in ,

દીકરો – વહુ 80 વર્ષના ઘરડાં બા ને મૂકી આવ્યા વૃદ્ધઆશ્રમમાં , પણ પછી બા એ જે કર્યું એ

દોસ્તો આ સમયમાં ક્યારે કોઈ વ્યક્તિની ક્યાં જરૂર પડે એ વાતનું કાંઈ નક્કી હોતું નથી. આજે અમે આ લેખમાં એક એવી વાત કરવાના છે કે જે એક માતા અને દીકરા વચ્ચેની છે. આ વિષે જાણીને તમને પણ ઘણું જ દુઃખ થશે પરંતુ તમને તમારી માતા પ્રત્યે લાગણીઓ વધી જશે. તો ચાલો દોસ્તો આજે આ લેખને છેલ્લે સુધી વાંચો અને બીજા લોકોને પણ આ લેખ આગળ શેર કરજો.

Advertisements

એક 80 વર્ષના બા હતા અને તેઓ ઘરમાં અસ્તવ્યસ્ત રીતે રહેતા હતા. એનો દીકરો અને દીકરાની વહુ બંને નોકરી કરતા હતા અને દીકરાના ત્યાં હજી સુધી પારણું બંધાયું હતું નહીં. માટે દીકરો અને વહુ નોકરીએ જાય એ પછી બા ઘરમાં એકલા જ રહેતા. ઘરમાં કોઈ પણ તેને સમય આપતું નહીં. બા ને કોઈ સમસ્યાઓ અને તકલીફો થતી તો એના પર દીકરો કે વહુ કોઈ ધ્યાન ના આપતા.

એવા સમયે એક દિવસ પત્નીએ આ વિષે પતિને જણાવ્યું કે આજના સમયમાં વૃદ્ધાશ્રમો પણ ઘણા અપડેટ થઇ ગયા છે, તો તમે બા ને ત્યાં મૂકી આવોને. હવે બા આપણા ઘરમાં સારી રીતે એડજસ્ટ નહીં કરી શકે, અને એમ પણ હવે બા ને વૃદ્ધાશ્રમમાં ઘરથી વધુ મજા આવશે. પત્નીની આ વાત સાંભળી તો પતિને પણ એવો વિચાર આવ્યો કે તારી વાત સાચી તો છે અને બીજા દિવસે બા ને વૃદ્ધાશ્રમમાં છોડવા માટે ગયો. બા અને દીકરો બંને વૃદ્ધાશ્રમમાં મેનેજર સાથે વાત કરી રહ્યા હતા. ત્યાં તો દીકરાની પત્નીનો ફોન આવે છે અને દીકરો ખૂણામાં જઈને પત્ની સાથે વાત કરતો હતો.

Advertisements

પત્ની સાથે ફોનમાં વાત કરતા કરતા દીકરાએ જોયું કે બા તો એ મેનેજર સાથે એકદમ હસી હસીને એકદમ સામાન્ય રીતે વાતો કરે છે. એ પછી દીકરાએ ફોન મુક્યો અને બા પાસે ગયો અને કીધું કે બા મેં તમારા માટે ખાસ રૂમ નક્કી કર્યો છે. હવે તમે જાઓ અને એ રૂમ જોઈ લો અને જો તમને એ રૂમ ના ગમતો હોય તો આપણે બદલી નાખીશું. બા એ રૂમ જોવા માટે જાય છે તો એ દીકરો મેનેજરને પૂછે છે કે બા તમારી સાથે હસીને વાતો કરી રહ્યા હતા, તો એ શું મારા વિશે તમને કંઈક કહેતા હતા ?

તો મેનેજર જણાવે છે કે ના એ તમારા વિશે તો કંઈ નહતા કહેતા. એતો મારી એમની સાથે ખુબ જ જૂની ઓળખાણ નીકળી એટલે અમે એના વિષે વાતો કરી રહ્યા હતા. તમારા માતા અને તમારા પિતા બંનેને હું બહુ જ સારી રીતે ઓળખું છું, પરંતુ તમે કોણ છો ? મેનેજરે પૂછ્યું.

Advertisements

તો દીકરાએ જવાબ દીધો કે, “હું એમનો દીકરો છું.” તો ફરી પાછુ મેનેજરે પૂછ્યું, બા ને કેટલા દીકરા છે ? દીકરાએ જવાબ આપ્યો કે, “બા નો હું એકનો એક જ દીકરો છું.” તો મેનેજર જણાવે છે કે, આજથી 25 કે 30 વર્ષ પહેલા તમારા માતા અને પિતા તમને મારા આશ્રમમાંથી જ દત્તક લઇ ગયા હતા. આ સાંભળ્યું તો દીકરાને ખુબ જ દુઃખ થાય છે. પણ બીજી બાજુ તેને તેની પત્નીની વાતો યાદ આવે છે. માટે એ મેનેજરની વાત સાંભળ્યા પછી પણ બા ને વૃદ્ધાશ્રમમાં જ મૂકીને આવે છે.

