મંગળ-શનિની યુતિ, 18 એપ્રિલ સુધી તમારી રાશિ પર પડશે આ અસર

Please log in or register to like posts.
News

બે શત્રુ ગ્રહોની યુતિ તમારી રાશિ પર કરશે આવી અસર

જ્યોતિષમાં મંગળને ક્રૂર અને શનિને પાપ ગ્રહ કહેવામાં આવે છે. તેથી જો બંને ગ્રહો કુંડળીના એક જ ભાવમાં એકબીજના ખૂબ જ નજીક હોય તો તે ગૃહયુદ્ધ સર્જાય તેવી સ્થિતિ બનાવે છે. આ બંને ગ્રહોની યુતિ સમયે બંને વચ્ચે જો 10 ડિગ્રી કરતા પણ ઓછું અંતર હોય તો પરિણામ ભયંકર આવે છે.

મંગળ-શનિની યુતિ કરાવી શકે છે ગૃહયુદ્ધ

ભારતીય જ્યોતિષમાં મંગળને સેનાપતિ ગ્રહ કહેવાય છે. જ્યારે શનિને પાપ ગ્રહ કહેવામાં આવે છે. શનિને લોખંડ અને મંગળને ધરતી માનવામાં આવને છે. ત્યારે બંને ગ્રહ ધન રાશિમાં એકસાથે આવ્યા છે. બંને ગ્રહો એકબીજાના શત્રુ ગ્રહ હોવાના કારણે તેમનો આ ટકરાવ અનેક રાશિઓ પર દુષ્પ્રભાવ છોડશે. ત્યારે 18 એપ્રિલ સુધી રહેનારો મંગળ-શનિનો આ યોગ અનેક મુશ્કેલી સર્જી શકે છે તો ગૃહયુદ્ધની સ્થિતિ પણ લાવી શકે છે.

મેષ

આ ઘટનાની સૌથી ખરાબ અસર મેષ રાશિ પર પડશે. તેમના માટે આ સ્થિતિ મુશ્કેલી ભરી બની શકે છે. એક્સિડેન્ટ, નાની-મોટી ઇજા પણ થઈ શકે છે. આ રાશિના લોકએ ખાસ કરીને આ સમયગાળમાં લાલ કલરના કપડા પહેરવા જોઇએ નહીં.

વૃષભ

આમના માટે આ સ્થિતિનું રહેવું સર્વોત્તમ રહેશે. આ રાશિના લોકો મંગળ-શનિની યુતિથી ફાયદો મળવાની આશા સેવી શકે છે. વૃષભ રાશિના લોકોને આકસ્મિક ધનલાભની શક્યતા રહેલી છે.

મિથુન

મિથુન રાશિના જાતકો પર મંગળ-શનિની યુતિનો ખરાબ પ્રભાવ પડી શકે છે. ઈજાગ્રસ્ત થઇ શકો છો અથવા કોઈ કારણોસર અપયશનો કડવો ઘૂંટ પીવો પડી શકે છે. આ દરમિયાન કાળા કલરના વસ્ત્રો પહેરવાથી દૂર રહેવું જોઈએ.

કર્ક

મંગળ-શનિની યુતિનો આ સમયગાળો તમારા માટે સ્વર્ણિમ અવસર લઈને આવશે. આ સમય દરમિયાન લાલ કલરનો દોરો હાથના કાંડે બાંધવાથી બંને ગ્રહો શુભ ફળ આપશે. આકસ્મિક ધનલાભનો યોગ છે.

સિંહ

આ સમયગાળો તમારા માટે વિશેષ નુકસાન લઈને આવી શકે છે. મૃત્યુ સ્થાનમાં શનિ-મંગળ હોવાથી નુકસાનનો સમાનો કરવો પડી શકે છે.

કન્યા

મંગળ-શનિની યુતિ 18 એપ્રિલ સુધીનો સમય તમારા માટે સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ લઇને આવશે. આ રાશિના જાતકોને આ યુતિ શુભફળદાયી સાબિત થશે.

તુલા

તુલા રાશિના જાતકો માટે મંગળ-શનિની યુતિ અત્યાર સુધીનો સર્વોત્તમ સમય રહેશે. આ સમયગાળા દરમિયાન જો તમે ઘર-જમીન ખરીદવા માગતા હોવ કે વેચવા માગતા હોવ બંને સ્થિતિમાં તમે લાભમાં રહેશો.

વૃશ્ચિક

18 એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન એક્સિડેન્ટનો યોગ બને છે. બંને ગ્રહોની દ્રષ્ટી મૃત્યુ સ્થાન પર હોવાથી વિશેષ સાવધાની રાખવાની જરુર છે. ઉપાય તરીકે મસૂર અને કાળી અડદની દાળનું દાન કરી શકો છો.

ધન

મંગળ-શનિની યુતિના આ સમયમાં ધન રાશિના જાતકોને જમીમ-મકાન સંબંધી કાર્યોમાં લાભ થઈ શકે છે. તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે. ધનમાં પણ વૃદ્ધિના યોગ છે.

મકર

આ સમયગાળા દરમિયાન ખર્ચની રકમ આવકની રમક કરતા વધી જતા ચિંતા અને ઉદ્વેગ અનુભવશો. તમારી રાશીના બારમાં ભાવમાં બંને ગ્રહ રહેવાનો કારણે નુકસાન જવાની વકી છે. 18 એપ્રિલ સુધી લાલ અને કાળા રંગતી દૂર રહો.

કુંભ

મંગળ-શનિની યુતિનો જો કોઈને સૌથી વધુ લાભ થશે તો તે કુંભ રાશિના લોકો છે. આ યુતિના કારણે તમારો પ્રભાવ અન્ય રાશિઓ પર પણ વધશે. આ દરમિયાન જો તમે શનિ મંત્ર ઓમ શં શનૈશ્ચરાય નમઃનો જાપ 108 વાર કરો છો તો લાભ વધુ વધશે.

મીન

આ રાશિના લોકો માટે મંગળ-શનિની યુતિનો સમય સોને પે સુહાગા જેવો હશે. શનિ અને મંગળ બંને ધનમાં હશે જેના સ્વામી બૃહસ્પતિ છે. સ્વર્ણ કાલ રહેશે. બૃહસ્પતિના કારણે આધ્યાત્મની પ્રાપ્તિ થશે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.