in

અહીં સોના-ચાંદીના ભાવ કરતાં પણ મોંઘા છે માસ્ક ને ટોયલેટ પેપર્ટ, ભેટમાં આપી રહ્યાં છે માણસો

કોરોના વાયરસના વધી રહેલા ઘાતક ખતરાના લીધે માસ્ક અને ટોયલેટ પેપરની માંગ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. તે અંગેની પરિસ્થિતિ તો એવી થઈ ગઈ છે કે, માગ અનુસાર સપ્લાય થઈ શકતું નથી.. તેની એટલી મોટી અછત ઊભી થઈ છે કે, હોંગકોંગમાં તો પૈસા આપવા છતાં મળતું નથી. હમણાં તો એમ લાગી રહ્યું છે કે, તેની કિંમત સોના-ચાંદી કરતાં પણ વધુ જોવા મળી રહી છે.

હોંગકોંગમાં ઘણી શોપમાં પૈસાની બદલે દુકાનદાર માસ્ક અને ટોયલેટ પેપર લેવા લાગ્યા છે. જેના કારણે તેમને વધુ ફાયદો થઈ રહ્યો છે, કારણ કે તેને તેઓ ઊંચી કિંમતે વેચી દે છે. ભાગ્યે જ કોઇ એવી શોપ હશે, જ્યાં માસ્ક અને ટોયલેટ પેપર ખરીદવા ભીડ જામતી ના હોય

આ સોશ્યલ મીડિયામાં થયું વાયરલઃ એક દુકાનદારે પૈસાના બદલામાં ટોયલેટ પેપર અને માસ્ક ખરીદી હોય એવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં બહુ વાયરલ બની છે. એરિકા ફાન નામની એક યંગ લેડીએ ફેસબુક પેજ પર સિડની કેફેની ફોટો શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ખાવા-પીવાની વસ્તુઓની સામે પૈસાની બદલે ટોયલેટ પેપર લેવામાં આવે છે.

કેફેમાં આપવામાં આવી લેખિતમાં માહિતીઃ આ બાબતે કેફેમાં બોર્ડ લગાવીને કા માહિતી પણ આપવામાં આવી છે કે, પૈસાની બદલે ટોયલેટ પેપર રોલ્સ આપવામાં આવે છે. ઘણા લોકો તો આ બોર્ડ જોઇએ નવાઈમાં પણ પડી જાય છે.

એક કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ હેડનું કહેવું છે કે, અત્યારે ક્લાયન્ટ્સને વાઇન ગિફ્ટ કરવાની જગ્યાએ તેમને ટોયલેટ પેપર ગિફ્ટમાં આવ્પવામાં આવે છે. તો કેટલાક લોકો તો મજાકમાં એમ પણ કહી રહ્યા છે કે, એક દિવસ ટોયલેટ પેપર્સ ઈન્ટરનેશન કરન્સી તરીકે સ્વિકારવામાં આવશે.

ટિપ્પણી

શરીર પર જામી ગયેલા વધારાના ચરબીના થરને ઘટાડવા છે? તો દરરોજ સવારે પીવો આ પાણી, વજન ઘટશે ફટાફટ

તમે પણ ફ્રીઝમાં મૂકો છો આ વસ્તુઓ, તો આજે જ ફેંકી દેજો નહીં તો પસ્તાશો