in

સમગ્ર મુંબઈને ગુજરાતી વાનગીઓ પાછળ પાગલ કરનાર ‘ભેલકવીન’ નીલા મહેતાનું થયું અવસાન

મુંબઈઃ મુંબઈના પેડર રોડ વિસ્તારમાં રહેતા 70 વર્ષના રીમા અશ્વનીએ જૂના દિવસોને વાગોળતા કહ્યું કે તેમણે જ્યારે ‘ભેળ ક્વીન’ નીલા મહેતાનું નામ સૌ પ્રથમ વખત સાંભળ્યું તો એમના બે બાળકો ઘણા નાના હતા. તેમને એમના કોઈ પડોશીએ કહ્યું હતું કે એક ગુજરાતી મહિલા શેફ ઘરે જ ઢોકળા, ખાંડી જેવી વસ્તુઓ તૈયાર કરે છે અને ઘરે ઘરે એ બધી વસ્તુઓની ડિલીવરી પણ કરે છે.

From Selling Dhoklas Door-To-Door to Becoming Mumbai’s ‘Bhel Queen’: Remembering Nila Mehta

Advertisements

રીમાએ જણાવ્યું કે એક વાર જ્યારે પાડોશીના ઘરે નીલા મહેતાની વાનગીઓ એમણે ચાખી તો એ એમની વાનગીઓના ચાહક થઈ ગયા. એ પછી તે નિયમિત રૂપે ક્યારેક સગા-વ્હાલાના ડિનર માટે તો ક્યારેક ઘરના નાસ્તા માટે નીલા મહેતા પાસેથી ફૂડ મંગાવવાનું શરુ કર્યું. તે કહે છે કે નીલા મહેતાની ભેળ એટલી સ્વાદિષ્ટ હતી કે તે 15 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાં આવેલા પોતાના વતન પણ એ ભેળ લઈ ગયા હતા. ભેળ હતી ભલે મોંઘી પણ સ્વાદિષ્ટ એટલી હતી કે એ ખાધા વિના તમે ના જ રહી શકો.

મંગળવારના રોજ જયારે પેડર રોડ પર આવેલો તેમનો સ્ટોર ખૂલ્યો નહિ તો રીમા અશ્વની અને એમના ઘણા બધા ગ્રાહકોને મોટો આઘાત લાગ્યો. પછી એવી જાણ થઇ કે મુંબઈના સૌથી ચર્ચાસ્પદ ગૃહઉદ્યોગ કરનાર નીલા મહેતા હવે આ દુનિયામાં હાજર નથી. એમનું બે દિવસ પહેલા જ અવસાન થયુ હતું. આ ગૃહ ઉદ્યોગ કરનાર નીલા 45 વર્ષથી હોમમેડ ઢોકળા, ખાંડવી, ભેળપુરી, સેવપુરી, સમોસા અને ગુજરાતી સ્નેક્સ બિઝનેસ કરી રહ્યા હતા. તેઓને મુંબઈની ‘ભેળ ક્વીન’ તરીકેની પણ ઓળખ મળી હતી.

Advertisements

Nila Mehta

આ વસ્તુઓ માત્ર નીલા બહેન જાતે બનાવતા એટલું જ નહિ પણ એ આઈટમનું માર્કેટિંગ પણ ખુદ જ કરતા. વર્ષ 1974માં એમણે પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ તો એમણે ઢોકળા બનાવ્યા અને ગ્રાહકના ઘરે ઘરે જઈને તેની ડિલીવરી પણ કરી હતી. તમે એમણે બનાવેલા ફૂડ્સની પોપ્યુલારિટીનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે એમના ફેસબુક પેજના ઈનબોક્સમાં માત્ર મુંબઈ જ નહિ, અમદાવાદ, દિલ્હી અને કલકત્તાના ગ્રાહકોના પણ વખાણ કરતા મેસેજ જોવા મળતા હતા.

Nila Mehta

Advertisements

વર્લીના એક રહેવાસી આશા મૂલચંદાનીએ જણાવ્યું કે એમણે 40 વર્ષ પહેલા મહેતાની ફૂડ આઈટમ્સ ચાખી હતી. આશાએ જણાવ્યું કે એક પાડોશીના મારફતે એમને આ આઈટમ્સ વિષે માહિતી મળી હતી. એ પછી તેઓ રેગ્યુલર કસ્ટમરના લિસ્ટમાં શામેલ થઈ ગયા હતા. આશાએ જણાવ્યું કે આજની તારીખે પણ એમના ફ્રીઝમાં મહેતા સ્ટોરની ગ્રીન, યલ્લો અને રેડ ચટણી હાજર રહેલી છે.

Nila Mehta

જાકાર્તામાં રહેતા માલા નાનવાણીએ જણાવ્યું કે તેઓ જ્યારે પણ મુંબઈ જાય તો તેઓ પોતાની સાથે મુંબઈ ભેળ ચોક્કસ લઈ આવતા હતા. તેઓ છેલ્લા બે દાયકાથી મહેતાના રેગ્યુલર ગ્રાહક હતા. મહાલક્ષ્મીના રહેવાસી 48 વર્ષના આશા બહેન એમના વિષે જણાવે છે કે એમને મહેતાની ભેળ તો ગમતી જ પણ સાથે સાથે જ એમને તેની ચટણી ખાસ પસંદ હતી.

Advertisements

જો કે હવે નીલા બહેન તો આ દુનિયામાં રહ્યા નથી પણ એમના સમગ્ર પરિવારે આ બિઝનેસને સંભાળી લેવા માટે અને આગળ વધારવા માટેનો નિર્ણય કર્યો છે. આ શહેરના એમના જે ફૂડ લવર્સ છે એમના માટે તો આ સારી વાત છે પણ નીલા મહેતાના નિધન બાદ એમના હાથની ભેળપુરી અને ચટણીનો સ્વાદ કોઈ ભૂલે એ તો અશક્ય જ છે.

ટિપ્પણી
Advertisements

સાપ્તાહિક રાશિફળઃ 10 થી 16 નવેમ્બર 2019

કરીનાએ કાંઈ એમજ પરણેલા સૈફ સાથે લગ્ન નથી કર્યા, લગ્ન સમયે રાખી હતી એક એવી શરત …