in

દૂધનું સેવન કરો એ પહેલા કોઈ દિવસ આ વસ્તુઓ ના ખાવી, મળે છે આ રોગોને આમંત્રણ

દોસ્તો આ સમયમાં જો સૌથી મોટી કોઈ સુખની વાત હોય તો એ છે આપણું સારું આરોગ્ય અને સ્વાસ્થ્ય. તો આજની આ ભાગદોડ વાળી જિંદગીમાં લોકો પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત થઇ ગયા છે કે તેઓ પોતાનો જમવાનો સમય પણ ભૂલી જતા હોય છે. એવામાં તેઓ પોતે પોતાના આરોગ્યને સાચવવાનું પણ ભૂલી જાય છે. જો પોતાના આરોગ્યનું સમયસર ધ્યાન ના રાખવામાં આવે તો ભવિષ્યમાં આપણને ખુબ જ ગંભીર બીમારીઓ થવાની શક્યતા રહે છે. એટલા માટે જો આરોગ્યને ટકાવી રાખવામાં આવે તો પછી આજીવન આપણને ક્યારેય પણ કોઈ રોગ નથી થતા.

Advertisements

તો આજે આ લેખમાં એક એવી જ આરોગ્યની તંદુરસ્તી માટેની ખાસ વાત જણાવવાના છે અને એ વાત બધાએ જાણવી ખુબ જ જરૂરી છે કારણ કે આજે એ ભૂલ મોટાભાગે બધા જ કરતા જોવા મળે છે. એટલે આ લેખ છેલ્લે સુધી વાંચજો અને જાણો કે તમારાથી શું ભૂલ થઇ રહી છે અને એ તમારા માટે ભવિષ્યમાં ખતરો બનીને સામે આવી શકે છે.

દોસ્તો દૂધ આપણા સ્વાસ્થ્ય માટે એક દવાની જેમ જ કામ કરે છે. દૂધ તો લોકો રોજ પોતાના સેવનમાં લેતા જ હોય છે. પણ દૂધનું સેવન કર્યા પછી કોઈ પણ દિવસ આ વસ્તુનું સેવન ના કરવું જોઈએ અને એ નીચે પ્રમાણે છે. દુધના સેવન સાથે અથવા તો પછી જો નીચે મુજબ ખોરાકનું સેવન કરવામાં આવે તો ઘણા બધા ચામડીના રોગો થઇ શકે છે. દૂધ સાથે એવા ઘણા ખોરાકો છે કે જેનું સેવન કરવાથી આપણને ઘણી બીમારીઓથી પીડાવું પડે છે.

Advertisements

દૂધ સાથે માંસ અથવા તો માછલીનું સેવન ઘણા લોકો કરતાં હોય છે.પણ એવું કોઈ દિવસ ના કરવું જોઈએ કારણકે દૂધ સાથે નોનવેજનું સેવન કરવામાં આવે તો એનાથી આપણા શરીરમાં ગંદકી ઉભી થાય છે. જેના લીધે શરીરમાં અનેક પ્રકારની પેટને લગતી સમસ્યાઓ અને ચામડીના દાગ જોવા મળે છે. એટલે આજે કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું કે જે દુધનું સેવન કર્યા પછી, પહેલા કે સાથે ક્યારેય પણ ખાવી જોઈએ નહીં. ચાલો તો જાણી લઇએ કે એવી કઈ કઈ વસ્તુ છે ?

માછલી :

સૌથી પહેલા તો દુધ સાથે માછલી ખાવી જોઈએ નહીં. કેટલાક લોકોને માછલી ખાવાનો ખુબ જ શોખ હોય છે. પણ દુધનું સેવન કર્યા પછી ક્યારેય પણ આ ભૂલ કરવી જોઈએ નહીં કારણકે દુધમાં અલગ પોષકતત્વ રહેલા હોય છે અને માછલીમાં પણ અલગ પોષકતત્વ રહેલા હોય છે. આ બંનેનો ગુણધર્મ અલગ હોય છે માટે જો બંને મળે અથવા શરીરમાં ભેગા થાય તો એ આપણા સ્વાસ્થ્યને એક સમયે સંપૂર્ણ નાશવંત બનાવી દે છે. આ બંને એક બીજા આપણા ઉદરમાં ભેગા થાય એ પછી બંને આપણા શરીરમાં અલગ અલગ વિપરીત પરિસ્થિતિ ઉભી કરે છે અને એનાથી આપણને અનેક બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. જો દૂધ સાથે માછલીનું સેવન કરવામાં આવે તો એનાથી કોઢ જેવી ચામડીની સમસ્યા ઉભી થાય છે અને એ લોહીને પણ અશુદ્ધ બનાવે છે.