બા ને વૃદ્ધાશ્રમમાં મુક્યા પછી દીકરો કે વહુ કોઈ દિવસ એને મળવા નથી આવતા કે નથી કોઈ દિવસ એની ખબર અંતર પૂછવા ફોન પણ કરતા. જ્યારે આ બાજુ બિચારા બા સતત ભગવાનને પોતાના દીકરો અને વહુ સાજા નરવા અને સુખી રહે તેવી પ્રાર્થના કરતા રહેતા. પણ બા ને વૃદ્ધાશ્રમમાં છોડ્યાના ત્રણ વર્ષ પછી એ દીકરાની વહનું મૃત્યુ થાય છે અને એ પણ નિ:સંતાન અને એ પછી એક વર્ષ પછી દીકરાને પેરેલિસિસનો આંચકો આવી જાય છે. એટલે હવે દીકરો ચાલી પણ નથી શકતો અને બોલી પણ શકતો નથી ,ફક્ત પથારી વશ થઈને સુતા રહેવા સિવાય એ કાંઈ પણ કરી શકે એવો હતો નહીં. પણ આ વાત વિષે જયારે મેનેજરને ખબર પડે છે અને બા સુધી એ વાત પહોંચી જાય છે.

Advertisements

મેનેજર બા ને આખી વાત સમજાવે છે કે, “બા તમારો દીકરો, જેણે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ દિવસ તમને યાદ નથી કર્યા, એટલે એ એના કર્મોની સજા ભોગવી રહ્યો છે, તેની પત્ની મૃત્યુ પામી અને તે પેરાલીસીસના કારણે અત્યારે હોસ્પીટલમાં પીડા ભોગવી રહ્યો છે, તે તેના જ કરેલા કર્મોની સજા આજે તે ભોગવી રહ્યો છે.” આ સાંભળી બા ને ખુબ જ દુઃખ થયું અને તેણે મેનેજરને કહ્યું, “ગમે તે હોય પણ એ મારો દીકરો છે, તમારાથી મારા દીકરા વિશે આ રીતે આડા અવળું ન બોલાય.” અને બા એમ જણાવે છે કે મારે મારા દીકરાની સેવા કરવા માટે જવું છે અને એટલા માટે રજા જોઈએ છે.

પણ મેનેજર કહે છે કે, તમારા દીકરાની મંજુરી વિના હું તમને રજા ના આપી શકું. એ પછી બા અને મેનેજર બંને હોસ્પિટલમાં દીકરા પાસે મંજુરી લેવા માટે જાય છે. મેનેજર દીકરાને જણાવે છે કે તમારી માતાને તમારી સેવા માટે રજા જોઈએ છે, તો શું હું તેમને રજા આપું ?

આ બધું સાંભળીને દીકરો પેરેલિસિસના કારણે શરીરને પણ હલાવી શકે તેમ ન હતો. પણ એના મોં માંથી લાળ ટપકી ગઈ અને એની આંખમાંથી દડ દડ આંસુ વહેવા માંડ્યા અને ખુબ જ મહેનત પછી રડતા રડતા થોડું મોં હલાવ્યું અને બા ને રજા આપવા માટે હા પાડી. એ પછી જતા જતા મેનેજરે બા ને પૂછ્યું કે, “જે દીકરાએ તમને પાંચ વર્ષમાં એક પણ વાર યાદ ન કર્યા, આજે તમે તેની સેવા માટે રજા લો છો ?”

Advertisements

તો પછી બા એ જે જવાબ આપ્યો એ સાચે જ માતૃત્વ મહાન છે તેનો અનુભવ કરાવે તેવો છે. કોઈ પણ વ્યક્તિના હૃદયના ધબકારને વધારી નાખે તેવો જવાબ આપ્યો. બાએ કાહ્યું, “સાહેબ, છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય.”

આ દુનિયાની કોઈ પણ માતા હશે એનું હૃદય આવું જ હોય છે. દીકરો ગમે એટલું ખરાબ વર્તન કેમ ના કરે પણ એ માતાના હૈયામાં હંમેશને માટે દીકરા પ્રત્યે પ્રેમ જ જોવા મળતો હોય છે. એ માતા તો હંમેશા હૃદયથી સંતાનને આશીર્વાદ આપતી હોય છે. માતાની મમતા અને નિઃસ્વાર્થ પ્રેમ હંમેશા દીકરા સાથે જ હોય છે. એટલે જ એવું કહેવાયું છે કે “ગંગાના નીર તો વધે ઘટે, પણ માતાનો પ્રેમ તો ગમે તેવી પરિસ્થિતિઓમાં એક સરખો જ રહે છે.” જો મિત્રો આ લેખ વાંચીને તમને પણ માતા પ્રત્યે પ્રેમભાવ હોય તો કોમેન્ટમાં જરૂર “માં” અને આ લેખને તમારા સગાવ્હાલા અને મિત્રો સુધી શેર પણ કરજો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

બીયર પીવાથી પુરુષોને મળે છે આ ચમત્કારિક ફાયદા, આ માહિતી છે દરેક પુરુષ માટે લાભદાયી

જો ઘરમાં આ સ્થાને અને દિશામાં રાખશો કાચબાની મૂર્તિ, તો ઘરમાં થશે પૈસાનો વરસાદ