in ,

પ્રેરક વાર્તા : જો માણસ પોતાને શક્તિશાળી સમજે તો એ કંઈ પણ કરી શકે છે

માણસ એ હંમેશાં પોતાના દિલ ની વાત માનવી જોઈએ, ના કે લોકો ના કહેવા ઉપર પોતાને કમજોર સમજવું જોઈએ.

એક ગામ માં બે ભાઈ રહેતા હતા. મોટા ભાઈ નું નામ રામ હતું અને નાના ભાઈ નું નામ નવીન હતું. નવીન રામ થી ત્રણ વર્ષ નાનો હતો. રામ અને નવીન એકબીજા ને ઘણો પ્રેમ કરતા હતા. એ બંને રોજ સાંજે એકબીજા ની સાથે રમતા અને ફરતા હતા. એક દિવસ રામ અને નવીન ફરતા ફરતા કોઈ ખાલી જગ્યા એ ચાલ્યા ગયા હવે ત્યાં રમતા રમતા રામ એક કૂવા માં પડી ગયો. પોતાના ભાઈ ને કૂવા માં પડેલો જોઇ નવીન ઘણો ડરી ગયો અને એ મદદ માટે બૂમો પાડવા ની શરૂ કરી દીધી. પરંતુ એ જગ્યા ઉપર કોઈ ન હોવાના કારણે કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હતું, જે નવીન ની મદદ કરી શકે. ઘણા સમય સુધી રામ કૂવા માં પડેલો રહ્યો. નવીન ને કંઈ સૂઝી નહતું રહ્યું કે એ કઈ રીતે રામ ને કૂવા થી બહાર કાઢે. ત્યારે નવીન ની નજર કૂવા ની પાસે મૂકેલા એક દોરડા પર પડી. નવીન એ વિચાર્યું કે એ દોરડા ને કૂવા માં નાખી દેશે અને પછી એની મદદ થી રામ ને ઉપર ખેંચી લેશે.

નવીન એ કોઈપણ પ્રકાર ની વાત કર્યા વગર એ દોરડા ને ત્યાં એક ઝાડ સાથે બાંધી દીધો અને કુવા માં દોરડો ફેંકી ને રામ ને કીધું કે હવે આને પકડી લે, હું તમને ઉપર ખેંચી લઈશ. રામે નવીન ની વાત માની અને દોરડા ને પકડી લીધો. રામ નું વજન નવીન થી વધારે હતું, એટલા માટે નવીન ને રામ ને ઉપર ખેંચવા માં ઘણું જોર લગાવવું પડતું હતું. પરંતુ નવીન એ હાર ના માની અને ઘણી વાર સુધી પ્રયત્ન કર્યા પછી રામ ને કૂવા થી કાઢી લીધું અને એનો જીવ બચાવી લીધો.

રામ અને નવીન આ ઘટના પછી પોતાના ઘરે ચાલ્યા ગયા અને ઘરવાળાઓ ને આખા બનાવ ના વિશે બતાવ્યો. પરિવાર વાળાઓ એ જ્યારે સાંભળ્યુ કે રામ ને નવીન એ કૂવા થી બહાર દોરડા ની મદદ થી કાઢ્યું છે, તેમને આ વાત ઉપર વિશ્વાસ ના થયો. ઘરવાળાઓ ને લાગ્યું કે આખરે આવું કઈ રીતે થઈ શકે છે કે રામ થી ત્રણ વર્ષ નાનો નવીન એને ખેંચી લે. ઘરવાળાઓ આની ઉપર હસવા લાગ્યા. પરંતુ રામ અને નવીન ની દાદી ને એમની વાત ઉપર વિશ્વાસ હતો.

દાદી એ ઘરવાળાઓ ને હસી ને કીધું કે નવીને સાચે રામ નો જીવ બચાવ્યો છે. કારણ કે જે સમયે રામ કૂવા માં હતો, એ સમયે નવીન ને કોઈ આ બતાવવા વાળું ન હતું કે તું રામ થી નાનો છે અને નિર્બળ છે. નવીન ને પોતાના ઉપર વિશ્વાસ હતો અને પોતાના વિશ્વાસ ના કારણે એણે રામ નો જીવ બચાવ્યો. તમારા જેવા લોકો ત્યાં હોત અને એવું કહે  કે તું આ નથી કરી શકતો, તો કદાચ નવીન આ વાત ને માની ને પોતાને નિર્બળ સમજી લે અને પોતાના ભાઈ નો જીવ ન બચાવી શકત. દાદી ની વાત સાંભળી બધા ઘરવાળા ચૂપ થઈ ગયા અને પોતાની ભૂલ નો અનુભવ થયો.

બોધ :

રામ અને નવીન ની આ વાર્તા થી આપણ ને બોધ મળે છે કે જો માણસ પોતાને શક્તિશાળી સમજી લે તો કઈ પણ કરી શકે છે. માણસ હંમેશાં પોતાના દિલ ની વાત માનવી જોઈએ ના કે લોકો ના કહેવા ઉપર પોતાને નિર્બળ સમજવું જોઈએ.

ટિપ્પણી

ગજબ ! 28 વર્ષ પછી કોમામાંથી બહાર આવી અને આ મહિલાએ લીધું સૌથી પહેલા દીકરાનું નામ

જાણો સ્કોટલેન્ડ જેવા જ હિલ સ્ટેશન વિષે જે આવેલું છે સુરત નજીક જ