Advertisements

કેળા :

એવું લોકો ઘણી વખત કહેતા હોય છે કે કેળા અને દૂધનું સેવન કરવામાં આવે તો શરીરમાં તાકાત વધે છે અને આપણું શરીર મજબુત એકદમ બને છે. સાથે જ કેળામાં ખાસ પ્રકારના પ્રોટીન અને પોષકતત્વ પણ રહેલા હોય છે અને દુધમાં પ્રોટીન પણ રહેલું હોય છે. પણ આ બંનેનો ગુણધર્મ એક સાથે ક્યારેય પચાવી શકાય નહીં. એટલા માટે જો કેળાનું અને દૂધનું સેવન એકસાથે કરવામાં આવે તો એનાથી આપણી પાચનતંત્રની સીસ્ટમ ખોરવાઈ જાય છે. સમય રહેતા એનાથી આપણું પાચનતંત્ર પણ ખરાબ થઇ જાય છે.

દૂધ અને લીંબુ સરબત :

એ તો બધાને ખબર છે કે લીંબુના રસને જો દુધમાં નાખવામાં આવે તો એ દૂધ ફાટી જાય છે અને પછી એ બગડી જાય છે કારણકે લીંબુમાં સાઈટ્ર્સ નામનું એક એસીડ રહેલું હોય છે અને જો એ દૂધ સાથે મિક્સ થાય તો એ આપણા સ્વાસ્થ્ય પર એની ખુબ જ ગંભીર અસર થાય છે. માટે ક્યારેય ભૂલમાં પણ દૂધ સાથે લીંબુનું કે લીંબુ સરબતનું સેવન કરવું જોઈએ નહીં.

Advertisements

દહીં :

દોસ્તો દૂધ સાથે કોઈ દિવસ દહીંનું સેવન ના કરવું જોઈએ. દુધનું સેવન કર્યા પછી જો દહીંનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઘણા રોગોને આમંત્રણ મળે છે. મોટા ભાગે સૌથી વધારે ચામડીના રોગો થવાની શક્યતા રહે છે. ઘણા ચામડીના રોગો થાય છે અને એનાથી છુટકારો મેળવવો પણ મુશ્કેલ બની જાય છે. એટલે જ દૂધ સાથે, પછી કે પહેલા ક્યારેય પણ દહીનું સેવન કરવું જોઈએ નહીં.

એ સિવાય ઈંડા, તલ, મૂળો, જાંબુ, કેરી અને મોટા ભાગના બધા જ એસીડીક ફળોનું સેવન કોઈ દિવસ દૂધ સાથે કરવું જોઈએ નહીં. જે તમારા શરીરના લોહીને અશુદ્ધ બનાવે છે અને એનાથી ચામડીના અને બીજા પણ અન્ય રોગોને પણ આમંત્રણ મળે છે.

આ માહિતીને વધારે પડતી શેર કરજો, માટે અન્ય લોકોને પણ આયુર્વેદની આ વાત વિષે માહિતી મળી શકે અને એ બીમારીથી બચી શકે

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

26 વર્ષો પછી કંઈક આવા દેખાય છે તમારા મનગમતા ‘શ્રી કૃષ્ણ’, ગ્લેમર ની દુનિયા છોડી ને કરવા લાગ્યા આ કામ

આ દિશામાં માથું રાખીને જ સૂવું જોઈએ,એ સિવાયની દિશામાં માથું રાખીને સૂવાથી થશે ગંભીર નુકસાન