in

દિલ્હી એરપોર્ટ પર મોદીના સ્વાગતની કરાઈ તૈયારી, મોદીએ કહ્યું આ પ્રવાસની દેશવાસીઓને થશે ફાયદો

આપણા દેશના પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસથી રવાના થઇ ગયા છે. આની પહેલા પીએમે ટ્વિટર પર અમેરિકાના પ્રવાસ સાથે સંકળાયેલી જાણકારી તેમણે જાહેર કરી. મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ત્યાંના નાગરિકો અને અમેરિકી કોંગ્રેસને સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ એ લખ્યું, “તમારો પ્રેમ અને સત્કાર અસાધારણ હતો. મને સંપુર્ણ વિશ્વાસ છે કે હું આ પ્રવાસ દરમિયાન જેટલા પણ કાર્યક્રમોમાં સામેલ થયો, તેનો લાભ મોટા સ્તર પર ભારને જરૂર મળશે.” મોદીના સ્વાગત માટે તેમની પાર્ટીએ એક રેલીનું આયોજન કર્યું છે. અત્યારે એરપોર્ટ પર સ્વાગતની તૈયારીઓ શરુ જોરશોરથી થઇ ગઇ છે.

પાલમ ટેક્નિકલ એરપોર્ટ બહાર બીજેપી કાર્યકર્તાઓનો જમાવડો

Advertisements

દિલ્હીની પોલીસે પ્રધાનમંત્રીના પાછા આવવા પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. પેરામિલિટરી ફોર્સની 9 કંપની તહેનાત છે. તમામ ભારતની એજન્સી સાથે સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ રહેશે. જ્યાંથી મોદીનો કાફલો પસાર થશે તેની આજુબાજુના મકાનોની છત પર પણ જવાન તહેનાત રહેશે.

Modi said - India will get great benefit of this trip, thanks to Trump for a wonderful reception

પીએમ એ કહ્યું, ”હાઉડી મોદી ઇવેન્ટને હું જીદંગીમાં ક્યારેય ભૂલી નહીં શકું. તમારો સૌનો વ્યવહાર દર્શાવે છે કે અમેરિકી મૂલ્યોનું ભારત સાથે જોડાણ અમારા કૌશલ્ય અને ફૈલાવમાં કેવી રીતે મદદગાર છે. આ પ્રવાસનો લક્ષ્ય ભારત માટે વધુમાં વધુ રોકાણને આકર્ષિત કરવાનો હતો. હ્યૂસ્ટનમાં એનર્જી સેક્ટરના સીઈઓ સાથે મારી ચર્ચા થઇ. ન્યૂયોર્કમાં ઇન્ડસ્ટ્રીના અમેરિકી કેપ્ટન સાથે પણ ચર્ચા થઇ હતી. તે સફળ રહી. દુનિયા ભારતમાં મોજૂદ અનેક તકોનો લાભ લેવા માટે તત્પર છે. ”

Advertisements

Modi said - India will get great benefit of this trip, thanks to Trump for a wonderful reception

”હું હાઉડી ઈવેન્ટમાં જ્યાં પણ ગયો , જેમને પણ મળ્યો, પછી તે દુનિયાના નેતા હોય, ઉદ્યોગપતિ હોય કે કોઇ નાગરિક હોય, તે દરેકમાં ભારતને લઇને એક આશા હતી. ભારતના ગરીબોના કલ્યાણ, સ્વાસ્થ્ય અને સેનેટાઇઝેશનના ક્ષેત્રમાં કરવામાં આવેલ અથાક પ્રયત્નોને લઇને ગહન પ્રશંસાનો ભાવ હતો. મેં કહ્યું કે ભારત દુનિયાને વધુ સમૃદ્ધ , શાંત અને સૌહાદ્રપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરતું રહેશે.

ટિપ્પણી
Advertisements

ગળાની ચરબી ઓછી કરવા અપનાવો આ અસરકારક ટીપ્સ, જાણીને તમને નવાઈ લાગશે

iPhone 11 પાછળ લોકો કરી રહ્યાં છે ગાંડપણ, જીયોમાં ઉભેલા લોકોને શરમાવે તેવા દ્રશ્યો સર્જાયા