ્યક્તિના નામનો પહેલા અક્ષર પરથી તમારા સ્વભાવ વિશે માહિતી મેળવવી છે તો એમના માટે આ લેખ એકદમ ખાસ છે.

Advertisements

A એટલે કે અ થી નામ શરૂ થતું હોય તો એ વ્યક્તિઓમાં અખૂટ સાહસ ભરેલો હોય છે. એ પોતાના કામને લઈને પ્રતિબંધ રહે છે અને એવા લોકોને જીવન દિલ ખોલીને મુક્તપણે જીવન જીવવું ગમે છે

B અક્ષરથી નામ શરૂ થતું હોય એ વ્યક્તિઓ ખુબ જ લાગણીશીલ હોય છે અને એવા લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોઈ શકે છે.

Advertisements

C અક્ષરથી નામ શરૂ થતું હોય તો એ વ્યક્તિ ખુબ જ રમુજી હોય છે ,પણ એ લોકો ઝડપથી આવેગમાં આવી જતા હોય છે.

D અક્ષરથી જે લોકોનું નામ શરૂ થતું હોય છે એ ત લોકોના જીવનમાં સંતુલીતતા જળવાઈ રહે છે. એવા લોકોની ઇચ્છાશક્તિ ઘણી જ મજબૂત હોય છે. સાથે જ એ લોકો ખૂબ જ જીદ્દી સ્વભાવના પણ હોય છે. વેપાર કરવામાં આ લોકો સફળ સાબિત થાય છે અને કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમાં સમાધાન કરતા નથી.

Advertisements

E અક્ષરથી જે લોકોનું નામ શરૂ થતું હોય છે તો એવા લોકો ખૂબ જ રમૂજી સ્વભાવના હોય છે. એ લોકો ખુબ જ ફલર્ટ કરતા હોય છે. એવા લોકોની કલ્પના શક્તિ ઘણી જ મજબૂત હોય છે.

F અક્ષરથી નામ શરૂ થાય છે એ લોકો નકારાત્મક વિચારો રાખે છે પણ જો એ કોઈને પ્રેમ કરે છે તો એના માટે કંઈ પણ કરી શકે છે. એવા લોકો ઈમાનદાર અને સમર્પિત તો હોય જ છે પણ એ લોકો ક્યારેક પોતાને એકલા અનુભવ કરતા હોય છે.

Advertisements

G અક્ષરથી જે લોકોનું નામ શરૂ થતું હોય તો એવા લોકો ખુબ જ ધાર્મિક સ્વભાવ ધરાવે છે અને પોતાની જિંદગીને પોતાની મરજી પ્રમાણે જીવવાની અભિલાષા રાખતા હોય છે. એ લોકો પોતાના જીવનમાં કોઈની દખલઅંદાજી સહન કરતા નથી. એ લોકો થોડા શકી સ્વભાવના પણ હોય છે.

H અક્ષરથી નામ શરૂ થતું હોય એ વ્યક્તિઓ તો પોતાનામાં જ રહેવામાં માને છે અને સફળતા મેળવવા માટે પોતાને સમર્પિત પણ કરી દે છે.

I થી નામ શરૂ થતું હોય તો એ લોકો પોતાનાથી બધા લોકોને પ્રેરિત કરવામાં ખૂબ જ સારા હોય છે. તેઓ પોતાના જીવનને આદર્શ બનાવવા ઇચ્છતા હોય છે. આ લોકો કળા અને વિજ્ઞાનમાં ઘણાજ આગળ હોય છે પણ એ લોકો ખુબ જ ઝડપથી ભય અને ચિંતામાં પણ પડી જતા હોય છે.

Advertisements

J થી જેમનુ નામ શરૂ થતું હોય તો એવા લોકોના જીવનમાં કોઈ ધ્યેય હોતા નથી. એવા લોકો માત્ર જીવવા ખાતર જીવે છે. એમનો સ્વભાવ થોડો આળસી પ્રકારનો હોય છે.

જેમનું નામ K અક્ષરથી શરૂ થતું હોય એ લોકો ખુબ જ લાગણીશીલ, સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે. એવા લોકો દયાળુ પણ હોય છે.

Advertisements

L થી જેમનું નામ શરૂ થતું હોય એ લોકો પોતાના જીવનમાં ઘણા બધા ક્ષેત્રોમાં સફળતા મેળવે છે કારણ કે એ ખુબ જ સારા પ્રબંધક અને સમર્પિત સ્વભાવના હોય છે.

