in

વ્યક્તિની ઈચ્છાઓ જેટલી ઓછી હોય , એનું મન એટલું જ શાંત રહે છે

મન શાંત હોય તો જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે. જોકે એવા ઘણા લોકો હોય છે જેમનું મન હંમેશા અશાંત જ રહે છે અને અશાંત મન હોવાને કારણે એને દરેક વસ્તુ પર ગુસ્સો આવે છે. આ સબંધે એક લોક કથા પણ પ્રચલિત છે, જે એક રાજા સાથે જોડાયેલી છે. કથા પ્રમાણે એક રાજા હતા અને એ રાજા પાસે કોઈ પણ વસ્તુની કમી હતી નહિ. જોકે તો પણ એ રાજાનું મન સદા અશાંત જ રહે છે. એક દિવસ રાજાએ પોતાના મંત્રી પાસે સલાહ માંગતા પૂછ્યું કે આખરે એ એવું શું કરે કે એનું મન શાંત થઇ જાય અને એ ખુશી સાથે પોતાનું જીવન પસાર કરી શકે.

Advertisements

મંત્રીએ રાજાને સલાહ આપતા કીધું કે તમે ભગવાનની પૂજા કરો અને એક હવન કરાવી લો. હવન કરાવવાથી તમને શાંતિ મળશે અને ભગવાન પાસેથી આશીર્વાદ મળશે. પોતાના મંત્રીની વાત સાંભળીને રાજાએ પોતાના રાજ્યમાં એક મોટો હવન કરાવ્યો અને એ હવનમાં 101 સંતોને પણ બોલાવ્યા. આ 101 સંતોમાંથી એક સંત ખુબ જ વિદ્વાન હતા.

જયારે રાજાને વિદ્વાન સંત વિષે ખબર પડી તો રાજા તરત જ એ સંત પાસે ગયા અને સંતને ઘણી બધી સોનાની મુદ્રાઓ આપી. મુદ્રાઓ આપતા રાજાએ સંતને કહ્યું કે તમે મને એવો કોઈ ઉપાય જણાવો કે જેનાથી મને શાંતિ મળે. આ હવન કરાવ્યા પછી પણ મારુ મન સંપૂર્ણ રીતે શાંત થયું નથી.

ત્યારે સંતે રાજાને એક સવાલ પૂછ્યો જો હું તને આશીર્વાદ આપું તો તું શું માંગીશ ? રાજાએ તરત જ સંતને કહ્યું મારી પાસે રાખેલું ધન વધારે થઇ જાય , હું મારા પાડોશી રાજ્યો પર પણ કબ્જો મેળવી લઉં, મારો વંશ આખી દુનિયામાં ઓળખાય અને આ રાજ્યનો દરેક વ્યક્તિ મારુ ખુબ જ સમ્માન કરે. રાજાની આ વાત સાંભળીને સંતે કહ્યું રાજા તમારી ઈચ્છાઓનો કોઈ અંત જ નથી, જેના કારણે જ તમારું મન હંમેશા અશાંત રહે છે.

Advertisements

જીવનમાં ફક્ત એ જ વ્યક્તિ શાંતિ મેળવી શકે છે જેમની ઈચ્છાઓ ઓછી હોય અને એમને જે પણ કાંઈ મળે એમાં એ ખુશ રહેવું જાણતા હોય. આજે તમારી પાસે આટલું મોટું રાજ્ય છે , તેમ છતાં અન્ય રાજ્યો પર કબ્જો મેળવવા ઈચ્છો છો. તમારી પાસે આટલું ધન છે તો પણ તમે વધારે પૈસા ઈચ્છો છો,તમારો વંશ હાજી ચાલુ પણ નથી થયો અને એના પ્રસિદ્ધ હોવાના આશીર્વાદ માંગી રહ્યા છો. તમારી ઈચ્છા એટલી બધી છે કે આ ઈચ્છાઓને લીધે જ તમને શાંતિ નથી મળી રહી. જો તમે સુખી અને ખુશ જીવન જીવવા ઈચ્છો છો તો જે તમારી પાસે છે એમાં જ ખુશ રહેતા શીખો અને આશીર્વાદમાં ધનદોલતની જગ્યાએ સુખી જીવન માંગો.

સંતની આ વાત સાંભળીને રાજાને ખબર પડી ગઈ કે જે વ્યક્તિની ઈચ્છાઓ જેટલી ઓછી હોય છે એનું મન એટલું જ શાંત રહે છે. જ્યાં સુધી મનમાં ઘણી બધી ઈચ્છાઓ રહેશે ત્યાં સુધી આપણને શાંતિ નહિ મળે અને મન અશાંત જ રહેશે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

પરણેલી દીપિકાએ વાંઢા સલમાન ખાનને પૂછ્યું, ક્યારે બાળકો પેદા કરવા ? સામેથી મળ્યો અનોખો જવાબ

મોંઘા સાબુ કે ક્રીમથી નહીં , ટામેટા અને મધથી દૂર થશે ગરદનની કાળાશ , આ રીતે કરો પ્રયોગ