in

રોજ ઉઠતાની સાથે કરશો આ કામ તો લક્ષ્મીજી રહેશે પ્રસન્ન અને બની જશો ધનવાન

રોજ સવારના ઘરનો મુખ્ય દરવાજો ખોલતાવેંત જ સૌથી પહેલા આ કામ કરશો તો રોડપતિમાંથી બની જશે કરોડપતિ..

દોસ્તો આપણા બધાનું ઘર આપણા માટે ખાસ મહત્વ ધરાવતું હોય છે કે જ્યાં આપણને એકદમ સુકુન મળતું હોય છે માટે જ એવું કહેવાય છે કે દુનિયાનો છેડો એ ઘર જ હોય છે. સાથે જ આપણા ઘર પરથી અમુક લોકોને આપણા વિષે અંદાજો લગાવતા પણ તમે જોયા હશે. એવામાં આપણા ઘરનો જે મુખ્ય દરવાજો હોય છે એ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દોસ્તો એવું કહેવામાં આવે છે કે જે ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુ મુજબ હોય તો એ ઘર હંમેશા આપણા માટે શુભ થાય છે. એવા મકાનમાં રહેવાથી આપણને ઘણા લાભો મળે છે ખાસ તો ધન લાભ તેમજ તે ઘરમાં રહેતા સભ્યોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો પણ બહુ જ ઓછો કરવો પડે છે. એ સિવાય વાસ્તુ મુજબ જો ઘર બનાવતા સમયે દરવાજો રાખેલો હોય તો એ ઘરમાં હંમેશા સુખ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે. દોસ્તો એવું કહેવાય છે કે ઘરની સુંદરતાનો અંદાજો ઘરના મુખ્ય દરવાજા પરથી આવી જાય છે.

Advertisements

આપણો એક દોષ છે આપણા ઘરનો મુખ્ય દ્વાર. કેટલીક વાર આ જગ્યાએથી નકારાત્મક ઉર્જા પ્રવેશવાથી આપણો સમય ખરાબ આવે છે. પણ આપણે એને આપણું દૂર્ભાગ્ય સમજીને ભાગ્યને ચમકાવવાના ઉપાયો કરતા હોઈએ છીએ. એમાં તમે ઘણા ઉપાયો કરતા હશો પણ એનાથી કોઈ લાભ મળતો નથી , પણ આજે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તો આ ઉપાય એકવાર ચોક્કસથી કરજો.

દોસ્તો જો તમે પૂરા વિશ્વાસ અને શ્રધ્ધા સાથે આ ઉપાયો કરશો તો કોઈ દિવસ તમારા ઘરમાં અશાંતિ કે દુઃખ નહિ આવે અને તમને લાભ પણ મળશે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે સવાર સવારમાં તમારા ઘરનો મુખ્ય દરવાજો ખોલો તો આ કાર્યો કરશો તો લક્ષ્મીજી તમારા ઘરે આવે છે અને તમે રોડપતિની હાલત હોવા છતાં પણ કરોડપતિ બની જશો.

Advertisements

વાસ્તુશાસ્ત્ર મુજબ આપણા ઘરનો મુખ્ય દ્વાર આપણને ઘણી બધી મુસીબતોથી રક્ષણ આપે છે. ચાલો તો જાણી લઇએ કે મુખ્ય દ્વાર પર એવા કયા કયા ઉપાયો કરવા કે જેનાથી મુસીબત દૂર રહે.

જ્યારે પણ તમારા ઘરમાં નાની મોટી મુસીબતો આવતી હોય તો એનાથી બચવા સૌ પ્રથમ ઉઠતાની સાથે મુખ્ય દરવાજો ખોલો અને થોડું ગંગા જળ અથવા તો હળદર વાળા પાણીનો છંટકાવ કરવો અને ઘરના દરવાજાને પ્રણામ કરો અને આ બધું કર્યા પછી પાછા ફરો અને ઘરની અંદર પ્રવેશ કરો.

Advertisements

દોસ્તો તમારા ઘરના મુખ્ય દ્વાર પર એવી કોઈક તો વસ્તુ લગાવવાની જ હોય જેમ કે સ્વસ્તિક એટલે કે સાથીયો, શુભ લાભ, ગણેશજી અથવા તો કુબેરજી વગેરેમાંથી કોઈ વસ્તુ તમારા ઘરના મુખ્ય દરવાજા પર લગાવીને રાખવું જોઈએ. એ સિવાય ઘરના મુખ્ય દ્વાર પર રોજ કેરીના પાંદડા અથવા તો આસોપાલવના પાંદડાથી તૈયાર કરેલું તોરણ રોજે લગાડવું જોઈએ. એવું કરવાથી નકારાત્મક ઊર્જાઓ ઘરથી દૂર રહે છે અને એમાં દૂર્ભાગ્ય પ્રવેશ કરતુ નથી.

એ સિવાય તમારા ઘરના મુખ્ય દ્વારનો દરવાજોનો જે રંગ હોય છે એ પણ ઘણું બધું કહી જાય છે. જેમ કે તમારા ઘરના દરવાજાનો રંગ ક્યારેય કાળો કલર તેમજ બ્લુ કલર ન હોવો જોઈએ. જો શક્ય હોય તો દરવાજાનો રંગ પીળો અને લાલ પસંદ કરવો એ સિવાય જો એવું શક્ય ના હોય તો દરવાજા પર એવી પેઈન્ટીંગ કરવી અથવા તો લગાવી દેવી લગાવી જોઈએ ,કે જેમાં પીળો અથવા લાલ કલર આવતો હોય.

Advertisements

એ સિવાય વૃક્ષો આપણા જીવનમાં રંગ ભરે છે, પણ અમુક છોડ અને વૃક્ષો આપણને બીમારીઓથી પણ બચાવે છે એટલા માટે ઘરના મુખ્ય દ્વારની આજુબાજુ કોઈ છોડ તો ચોક્કસ હોવા જોઈએ. પછી બીજું કંઈ ન હોય તો ખાલી એક તુલસીનો છોડ તો ચોક્કસ રાખવો જોઈએ જેનાથી બીમારીઓ ઘરથી દૂર રહે છે.

Advertisements

એ સિવાય દોસ્તો જો તમારે મુસીબતથી દૂર રહેવું હોય અને તમારા ઘરના ધનમાં વધારો કરવો હોય તો એના માટે તમારા ઘરના મુખ્ય દરવાજાની અંદર જમણી બાજુ એક કાચના વાસણમાં થોડું પાણી અને તેમાં રોજ થોડા તાજા ફૂલ રાખવાના છે. એક ખાસ વાત કે એ પાણી રાખવાનું નથી એ પાણીને સાંજે ફેંકી દેવાનું છે. આ પાણી ઘરની બહાર ફેંકી દેવાનું છે. જો આ ઉપાય કરવામાં આવે તો ઘરની દરિદ્રતા દૂર થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ચાલો જાણી લઈએ જાપાનીઝ છોકરીઓનું બ્યુટી સિક્રેટ, ઘરે જ તૈયાર કરી લેશો આ ઉપાય તો…

રાનુ મંડલ ના નામ પર ભડક્યા હિમેશ રેશમિયા, બોલ્યા – ” હું એમનો મેનેજર નથી, જે. . .”