in

હંમેશા મોટીવેટ રહેવું હોય તો માત્ર આટલું કરો – નહીંતર જીવન બરબાદ થઇ ગયું હોય એવું લાગશે..

વર્ષના ૩૬૫ દિવસ અને મહિના ૩૦ દિવસ જે ગણો તે..પણ રોજે ખુદ જાતને motivate કઈ રીતે રાખી શકાય. જયારે પણ તમને લો-એનર્જી જેવું લાગે અને દિમાગ કોઈ નિર્ણય કરી ન શકતો હોય ત્યારે તમારે આ આર્ટીકલને વાંચી લેવો. અમે આજના આર્ટીકલ બહુ ઝીણવટથી ખુદની જાતને મોટીવેટ રાખવાની પદ્ધતિઓ જણાવી છે.જેને જાણીને તમે ખુદ તમારી જાતે જ ખુશ રહી શકશો. તો નીચે જણાવેલ એક એક પોઈન્ટને ખાસ નોટ કરીને રાખજો જે તમને ખુબ કામ આવશે.

ઘણા માણસો એવા પણ હોય છે તેની સાથે ગમે તેટલી મોટી ઘટના કે દુર્ભાગ્ય બને છતાં એ એનર્જી ગુમાવતા નથી અને પરિસ્થિતિ સામે લડતા રહે છે. એમ, અમુક માણસો એવા પણ હોય છે જેની સાથે નાની એવી કોઈ વાત બને તો એને તે મોટું રૂપ આપીને બહુ મોટી તકલીફ ગણવા લાગે છે. બસ, આ એક જ તફાવત છે જેને કારણે વ્યક્તિ તેના સ્વભાવથી બદલાઈ જાય છે. એટલે જ તો અમે આજનો આ આર્ટીકલ સ્પેશીયલ તમાર માટે જ તૈયાર કર્યો છે.

નીચેના પેરેગ્રાફમાં બહુ અગત્યના એવા પોઈન્ટની યાદી બતાવી છે જે જાણીને તમે જાતે જ motivate રહી શક્શો :

● નકારત્મક વિચારોને કાઢીને સકારત્મક વિચારને ટ્રાન્સપ્લાન્ટ કરો. કોઈ પણ નેગેટીવ વિચારને વધુ વખત વિચારવામાં આવે તો પરિસ્થિતિ એ જ મુજબની બનવા લાગે છે. કારણ કે આપણો દિમાગ એવા જ નેગેટીવ હોર્મોન્સ બનાવવા લાગે છે તો નેગેટીવ વિચારનો ઢગલો છે તે કાઢી નાખો.

● બહુ અગત્યની વાતમાં એ કે, જયારે પણ કોઈ કાર્ય કે કોઈ વસ્તુ વિશે વિચારવામાં આવે ત્યારે હંમેશા તેના ફાયદા વિશે વિચારવું જોઈએ. જો નેગેટીવ પોઈન્ટને વિચારીને એનું રટણ કરતા રહેશો તો ક્યારેય પ્લસ પોઈન્ટ નહીં જોઈ શકો.

● જયારે પણ એનર્જી લૂસ હોય તેવું લાગે તો તરત જ તમારી નજીક હોય એવી વ્યક્તિ સાથે વાતચીત કરી લો. એ માટે ફોન કે મેસેજનો સહારો લઈને નજીકની વ્યક્તિ સાથે વાત કરવાથી હળવાશ અનુભવાય છે જે તમને ફરીથી રિચાર્જ કરવામાં મદદરૂપ થાય છે.

● જયારે પણ motivate હોય એવી સ્થિતિમાંથી નીકળી કોઈ વાતથી પરેશાન બનીને demotivate બનો ત્યારે તમને ગમતું મ્યુઝીક કે ગીતને સાંભળો. જે તમારા ટ્રેસને ઓછો કરશે. બીજું એવું પણ કરી શકાય કે તમને ગમતી બૂક કે આર્ટીકલ, બ્લોગ વગેરે વાંચીને માઇન્ડને ચેન્જ કરી શકાય છે.

● કંટાળેલા હોય કે માનસિક થાક અનુભવતો હોય તો – મોબાઇલ કે ટેલિવિઝન જેવા ઉપકરણોથી દુર થઇ જાવ અને ખુલ્લા આસમાન નીચે બેસીને વાતાવરણને શાંતિથી એન્જોય કરો. ગાર્ડન કે તમને ગમતી સ્પેસીફીક જગ્યાએ જઈને સમય પસાર કરો જે તમારા demotivate મૂડને સુધારવા માટે હેલ્પ કરશે.

● સારું જીવન જીવવા માટે હાઈ-પ્રોફાઇલ હોવું જરૂરી નથી. તો તમારી પાસે જીવવા માટે જેટલી પણ ઉપલબ્ધી છે તેમાંથી શું નવું થઇ શકે છે? એ વિચાર કરો. બીજાની લાઈફ જોઈને ખુદને પરેશાન કરવાથી demotivate થઇ જાય એ કરતા આપની પાસે જે છે તેને એન્જોય કરતા શીખી જવું જોઈએ.

● કોઈ પણ કાર્ય કરવું હોય અને છેલ્લે સફળતા સુધી પહોંચવું હોય તો દરેક કાર્યની શરૂઆત નાના પાયાથી કરો. આજે જે નાનું છે એ એક દિવસ મહેનત અને ધીરજથી જરૂર મોટું કાર્ય બની જશે.આખિર એક ‘માં’ ના પેટમાંથી જન્મ લેવા માટે પણ ૯ મહિનાનો સમય ગર્ભમાં વિતાવવો પડે છે.

● જીવનમાં બધી જ પ્રકારના ચડાવ ઉતાર આવતા રહે છે તો એના માટે ડરવાની જરૂર નથી. સમય બધા દુઃખ દર્દની દવા છે. સમય જતા બધું ઠીક થઇ જતું હોય છે.

આટલા મુદ્દાઓને યાદ રાખો અને જીવનમાં ક્યારેય demotivate થવું નહીં. એક ને એક પરિસ્થિતિ ક્યારેય જેમ છે તેમ રહેતી નથી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Jo Baka” ને..

#Author : RJ Ravi

ટિપ્પણી

“તારક મહેતા. . .” ના નવા ટપ્પુ ના વિશે રમૂજી વાતો

કાર્તિક પૂર્ણિમા ના દિવસે આ વસ્તુ નું દાન હોય છે અનંત પુણ્યદાયી, જાણો શું કરવું જોઈએ દાન