in

પોતાની માતાની આ 5 વાતો લગભગ દીકરીઓને ગમતી નથી – જાણો કઈ છે એ વાતો ?

જો આપણે વાત કરીયે મા-દિકરી વચ્ચેના સંબંધની તો એમનો સંબંધ એકદમ પ્રેમાળ અને સાવ અનોખો જ હોય છે. એટલે જ માતા એ દિકરીની સૌથી બેસ્ટ સખી-સહેલી-ફ્રેન્ડ કહેવાય છે. કોઈ પણ દિકરી પોતાના દિલમાં રહેલી બધી જ વાત એની માતાને જણાવતી હોય છે , અને આપણે જાણીયે છે કે કોઈ પણ સંબંધ હોય એમાં થોડીઘણી તકરાર તો હોય જ. તો કોઈક કોઈક વાર તો મા-દિકરી વચ્ચે પણ એવી રીતે બોલાચાલી થઈ જાય છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે માતા પોતાની દિકરીને ઠપકો આપે છે અને દિકરી રીસાઈ જાય છે, પરંતુ દરેક બાળકે એક વાત સમજવી જોઈએ કે કોઈ વ્યક્તિ એના પર તો જ ગુસ્સો કરે કે જયારે એ વ્યક્તિ એને પ્રેમ કરતી હોય.

જયારે એક માતા કોઈ બાબતે તમને ઠપકો આપે છે તો ક્યારેય એને દિલ પર ના લેવું જોઈએ. કોઈપણ માતા-પિતા એવા ના હોય કે તે પોતાના બાળકનું ખરાબ ઈચ્છે , તો સામે દરેક બાળકે પણ સમજવું જોઈએ કે માતા-પિતા જે પણ કહેતા હોય એ એમના સારા માટે જ હોય છે. તો આજે આપણે એવી જ કેટલીક વાતો જાણીશું કે જેના લીધે કોઈ માતા ઠપકો આપે તો પણ એ વાતને દિલ પર ના લેવી જોઈએ અને ધીરજ રાખવી જોઈએ.

કામ-કાજના વિષયે :

દરેક માતાની એવી ઈચ્છા હોય છે કે એની દિકરી ઘરના બધા જ કામમાં પરફેક્ટ હોય અને એટલા માટે જ તેણી પોતાની દિકરીને પણ બધા જ કામ શીખવાડે છે અને એની સાથે કામ કરવાની દીકરીને સલાહ આપે છે, પરંતુ થાય છે એવું કે મોટાભાગે દિકરીઓને આ વાત નથી ગમતી અને પછી માં અને દીકરી વચ્ચે દલીલો થવા લાગે છે.

જલ્દી જાગી જવું :

કોઈ પણ માતા-પિતા હોય એમની એવી ઈચ્છા હોય છે કે એમના બાળકો સવારમાં ટાઈમે ઉઠી જાય અને દરેક માતાની એવી આદત જ હોય છે કે સવાર પડે એટલે બાળકોને જગાડવા લાગે છે , પરંતુ તે સમયે બાળકો એકદમ ઊંઘમાં હોય છે તો એવામાં મગજમારી શરૂ થઈ જતી હોય છે. એટલા માટે જ માતા અને દિકરી વચ્ચે સવાર સવારમાં માથાકૂટ પણ થઇ જતી હોય છે.

સરખામણી કરવી :

સામાન્ય રીતે માતા-પિતાની એક એવી આદત હોય છે કે તે પોતાના બાળકોની સરખામણી હંમેશા બીજા બાળકો સાથે કરે છે. જયારે બીજા સાથે સરખામણી થાય એટલે બાળકોને ખુબ જ ગુસ્સો આવી જાય છે અને માતા પણ હંમેશા પોતાની દિકરીની સરખામણી બીજી છોકરીઓ સાથે કરતી હોય છે અને આ વાત દિકરીને જરાય ગમતી નથી એટલે એવી પરિસ્થિતિમાં એમની વચ્ચે દલીલો અને વિવાદ થવા લાગે છે.

મોબાઈલ ફોન :

આજનો જે જમાનો છે એ સોશિયલ મીડિયાનો છે. દરેક વ્યક્તિ ફેસબુક અને વ્હોટ્સએપ પર હંમેશા ઓનલાઈન જ દેખાય છે અને માતાને મોબાઈલ ફોનથી જાણે કે સખત નફરત હોય છે , અને ખાસ તો ત્યારે કે જ્યારે તેણી પોતાના બાળકોને 24 કલાક મોબાઈલમાં ઘુસેલા જોવે છે અને બાળકોની આ આદત જોઈને માતા એમને રોકવાના ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ દિકરીને આ રોક-ટોકથી પણ ગુસ્સો આવતો હોય છે.

લગ્ન વિશેની વાત :

દરેક માતા એવું ઈચ્છે છે કે પોતાની વ્હાલી દિકરીનાં લગ્ન સમયસર થઈ જાય પરંતુ હાલના જમાના પ્રમાણે છોકરીઓ ઇન્ડિપેન્ડેન્ટ થઈ ગઈ છે , અને તે લગ્નની કોઈ જ ઉતાવળ કરતી નથી. તો એ વાતે પણ માતા અને દિકરી વચ્ચે બોલાચાલી થઇ જતી હોય છે અને દિકરીને આ વસ્તુ પસંદ નથી આવતી.

દોસ્તો તમારી દિકરીને હંમેશા ઘણું ઘણું વ્હાલ કરો કારણ કે દિકરીનું સુખ દરેકના નસીબમાં નથી હોતું. કોઈ નસીબદાર વ્યક્તિ હોય એને જ કન્યાદાન જેવું મહાદાન કરવાનો મોકો મળતો હોય છે. એટલે જ કહેવાય છે કે દિકરી એટલે વ્હાલનો દરિયો.

ટિપ્પણી

ખબર છે ” યે રિશ્તા……..” માં થવાની છે આ એક્ટ્રેસની એન્ટ્રી, દેખાશે નાયરાની સાસુના રોલમાં !!!

આ 12 અભિનેત્રીઓ ભણી છે ખુબજ ઓછું , 9 નંબરની અભિનેત્રી વિષે તો જાણો !!!