જેમનું નામ M અક્ષરથી શરૂ થતું હોય છે એવા લોકો કંઈપણ વિચાર કર્યા વગર કોઈ પણ પરિણામ સુધી પહોંચવામાં કુશળ હોય છે. એ પોતાના જીવનને પ્લાન નથી કરતા પણ પરિસ્થિતિઓને સહન કરીને આગળ વધે છે. એવા લોકોનો ગુસ્સો ઘણો જ તેજ હોય છે.

N અક્ષરથી નામ શરૂ થતું હોય એવા લોકો ખુબ જ સારા વક્તા અને લેખક બની શકે છે. એવા લોકોમાં જલન થવાની ભાવના પણ વધારે ખુબ હોય છે.

Advertisements

જેમનું નામ O થી શરૂ થતું હોય છે એ લોકો પ્રતિબદ્ધતા અંને સમર્પણ દાખવતા હોય છે. એવા લોકો ખૂબ જ જવાબદાર પણ હોય છે.

જેમનું નામ P અક્ષરથી શરૂ થતું હોય એવા લોકો શક્તિનું પ્રતિક હોય છે પણ એ લોકોને બીજાની પરેશાનીઓથી કોઈ ફરક જ નથી પડતો.

Q અક્ષરથી નામ શરૂ થતું હોય એવા લોકો વાસ્તવિકતાને દર્શાવે છે અને તેવા લોકોમાં લીડર બનવાનું સામર્થ્ય રહેલું હોય છે.

જેમનું નામ R થી શરૂ થતું હોય એ લોકો માટે એવું કહેવામાં આવે છે કે R સંભાવનાનું પ્રતિક છે. એવા લોકો ખુબ જ મહેનતી અને લાગણીશીલ હોય છે.

S અક્ષરથી નામ શરૂ થતું હોય એ વ્યક્તિ પોતાનું કામ પૂર્ણ કરવા માટે બધા જ શક્ય પ્રયત્નો કરે છે. એવા લોકો પોતાના ભૂતકાળ પરથી કોઈ શીખ નથી લેતા અને ભવિષ્યમાં પણ એવી જ ભૂલો કરી શકે છે.

જેમનું નામ T થી શરૂ ચાલુ હોય તો એવા લોકો માટે કહીએ તો T એ પ્રગતિનું પ્રતિક છે. આ લોકો લાગણી અને સંવેદનાઓથી ઘેરાયેલા હોય છે. આ લોકોને આત્મસંયમ વિદ્યા શીખવાની ઘણી જ જરૂર રહેલી હોય છે.

જેમનું નામ U થી શરૂ થતું હોય એ વ્યક્તિઓ નસીબદાર સાબિત થાય છે. આ લોકો દૂરવ્યવહાર અને કોઈની બેઈમાનીને ભૂલી શકતા નથી.

જેમનું નામ V થી શરૂ થતું હોય છે એવા લોકો ખુબ જ સ્વાભિમાની અને વિશ્વસનીય સાબિત થાય છે. આ લોકો ઘણા વ્યવહારિક હોય છે.

જેમનું નામ W થી શરૂ થતું હોય છે તો એવા લોકોને જીંદગીમાં જોખમ લેવાની ઘણી મજા આવતી હોય છે. એ પોતાના અને બીજા માટે સમસ્યાનું કારણ બનતા હોય છે.

X અક્ષરથી બહુ ઓછા લોકોનું નામ હોય છે પણ આ અક્ષરથી નામ શરૂ થતું હોય એવા વ્યક્તિઓ ક્યારેય પોતે કરેલા વચનોનું પાલન કરતા નથી અને તેઓ બીજાની સાથે વિશ્વાસઘાત કરવામાં ખુબ જ માહિર હોય છે.

Y થી નામ શરૂ થતું હોય એવા લોકો પોતાના જીવનમાં કોઈ પણ નિર્ણય ઝડપથી લઇ શકતા નથી. એ લોકોની નિર્ણય લેવાની ક્ષમતા બહુ જ ઓછી હોય છે.

Z થી નામ શરૂ થતું હોય એવા લોકો ખુબ જ આશાવાદી, વ્યવહારુ અને જમીન સાથે જોડાયેલા હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

આ અભિનેત્રી માટે ધર્મેન્દ્ર એ આપ્યું હતું બલિદાન, વાસ છુપાવવા માટે કરતા હતા ડુંગળી નો ઉપયોગ

નાભી પર અત્તર લગાવવાથી મળે છે જોરદાર ચમત્કાર, કઈ રીતે જાણો છો ?