in

શાહિદ કપૂરથી 14 વર્ષ નાની મીરા રાજપૂતે ખોલ્યું એક રાજ, લગ્નના 4 વર્ષ પછી જણાવ્યું કંઈક આવું

બોલીવુડના ચોકલેટી હીરો શાહિદ કપૂરના હેન્ડસમ દેખાવ અને દમદાર અભિનયની તો ઘણી છોકરીઓ કાયલ છે. જયારે એમણે બોલીવુડમાં એન્ટ્રી મારી તો લાખોની સંખ્યામાં છોકરીઓ એમના પર મરતી હતી. જો કે એ બધી જ છોકરીઓનું દિલ તૂટી ગયું જયારે શાહિદે 2015 માં મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા. આ લગ્નની રસપ્રદ વાત એ હતી કે આ એક એરેન્જ મેરેજ હતા. લોકોએ એ વિશ્વાસ જ નહતો આવતો કે શાહિદ જેવો મોટો ફિલ્મો કલાકાર લવ મેરેજની જગ્યાએ અરેન્જ મેરેજ કરશે. જોકે આ શાહિદ અને મીરા બંને માટે આ લગ્ન ખુબ જ સારા સાબિત થયા. આજે આ બંને પોતાના લગ્નથી ખુબ જ ખુશ છે.એમના લગ્નને 4 વર્ષ થઇ ગયા છે. એમના બે પ્રેમાળ બાળકો પણ છે દીકરો જેન અને દીકરી મિશા. શાહિદ અને મીરા અવારનવાર એકબીજા સાથે પાર્ટીમાં, ઇવેન્ટ અને એવોર્ડ શો માં દેખાતા હોય છે.

Advertisements

શાહિદ અને મીરા બંને જ સોશ્યિલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે.એમની ફેમિલી ફોટો હંમેશા વાયરલ થઇ રહે છે. ટૂંકમાં વાત કરીયે તો શાહિદ અને મીરા વર્તમાન સમયમાં બોલીવુડનું એક પ્રખ્યાત કપલ છે. એમના સંબંધની એક ખાસ વાત એ છે કે બંનેની ઉંમરમાં 14 વર્ષનું અંતર છે. શાહિદ મીરા કરતા 14 વર્ષ મોટો છે. જો કે તેમ છતાં પણ બંને વચ્ચે પ્રેમ અને સમ્માનમાં કોઈ કમી નથી આવી. હાલમાં જ લગ્નના ચાર વર્ષ પછી મીરા રાજપૂતે પોતાના એરેન્જ મેરેજ અને શાહિદની મોટી ઉંમરને લઈને કેટલાક ખુલાસા કર્યા છે.

વોગ મેગેજીનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મીરાએ જણાવ્યું કે એમણે પોતાના એરેન્જ મેરેજને એક પડકાર રૂપે ના લીધા. એમણે જણાવ્યું કે શાહિદનો જીવન પ્રત્યે જે સરળ અભિગમ છે એ એને ઘણો જ ગમી ગયો. એણે મને એડજસ્ટ થવામાં ઘણી મદદ કરી. એ મારાથી મોટા છે, એટલે કે મારા કરતા વધારે દુનિયા દેખી છે. તો જો મને એમના અનુભવો પરથી કંઈક શીખવા મળે તો એ મારી લાઇફનો સોદો છે. મીરાંએ એવું પણ કીધું કે એમને દિલ્લીથી મુંબઈ શિફ્ટ થવામાં પણ કોઈ મુશ્કેલી થઇ નહિ. પણ એને તો સાઉથ મુંબઈ ઘણું જ ગમ્યું. મીરાંએ કહ્યું કે મુંબઈ આવ્યા પછી જ એણે ખુદને સ્ટાઈલિશ બનાવી. સાથે જ ફાટેલી જીન્સની ફેશન પણ મુંબઈ આવીને જ અપનાવી. લગ્ન પહેલા મે કોઈ દિવસ જીવનમાં ફાટેલી જીન્સ પહેરી નહતી.

Advertisements

એક બીજા ઇન્ટરવ્યૂમાં શાહિદે જણાવ્યું હતું કે એ બંનેના એરેન્જ મેરેજ કેવી રીતે થયા ? એમાં એવું છે કે શાહિદ અને મીરાંનો પરિવાર રાધા સ્વામી સત્સંગ વ્યાસ નામના ધાર્મિક સંગઠન સાથે જોડાયેલા છે. એ બને ફેમિલી શુદ્ધ શાકાહારી છે અને કોઈ પણ પ્રકારનો કોઈ જ નશો પણ નથી કરતા. એવામાં બંનેના પરિવારે શાહિદ અને મીરાની એકબીજા સાથે વાત આગળ ચલાવી. શાહિદ જણાવે છે કે મીરા શાહિદને પહેલી વાર એક સામાન્ય માણસ તરીકે મળી હતી.. જયારે અમે એકલા વાત કરવા માટે મોકલ્યા હતા તો હું અને મીરા એક મોટા સોફા પર એકદમ દૂર દૂર બેઠા હતા. એ સમયે એ 15 મિનિટ કાઢવી એટલી મુશ્કેલ લાગી રહી હતી. પણ એવું નહતું વિચાર્યું કે પછીથી એકબીજા સાથે એટલી બનશે કે આખી જિંદગી સાથે વિતાવશે.

ટિપ્પણી
Advertisements

આલિયા ભટ્ટને ઓનસ્ક્રીન કિસ કરવાની સલમાને પાડી ના, પછી છોડી સંજય લીલા ભંસાલીની ફિલ્મ

શું તમે તમારા સ્વજનની તિથિ નથી જાણતાં તો આ દિવસે કરો શ્રાદ્ધ, વડીલ હોય તો નોમનું કરવું શ્રાદ્ધ