in

મોઢું સ્વચ્છ ના રાખવાને કારણે પણ થઇ શકે છે હૃદયને લગતી બીમારી

આપણા હૃદયની માંસપેશીઓના અંદરના પડ અને હૃદયના વાલ્વમાં આવતા સોજાને એન્ડોકાર્ડાઈટિસ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે બેક્ટેરિયાથી થતું ઈન્ફેક્શન કોઈ પણ વ્યક્તિને થવાની શક્યતા છે. એમાં પણ હૃદયરોગની સમસ્યાથી પીડાતા લોકોમાં તો એવું જોખમ વધારે રહે છે.

જો કોઈ વ્યક્તિ મોઢાની નિયમિત સફાઈને નજરઅંદાજ કરતું હોય તો એમને હૃદયરોગ એટલે કે દિલની બિમારી થઈ શકે છે. હા, તમને વાંચવામાં ભલે થોડું અજીબ લાગતું હશે પણ મોઢાની કેવિટીમાં પેદા થતા બેક્ટેરિયા તમારા લોહીમાં પ્રવેશ કરી શકે છે અને એના લીધે હૃદયના વાલ્વ કે ધમનીઓમાં ચેપનું કારણ પણ બની શકે છે, અને એ ‘ઈન્ફેક્ટિવ એ્ડોકાર્ડાઈટિસ’ (IE) કહેવાય છે.

Advertisements

આવું જોખમ વધારતા 5 કારણ :-

1. કૃત્રિમ કે પ્રોસ્થેટિક હાર્ટ વાલ્વ હોવો

2. કોઈ કૃત્રિમ મટિરિયલથી હૃદયના વાલ્વનો ઈલાજ કરવો

3. હાર્ટ વાલ્વમાં કોઈ ખરાબી આવવી

Advertisements

4. ભૂતકાળમાં ક્યારેક ઈન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઈટિસ થયું હોય

5. હૃદયમાં જન્મજાત ખામી

શું હોય છે કારણ?

જો આપણા મોઢાની કેવિટીની વાત કરીયે તો એમાં લાખોની સંખ્યામાં બેક્ટેરિયા રહેલા હોય છે. જે પણ લોકો પોતાના મોઢાની સફાઈ વિષે વધુ જાગૃત હોય તો એમના મોઢામાં આ સંખ્યા ઓછી હોય છે, પણ જે લોકો મોઢાની સફાઈ બાબતે આળસુ લોકોમાં આ બેક્ટેરિયા લોહીની ધમનીઓ દ્વારા હૃદય સુધી પહોંચવા માટેનો રસ્તો શોધી લે છે.

Advertisements

જો એક વાર આ બેક્ટેરિયા લોહીમાં પ્રવેશ કરી લે તો એવી સ્થિતિને બેક્ટેરેમિયા (લોહીમાં બેક્ટેરિયાની હાજરી) તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બેક્ટેરિયાને વિકાસ માટે ભરપૂર પોષણ પ્રાપ્ત થાય છે. આ પોષણની શોધ એને હૃદય સુધી લઈ જાય છે.

આમાં સમસ્યા શું થાય છે?

જો બેક્ટેરિયા એક વાર આપણા હૃદય સુધી પહોંચી જાય એટલે એ હૃદયના ચારેય વાલ્વને પણ ખરાબ કરી શકે છે અને વાલ્વ એ આપણાં હૃદયના દ્વારપાલ સમાન હોય છે. વાલ્વ એ વાતનું ધ્યાન રાખે છે કે, હૃદયમાંથી લોહી બધી જ દિશાઓમાં સંચારિત થઈને શરીરના દરેક ખૂણે-ખૂણે સુધી પહોંચી જાય.

આનાથી બચવા માટે શું કરવું જોઈએ ?

એ માટે નિયમિત રીતે તમારા દાંતોની સફાઈ કરવી, ફ્લોસિંગ કરવું અને મોઢું સ્વચ્છ રહે એનું પુરેપુરું ધ્યાન રાખવું. સાથે જ દર 6 મહિને ડેન્ટિસ્ટ પાસે તપાસ કરાવવી પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. એટલે તમારા દાંતની યોગ્ય સારસંભાળ રાખવી ખુબ જ જરૂરી હોય છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

એમ કહેનાર કે ‘હું ચા નથી પીતી’ એમને વાંચવા જેવો ખાસ લેખ

11 નવેંબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