ધ્યાન કરવા ના આટલા બધા ફાયદા ખબર છે?

Please log in or register to like posts.
News

સામાન્ય રીતે આપણે ધ્યાન શબ્દ સાંભળીએ અને મગજ માં સામે કોઈક યોગી આવી જાય કે જે ધ્યાન માં બેઠા હોય. આપણા ઋષિમુનિ, ભગવાન વગેરે ના પણ ધ્યાન માં ફોટા જોઈ શકાય છે. અને રિસર્ચ પણ હવે કહે છે કે ખરેખર ધ્યાન તમારા મગજ ની ક્ષમતા સુધારે છે.

શિવજી, વિષ્ણુ ભગવાન, મહાવીર સ્વામી, તથાગત બુદ્ધ, હનુમાન દાદા વગેરે ના ધ્યાન માં બેઠેલી તસ્વીર કે મૂર્તિ આપણે જોઈ જ હશે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે, “ધ્યાન કરવા થી મને અદભુત શક્તિ મળી છે.” અને તેઓ પોતે રોજ ધ્યાન કરતા હતા.

તો ચાલો, આ લેખ માં ધ્યાન ના ફાયદા જાણી લઈએ. તમે મને ટ્વિટર/ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલો કરી શકો છો. જ્યાં તમને મારા અન્ય લેખ ની લિંક મળશે. અને લેખ કેવો લાગ્યો તે પણ મેસેજ કરી શકો છો.

1. એકાગ્રતા માં વધારો:-

જયારે પણ તમે ધ્યાન ધારો છો ત્યારે તમારા મગજ ને તમે એક ખાસ જગ્યા એ જ કેન્દ્રિત કરો છો એટલે કે તમારું સમગ્ર ધ્યાન ત્યાં જ હોય છે. તેથી તેની લાંબા સમય સુધી પ્રેકટીસ કરવા થી તમે તમારા મગજ ને એક જ જગ્યા એ એકાગ્ર થવા ની ટેવ પડી જાય છે. તેથી, જ તમે જયારે પણ તમારું કામ જેમ કે ભણવાનું, નોકરી કે ઘરકામ ત્યારે તમારું મગજ જ્યાં ત્યાં નહિ ભટકે પણ તમારા કામ માં જ ચોંટેલું રહેશે.

2. ડિપ્રેશન, સ્ટ્રેસ માં ઘટાડો:-

કેટલાય રિસર્ચ એમ કહે છે કે તમારા તણાવ ને દૂર કરવા માટે ના અનેકવિધ ઉપાયો માં એક ઉપાય ધ્યાન છે. તમારા ધ્યાન કરવા થી મગજ માં રહેલું ઝેર એટલે કે ટોક્સિન નીકળી જાય છે. તેથી જ તમે કોઈ જાત ના તણાવ નો અનુભવ નહિ કરી શકો.

3. પોઝિટિવ મગજ નું નિર્માણ:-

ધ્યાન કરવા થી તમારા મગજ ની નેગેટિવિટી ધીરે ધીરે દૂર થશે. અચાનક જ આ ફેરફાર નથી આવતો. તમે આજે ધ્યાન કરો, સતત એકાદ મહિના પછી તમારો દુનિયા ને જોવાનો, પોતાની જિંદગી ને જોવા નો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. તેથી, દૈનિક ધ્યાન ધરવા થી તમારા મન માં બદલાવ આવશે.

4. ખરાબ આદતો માં સુધાર:-

સામાન્ય રીતે આપણે આપણી સમસ્યા માટે બીજા ને દોષ આપતા હોઈએ છે. પરંતુ તેના માટે આપણે અંતર્મુખી થવા ની જરૂર છે. એટલે કે ક્યાંક આપણા લીધે તો સમસ્યા નથી ને? તેથી જ ધ્યાન ધરતી વખતે તમે તમારી ખરાબ ટેવ યાદ આવશે અને તમે તેને સુધારી શકશો.

5. આત્મવિશ્વાસ માં વધારો:-

તમારો આત્મવિશ્વાસ ધ્યાન કર્યા પછી સતત વધતો હશે તેમ લાગશે. અને એક વખત પૂરતો આત્મવિશ્વાસ મેળવી લીધા પછી તમે તમારા કાર્ય વધુ સારી રીતે કરી શકશો.

તો આ હતા ધ્યાન ના ફાયદા. લેખ કેવો લાગ્યો? તે મને મેસેજ કરી જરૂર જણાવજો જેથી મને આવા લેખ લખવા ની પ્રેરણા મળતી રહે. અને ધ્યાન કઈ રીતે ધરવું? તેના વિશે આવતા અંકે.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.