દરેક વ્યક્તિની રોજના ડાયેટમાં દૂધ એક મહત્વપૂર્ણ ઘટક છે. દૂધ સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે જરૂરી છે. એ તો બધાને ખબર છે કે દૂધમાં ઘણા પોષકતત્વો મળે છે જે સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ખુબ જ જરૂરી છે. જોકે ઘણા લોકોને દૂધથી એલર્જીની શિકાયત રહેતી હોય છે અને એમના માટે દૂધનું સેવન ભારે પડી જાય છે. પણ આ બધી વાતોની વચ્ચે શું તમે એ જાણો છો કે એવી ઘણી વસ્તુઓ છે જેની સાથે દૂધનું સેવન કરવાથી તમારા શરીર પર ખરાબ અસર થઇ શકે છે. ચાલો જાણીયે એવી કઈ વસ્તુઓ છે જેનું આપણે દૂધની સાથે સેવન ના કરવું જોઈએ.
તમે મિલ્ક એલર્જી વિષે સાંભળ્યું હશે. પણ ઘણીવાર એકલા દૂધ સાથે જ નહિ પણ અન્ય વસ્તુઓ પણ હોય છે જેની સાથે દૂધનું સેવન કરવાથી તમને ઘણું નુકસાન થઇ શકે છે. એમાં દૂધની સાથે દહીંનું સેવન સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. આ કોમ્બિનેશન તમને એસીડીટી,ગેસ અને ઉલ્ટીની સમસ્યા આપી શકે છે. દહીં ખાધાના લગભગ એક થી દોઢ કલાક પછી જ કોઈ વ્યક્તિએ દૂધ પીવું જોઈએ.
જોકે ઘણા લોકોને દૂધ સાથે પણ એલર્જીની તકલીફ રહેતી હોય છે. એ જ રીતે અડદની દાળ સાથે પણ ક્યારેય દૂધનું સેવન ના કરવું.
કોઈપણ પ્રકારના ફળ સાથે દૂધનું સેવન નુકસાનકારક છે. ધ્યાનમાં રાખવું કે દૂધ પીતા પહેલા અથવા પછી તરત જ કોઈ ફળનું સેવન ના કરવું જોઈએ. જો તમે દૂધ સાથે અનાનસ, નારંગી જેવા ખાટા ફળો ખાઓ છો, તો એ તમને નુકસાન પહોંચાડે છે. એમ કરવાથી, ખોરાક યોગ્ય રીતે નથી પચતો અને ઉલ્ટી થવાની સંભાવના રહે છે. દૂધ અને ફળ બંનેની તાસીર અલગ હોય છે. જ્યારે એક બાજુ ફળમાં બધા જ પ્રકારના અમ્લ અને એસિડ હોય છે, ત્યારે દૂધ એક ગરમ પીણું છે. પછી પેટમાં જઈને બંનેનું મિશ્રણ તમારા શરીર માટે હાનિકારક બની જાય છે.
આ સિવાય દૂધ અને કેળુ એક સાથે ખાવાનું ખુબ જ સામાન્ય છે. પણ આ બંનેને એક સાથે ના ખાવા જોઈએ કારણ કે દૂધ અને કેળા બંને કફ બનાવે છે. બંનેને એક સાથે ખાવાથી કફ તો વધે જ છે સાથે જ પાચન પર પણ અસર થાય છે.
– ઘણા લોકો સવારના નાસ્તામાં દૂધ સાથે બ્રેડ-બટર લેતા હોય છે પણ દૂધ જ એક સંપૂર્ણ આહાર છે. આ બધી ચીજો એક સાથે લેવાથી પેટ એકદમ ભારે થઇ જાય છે કારણ કે આયુર્વેદ મુજબ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબીની વધારે માત્રા એક સાથે ના લેવી જોઈએ, તેથી દૂધ એકલું વધુ સારું છે.
– દૂધ અને માછલીને ક્યારેય સાથે ન ખાવા જોઈએ કારણ કે તેનાથી ગેસ, એલર્જી અને ત્વચાને લગતી બીમારીઓ થઈ શકે છે.
– દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. તેમાં વિટામિન, પ્રોટીન, લેક્ટોઝ, ખાંડ અને ખનિજ તત્વો છે. જો તમે દૂધ સાથે તળેલું શેકેલું કે ફરસાણ ખાઓ છો તો એનું પાચન સરળતાથી નથી થઇ શકતું. સતત એ રીતે ખાવાથી ત્વચાને લગતા ઘણા રોગો થઈ શકે છે.
– દૂધ અને તલનું સેવન પણ કોઈ દિવસ સાથે ના કરવું જોઈએ.
નોંધ: તમારી માહિતી વધારવા માટે આ લેખ શેર કરવામાં આવ્યો છે. જો તમે કોઈ રોગના દર્દી છો, તો તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.