in , ,

વાતચીત કરતા થતી આ ભૂલો નેગેટિવ સંદેશો આપે છે.

જયારે પણ આપણે કોઈ મહત્વ ની બિઝનેસ ડીલ કરતા હોઈએ કે સામાજિક પ્રસંગ માં હોઈએ ત્યારે આપણને લોકો જોડે વાત કરવા ની જરૂર હોય છે. જો આ વાતચીત કરતી વખતે આપણે સારી રીતે વાત કરી તો ઠીક નહીંતર જો ભૂલ થઇ ગઈ તો પછી ઘણી વખત સંબંધ બળવા સુધી વાત પહોંચી જાય છે. હું આજે તમને વૈજ્ઞાનિકો અને બોડી લેન્ગવેજ એક્સપર્ટ ના સંશોધન વિષે ના અમુક તારણ આપીશ.

ઇન્સ્ટાગ્રામ માં @harshil_s_mehta પર અને ફેસબુક @harshil.mehta.5030 પર મને ફોલ્લૉ કરજો તથા લેખ કેવો લાગ્યો એ જણાવજો.  હું તમને નવી નવી ટ્રીક આપતો જ રહીશ.

પહેલું તો તમારો અધૂરો આત્મવિશ્વાસ. જો તમારો આત્મવિશ્વાસ નહિ હોય તો નેગેટિવ સંદેશો જશે. તમારે હમેશા વાત કરતી વખતે આત્મવિશ્વાસ થી છલોછલ રહેવા ની જરૂર છે. તમે જે વાત કહી રહ્યા હોવ તે વાત એકદમ વિશ્વાસ થી કહો. તમે જ તમારી વાત માં મક્કમ હોવા જોઈએ તો લોકો તમારી વાત પર ભરોસો કરશે નહીંતર કોઈ વાત પર ભરોસો નહીં જ કરે. એક ટ્રીક આપું છું જે તમે વાત કરતી વખતે અપ્લાય કરી શકો. વાતચીત ની શરુઆત માં ત્રણ વખત ઊંડા શ્વાસ લો અને પોતાને જે કહેવા નું છે તે વિષે મન માં વિચાર કરી લ્યો અને પછી જ વાતચીત ની શરૂઆત કરો.

બીજું છે તમારો આઈ-કોનટેક્ટ. જો તમે કોઈની પણ સામે વાત કરતી વખતે નહિ જુઓ તો તમે ખોટું બોલો છો તેમ લાગશે અને જો તમે વધારે પડતું જોશો તો તમે એને તાકી તાકી ને જુઓ છો તેમ લાગશે. વાતચીત કરતી વખતે હમેશા સામેના ની આંખો માં આંખ પરોવી ને વાત કરવા નો આગ્રહ રાખો. સતત આંખો માં ના જુઓ પણ તેના બદલે આંખો અને નાક વચ્ચે ના કોઈ પણ ભાગ માં જોતા રહો. તો હવે થી તમારે સામે ના ની જોડે એક વ્યવસ્થિત આઈ-કોનટેક્ટ બનાવવો અને વાત ચાલુ કરવી.

ત્રીજી વસ્તુ છે કોઈ ની સ્પેસ માં તમારો પ્રવેશ. કોઈ પણ વ્યક્તિ નું અમુક ક્ષેત્ર હોય છે તેનો અભ્યાસ સામાન્યતઃ પ્રોક્સેમીક્સ કહેવાય છે. દરેક ક્ષેત્ર માં તે પોતાની રીતે વ્યક્તિ ની પ્રવેશ કરવા દે છે. ધારો કે કોઈ વ્યક્તિ ઉભો છે તો તેની સૌથી વધુ નજીક એટલે કે 1 ફૂટ સુધી જવા નો અધિકાર તેના ચાહતા લોકો નો એટલે કે તેની પ્રેમિકા,પત્ની કે પછી સંતાનો અને માતાપિતા નો હોય છે. ત્યારબાદ 3 ફૂટ સુઘી તેના ઓફિસ વાળા સહયોગી, ખાસ મિત્રો કે પછી સંબંધીઓ નો હોય છે. 3 ફૂટ થી 6 ફૂટ સુધી તેના સામાજિક લોકો રહેતા હોય છે અને તેના થી વધારે દૂર જેને માત્ર પહેલી વખત મળવા માં આવતું હોય તે લોકો હોય છે. તેથી હંમેશા સામે ની વ્યક્તિ ના જીવન માં પોતાનું સ્થાન ચકાસો અને તે ક્ષેત્ર માં ઉભા રહો. વણજોઇતા કોઈના ક્ષેત્ર માં પ્રવેશ ન કરો અન્યથા તમે તમારી આબરૂ ખોઈ બેસસો.

સારું તો આ હતી કૈક અગત્યની ટિપ્સ જેનું ધ્યાન રાખી ને તમે ખોટા સંદેશ ને પહોંચતો રોકી શકો છો. લેખ કેવો લાગ્યો તેનો પ્રતિભાવ મને @harshil_s_mehta પર જરૂર જણાવશો.

ટિપ્પણી

આપણને મધર્સ ડે ની જરૂર ખરી?

ગિરનાર વિષે અજબ ગજબ ની વાતો