in

જ્યારે પાર્ટીમાં ધોનીએ ગાયું ગીત “જબ કોઈ બાત બિગડ જાયે” તો લોકો થઈ ગયા ફિદા…

ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં જૂના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હમણાં ક્રિકેટથી દૂર જોવા મળી રહ્યો છે. અને તેને લીધે તે હાલ સૌથી વધુ ચર્ચામાં છે. વર્લ્ડકપ પછી ધોની એકપણ ક્રિકેટ મેચ રમ્યો નથી. આટલું જ નહીં, તે રાંચીમાં રમવામાં આવેલ ભારતીય ટીમની ટેસ્ટ મેચ કેટલાક દિવસે જોવા ગયો હતો. ક્રિકેટથી દૂર રહેવાના લીધે ધોનીના સંન્યાસની ચર્ચાઓ ઉઠવા લાગી છે. ત્યારે સોશિયલ મીડિયામાં ધોનીનો એક વધુ વીડિયો વાઈરલ થયો છે.

Advertisements

ધોનીનો આ એક વીડિયો એક ઈન્સ્ટાગ્રામ વ્યકિતએ શેર કર્યો છે. કોઈ પાર્ટીમાં ધોની ગીત ગાતા જોવા મળી રહ્યો છે. ધોની જૂના જમાનાનું ફેમસ સોંગ જબ કોઈ બાત બિગડ… ગાઈ રહ્યો છે.


યુઝરે નીચે કેપ્શન જણાવ્યું છે કે, વોર્નિંગઃ આ વીડિયો તમે તમારા જોખમ પર જુઓ અત્યંત પ્રતિભાશાળી મિસ્ટર માહી. આ વીડિયો પોસ્ટ કર્યા પછી મને મારતાં નહી. પણ આ અવાજ લોકો વચ્ચે શેર કરવી ખુબ જ જરૂરી છે. સાક્ષી તારો વીડિયો પણ થોડાક સમયમાં બહાર આવશે.

ધોનીનો આ અનોખો અંદાજ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ક્રિકેટથી દૂર રહ્યા પછી પણ ધોનીનો આજે પણ એટલો જ જલવો જોવા મળી રહ્યો છે. અને તે હંમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ચાણક્ય નીતિ : મેરેજ પહેલા મહિલાઓની આ 3 વાતો જાણી લો, નહીંતર તમને પડશે ભારે

જો તમારી પાસે પણ બે હજારની નોટ છે તો આ સમાચાર અવશ્ય વાંચજો, બાકી પછી પસ્તશો