in , ,

દિવાળી પર કરો આ સરળ ઉપાય, તમારા જીવનમાં બધું થશે શુભ, મહાલક્ષ્મીની થશે કૃપા

દિવાળીનો પર્વ મહાલક્ષ્મીજીની પૂજા માટે સૌથી વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે દિવાળી 27 ઓક્ટોબર 2019 રવિવારના દિવસે દેશભરમાં ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવશે. હિન્દુધર્મમાં દિવાળીનો તહેવાર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દિવાળીની રાત્રે લક્ષ્મી અને ગણેશજીની વિશેષ પૂજાઅર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામજી 14 વર્ષનો વનવાસ કરીને અને રાવણનો વધ કરીને અયોધ્યા પાછા આવ્યા હતા. ભગવાન શ્રી રામજીના પાછા આવવાની ખુશીમાં દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે.

Advertisements

દિવાળીની રાત્રે માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવાનું વિધાન માનવામાં આવ્યું છે,એવું કહેવાય છે કે જો આ દિવસે વિધિ પૂર્વક ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે પરંતુ એ સિવાય પણ કેટલાક એવા ઉપાયો દિવાળીના દિવસે કરી શકાય છે જેનાથી માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થશે. આજે અમે તમને દિવાળીમાં કરવામાં આવતા કેટલાક એવા ઉપાયો વિષે જાણકારી આપવાના છે, જે કરવાથી તમારા જીવનમાં બધું જ શુભ થશે, અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમારા પર બનેલો રહેશે.

આવો જાણીયે દિવાળી પર સરળ કયા ઉપાય કરવા ?

– જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારા પર બનેલી રહે તો તમારે દિવાળીના દિવસે એક પીપળાનું એક પાન તોડીને તમારા ઘરે લઇ આવવું પરંતુ તમારે એક ધ્યાન રાખવું પડશે કે જે પીપળાનું પાન તમે લો છો એ ક્યાંયથી ફાટેલું કે કપાયેલું ના હોય, એ પછી તમારે પીપળાના પાન પર ‘ઓમ મહાલક્ષ્મૈયે નમઃ’ લખીને પૂજાસ્થળ પર રાખી દેવું.

Advertisements

– માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા માટે તમારે દિવાળીની રાતે આ ઉપાય ચોક્કસ કરવો, તમારે દિવાળીની રાત્રે માતા લક્ષ્મીજીની પૂજા કરતા પહેલા લવિંગ અને ઈલાયચીની મિશ્રણ તૈયાર કરી લેવું , એનાથી બધા દેવી દેવતાઓને તિલક લગાવવું , આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી કૃપા થાય છે.

– તમને જો દિવાળીના દિવસે કોઈ કિન્નર દેખાય છે તો તમારે એને મીઠાઈઓ અને પૈસા ચોક્કસ આપવા અને એની બદલામાંમ તમે કિન્નર પાસેથી 1 રૂ ના સિક્કા માંગી શકો છો અને આ સિક્કાને તમે તમારી તિજોરી અથવા ધન રાખવાની જગ્યાએ રાખો  ,આ ઉપાય કરવાથી નિર્ધનતા દૂર થાય છે, આ ઉપાય ખુબ જ કારગર માનવામાં આવ્યો છે.

Advertisements

– આ વર્ષે દિવાળી ખુબ જ શુભ માનવામાં આવી છે, રવિવારના દિવસે દિવાળીનો પર્વ ઉજવવામાં આવશે, જો તમે આ દિવસે સફેદ રંગની વસ્તુઓ દાન કરો છો તો એનાથી માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, એ સિવાય તમે વડના પાન પર હળદરથી સ્વસ્તિકનું નિશાન બનાવીને એને તમારી તિજોરીમાં રાખી દેવું, એનાથી તમારા ધનમાં વધારો થશે.

– જો તમે તમારા ધનમાં વધારો કરવા ઈચ્છો છો અને શુભ પરિણામની સાથે સાથે સફળતા હાંસિલ કરવા ઈચ્છો છો એના માટે દિવાળીની રાત્રે તમે તમારા ઘરમાં શ્રી યંત્રને સ્થાપિત કરો અને રાતના સમયે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો.

Advertisements
ટિપ્પણી
Advertisements

દિવાળી પર મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ અચૂક ઉપાય , વર્ષ દરમિયાન નહિ થાય પૈસાની કમી

રંગ ચડાવેલું શાક ખાવાથી કેન્સર અને ટ્યુમરના જોખમમાં થાય છે વધારો