in

મોદી તથા શી જિનપિંગના ભવ્ય સ્વાગત માટે 18 જાતના શાકભાજી અને ફળોથી પંચ રથનો ગેટ સજાવ્યો

હમણાં તમિલ નાડુમાં પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહાબલીપુરમ શહેરમાં અનૌપચારિક મુલાકાત થવાની છે. હમણાં શી જિનપિંગ ભારત આવે તે પહેલાં પીએમ ચેન્નાઈ ખાતે પહોંચી ગયા છે. ચીનના રાષ્ટ્રપતિની આ મુલાકાત 48 કલાકની છે. બંને નેતાઓના ભવ્ય સ્વાગત માટે પંચ રથની પાસે મોટો ગેટ સજાવ્યો છે. આ ગેટને ડીઝાઇન કરવા માટે 18 પ્રકારની શાકભાજીઓ અને ફળોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, આ શાકભાજી અને ફળોને તમિલ નાડુના જુદા જુદા વિસ્તારમાંથી મંગાવવામાં આવ્યા છે.

Modi and Jinping , Casual meeting in Panch Rath of Mahabalipuram

Advertisements

ડિપાર્ટમેન્ટ ઓફ હોલ્ટીક્લચરના એડિશનલ ડિરેક્ટર તમિલવેધને કહ્યું કે, આ દરેક શાકભાજીઓ ઓર્ગેનિક છે તેને ડાયરેક્ટ ખેતરમાંથી મંગાવવામાં આવી છે. શોર મંદિર પાસે બનેલા ગેટ પર કેળથી ડેકોરેશન કર્યું છે. આમ છતાં સફેદ અને લાલ રંગના ગુલાબનો પણ ડેકોરેશનમાં ખાસ ઉપયોગ કર્યો છે.

Modi and Jinping , Casual meeting in Panch Rath of Mahabalipuram

મહાબલીપુરમનો લગભગ બે હજાર વર્ષ પહેલા ચીન સાથે ખાસ સંબંધ હતો. પુરાતત્વવિદ રાજાવેલુએ જણાવ્યું છે કે, તમિલનાડુના પૂર્વીય તટ પરથી મળેલા પહેલી અને બીજી સદીના માટીના વાસણો આપણને ચીન સાથેના વેપાર કર્યો હોવાની સાબિતી આપે છે. હાલ મમલ્લાપુરમ અને કાંચીપુરમ જિલ્લાના તટીય ક્ષેત્રો સહિત આ ક્ષેત્રોનો પણ ચીન સાથે સંબંધ હતો.

Advertisements
ટિપ્પણી
Advertisements

જ્યારે બુમરાહ ની પાસે બૂટ ખરીદવા ના પણ ન હતા પૈસા, પેહલા ના દિવસો ને યાદ કરી ને ભાવુક થઈ ગઈ માતા

જામફળ ના પાંદડા થી મેળવી શકાય છે, સુંદર, ઘના અને લાંબા વાળ, અપનાવો આ ઉપાય