મૂવી રિવ્યૂઃ કેવી છે સંજય દત્તની રિયલ લાઈફ સ્ટોરી ‘સંજૂ’

Please log in or register to like posts.
News
  • રેટિંગ: 4/5
  • સ્ટાર કાસ્ટ: રણબીર કપૂર, સોનમ કપૂર, દીયા મિર્ઝા, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, અનુષ્કા શર્મા
  • ડિરેક્ટર: રાજકુમાર હિરાણી
  • ડ્યૂરેશન: 2 કલાક 35 મિનિટ
  • ફિલ્મનો પ્રકાર: બાયોગ્રાફી, ડ્રામા
  • ભાષા: હિન્દી

ફિલ્મના એક સીનમાં સંજય દત્તની ગર્લફ્રેન્ડ રુબીના બાપ કહે છે કે, ‘નોટ બે પ્રકારની હોય છે પહેલી એ કે જેને ધારો તેટલું ખેંચો તો પણ તેનું કંઈ જ થતું નથી અને બીજી એ કે જેને જરા અમથી ખેંચવાથી જ ફાટી જાય છે. સંજય દત્તના અસલ જીવનની હકીકત પણ તેવી જ કંઈક છે. દુનિયા તેને ખોટો ગણતી રહી પણ તે પોતાને સાચો ઠેરવતો રહ્યો. ચોક્કસ દુનિયાની સામે te સાચો છે એ સાબિત કરવા માટે જ તેણે પોતાની લાઇફને દર્શકો સમક્ષ એક ફિલ્મ તરીકે રજૂ કરી. જોકે એ વાત અલગ છે કે દીકરાની આ સિદ્ધીને જોવા માટે તેના પિતા સુનિલ દત્ત આ દુનિયામાં નથી.

ફિલ્મની શરુઆત આ રીતે થાય છે

ફિલ્મની શરુઆતમાં સંજય દત્ત(રણબીર કપૂર) પોતાની જીવનચરિત્ર લખાવતો જોવા મળે છે, પરંતુ રાઇટર તેની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરે છે. આ સમય દરમિયાન તેને સુપ્રીમ કોર્ટ તરફથી જેલની સજા સંભળાવવામાં આવે છે. એ જ રાત્રે સંજય આત્મહત્યાનો પ્રયાસ કરે છે. ત્યારે તેની પત્ની માન્યતા(દીયા મિર્ઝા) તેની મુલાકાત એક મોટી લેખીકા વિની(અનુષ્કા શર્મા) સાથે કરાવે છે. હકીકતમાં સંજય અને માન્યતા ઇચ્છતા હોય છે કે તેમના જીવનના સત્યનો પરિચય તમામ લોકોને થાય. વિનીને સંજય પોતાના જીવનની વાર્તા કહે તે પહેલા સંજયનો એક જૂનો મિત્ર જુબિન(જિમ સરભ) સંજયની વાર્તા કંઇ અલગ રૂપમાં અને સંજયને ખરાબ ગણાવી વિનીને કહે છે.

પિતાએ દરેક મુશ્કેલીમાં સાથ આપ્યો

ત્યારે bad સંજય તેને જુબિન સહિત પોતાના ખાસ મિત્ર કમલેશ (વિકી કૌશલ)ની વાર્તા સંભળાવે છે. સંજય તેને કહે છે કે કઈ રીતે એક મિત્રએ તેને ડ્રગ્સની દુનિયાનો પરિચય કરાવ્યો, અને કઈ રીતે અન્ય મિત્રોએ તેને અંધારી દુનિયામાંથી બહાર કાઢ્યો. કઈ રીતે તેના પિતા સુનીલ દત્તે દરેક મુશ્કેલીઓમં તેનો સાથ આપ્યો, પરંતુ અફસોસ છે કે હું તેમનો આભાર ન માની શક્યો.

સંજયની લાઈફનું સત્ય

જ્યારે મા નરગીસે મર્યા બાદ પણ તેનો સાથ ન છોડ્યો અને મુશ્કેલ સમયમાં સંજયને પ્રેરણા બની તેનો સાથ આપતા રહ્યા હતા. જોકે, સંજય દત્તની જિંદગીની કહાની વિસ્તારમાં જાણવા તમારે ફિલ્મ જોવા થિયેટરમાં જવું પડશે. આ ફિલ્મને દર્શકો દ્વારા જોરદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દર્શકોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ તમને પહેલા સીનથી જ પકડી રાખે છે. આ એક રોમાંચક મુસાફરી જેવી ફિલ્મ છે. જ્યાં એક સીન તમારી આંખોમાં આંસુ લાવી દે છે અને બીજી જ ક્ષણે તમને હસાવી છે. રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજુ બધા જ લોકોનું દિલ જીતી રહી છે. તેથી માની શકાય છે કે આ ફિલ્મ પહેલા દિવસે 30 કરોડ કરતા પણ વધારે કમાણી કરશે. આ ઉપરાંત ક્રિટિક્સ દ્વારા પણ ફિલ્મને 4 સ્ટાર્સ આપવામાં આવ્યા છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.