in

મિતાલીએ આંતરરષ્ટ્રીય ક્રિકેટમાં સતત 20 વર્ષ રમવાનો એક રેકોર્ડ વડોદરામાં નોધવ્યો

રિલાયન્સ સ્ટેડિયમ પાસે ભારતીય મહિલા ટીમે આફ્રિકાને 8 વિકેટે સાથે હાર આપી હતી. બુધવારે વડોદરામાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન-ડે મેચ રમવા આવેલી ભારતીય મહિલા ટીમની સુકાની મીતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 20 વર્ષ પુરા કરીને એક નવો રેકર્ડ નોંધાવ્યો હતો. આટલા લાંબા અરસા સુધી કિક્રેટ રમનાર મીતાલી પ્રથમ મહિલા ખેલાડી બની છે.

Advertisements

ભારતના સૌથી મહાન ક્રિકેટર સચીન તેન્દુલકર બાદ ભારત તરફથી સૌથી લાંબા સમય સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ક્રિકેટર બની ગઇ છે. મીતાલીએ 26 જૂન 1999માં ભારત તરફથી પ્રથમ વન-ડે મેચ રમી હતી.મીતાલીના નામે 203 વન-ડેમાં 6720 રન છે.મહિલા ક્રિકેટમાં 6 હજાર રન બનાવનાર એક માત્ર મહિલા ક્રિકેટર છે. ટી-ટવેન્ટીમાં બે હજાર રન કરનાર પ્રથમ ભારતીય મહિલા છે. તેણે ટી-ટવેન્ટીમાં 89 મેચમાં 2364 રન નોંધવી ચૂકી છે. સૌથી લાંબા સમય સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનો રેકર્ડ સચીન તેન્દુલકરના નામે છે, સચીન 22 વર્ષ 91 દિવસ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો હતો.

ટિપ્પણી
Advertisements

11 ઓક્ટોબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

અનિલ અંબાણીના પુત્રોને રિલાયન્સ ઇન્ફ્રામાં સમાવેશ કરવામાં આવ્યો, જાણો વધુ માહિતી