મન ભરીને જીવો, મનમાં ભરીને નહી

Please log in or register to like posts.
News

-શાહબુદ્દીન રાઠોડ દ્વારા

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન… બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે…નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે.
થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં.
રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે.
ભાઈ નજીક આવી ને પૂછે છે, “કેમ, તારે કાંઇ લેવુ છે ?”

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું… ભાઈ એ બહેન ની આંગળી પકડી અને એક વડીલ ની અદા થી બહેન ને એ ઢીંગલી હાથ મા આપી.. બહેન ખુબ જ ખુશ થઇ.
કાઉન્ટર પર બેઠેલો વેપારી આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા.

કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો, ‘આ ઢીંગલી નુ શું છે ?’
જીવતર ને ઘોળીને પી ગયેલા એ વેપારી એ કહ્યું, ‘તમારી પાસે શું છે ?’
બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા.. પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા.
બાળકે કહ્યું, ‘કેમ ઓછા છે ?’

વેપારી કહે, ‘ના આમાંથી તો વધશે’
વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં.. પણ એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું, ‘આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી ?’
વેપારી એ કહ્યું, ‘ભાઈ, આપણે મન આ છીપલા છે…એને મન તો એની સંપતિ છે… અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે નેે કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા… ત્યારે એ મને યાદ કરશે… અને એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે’

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.
લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે,
જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..

“મન ભરીને જીવો, મનમાં ભરીને નહી”

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.