in

આ છે પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા, પ્લાસ્ટિક ના કચરા થી રોડ બનાવવા ની શોધી કાઢી છે ટેકનીક

વૈજ્ઞાનિકો નું કહેવું છે કે એકવાર પ્લાસ્ટિક બની જાય છે એને સંપૂર્ણ નષ્ટ થવા માં હજારો વર્ષો લાગી જાય છે. આ કારણ છે કે આજે પ્લાસ્ટિક નો કચરો માણસો માટે સૌથી મોટી સમસ્યા બની ગયો છે. એક બાજુ આખી દુનિયા ના લોકો આ સમસ્યા ને દૂર કરવા માટે રિસર્ચ કરી રહ્યા છે, તો ત્યાં બીજી બાજુ એક ભારતીય છે જે ના માત્ર પ્લાસ્ટિક ના કચરા નું નિવારણ લઇ ને આવ્યા છે, પરંતુ એની મદદ થી દેશ ને યાતાયાત વ્યવસ્થા ને પણ ફાયદો કરાવી રહ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા ના નામ થી ફેમસ રાજગોપાલન વાસુદેવન ની. એમણે એક એવી ટેકનિક શોધી છે જેની મદદ થી પ્લાસ્ટિક થી સુંદર અને મજબૂત રોડ બનાવવા માં ઉપયોગ કરી શકાય.

Advertisements

વાસુદેવન મદુરૈ યુનિવર્સિટી થી માન્યતા પ્રાપ્ત કોલેજ Thiagarajar College Of Engineering માં કેમિસ્ટ્રી ના પ્રોફેસર છે. અહીંયા એમણે પ્લાસ્ટિક ના કચરા ની સમસ્યા ને દૂર કરવા માટે ઘણા વર્ષો સુધી રિસર્ચ કર્યું. વર્ષ 2002 માં એમણે પ્લાસ્ટિક ના કચરા ને રોડ બનાવવા ની ટેક્નિક શોધી હતી. એમની આ ઉપલબ્ધિ ને આગળ વધારવા નું શ્રેય જાય છે તામિલનાડુ ની તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતા ને. એમની મદદ થી એનો પેટર્ન કરાવી શક્યા અને આજે ટેકનીક ની મદદ થી દેશ ના ઘણા રાજ્યો અને ગામ ના રોડ બનાવવા માં આવી રહ્યા છે.

Advertisements

રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ પણ આ ટેકનિક નો ઉપયોગ કરી રહ્યો છે. એની મદદ થી દેશ ના કચરા અને રોડ બંને ની સમસ્યા ને દૂર કરવા માં મદદ મળી રહી છે. આ ટેકનિક ની મદદ થી અત્યાર સુધી ઇન્ડિયા માં લગભગ 1 લાખ કિલોમીટર રોડ નું નિર્માણ થઈ ચૂક્યું છે અને બીજા ઘણા પ્રોજેક્ટ પર કામ ચાલુ છે. વર્ષ 2018 માં ભારત સરકારે વાસુદેવન ને આ ટેક્નિક શોધવા માટે પદ્મશ્રી થી સન્માનિત કર્યું હતું.

વાસુદેવન આ ટેકનિક થી દુનિયાભર ના લોકો નું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. ઘણા દેશો એ એને ખરીદવા માટે અપીલ કરી. પરંતુ વાસુદેવન એ કોઈ ને ના આપ્યો, પરંતુ એને ભારત સરકાર ને દાન કરી દીધું. ભારત સરકાર ની મદદ થી હવે આ ટેકનિક ની મદદ થી વિદેશ (ઈન્ડોનેશિયા – નેધરલેન્ડ) માં પણ રોડ બનાવવા માં આવી રહ્યા છે.

Advertisements

આટલું જ નહી બ્રિટન સરકાર આ ટેકનિક ને વધારે આધુનિક બનાવવા માટે રિસર્ચ કરવા ની દિશા માં 1.6 મિલિયન પાઉન્ડ રોકાણ કરવા નો વાયદો કર્યો છે.

પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા વાસુદેવન ને અમારો પ્રણામ!

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

વિડિયો : વૃદ્ધ ને થયો છાતી માં અચાનક દુખાવો, ખભા ઉપર ઉઠાવી ને દોડ્યો GRP જવાન અને પછી . . . .

આ 5 રાશિઓ ની તકલીફ દૂર કરશે મહાબલી હનુમાન, એમના આશીર્વાદ થી કામકાજ માં મળશે સારા પરિણામ