in

ગુજરાત સરકારની નવી જાહેરાત, હવે કચ્છ ફેસ્ટિવલ ની જેમ બધા જ વર્ષે માંડવીમાં આયોજન કરવામાં આવશે બીચ ફેસ્ટિવલ

સીએમ વિજય રૃપાણીએ કચ્છનાં માંડવી બીચ ફેસ્ટિવલનો તથા ટેન્ટસિટીનો શરૂઆત કરાવતા જાહેર કર્યું હતું કે, હવે દર વર્ષે ધોરડોનાં રણોત્સવ જોડે જ માંડવીમાં પણ ટેન્ટસિટી સાથે બીચ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવશે.

Image result for mandvi beach

Advertisements

સીએમ વિજય રૃપાણીએ કહ્યું હતું કે, જે રીતે કચ્છનું સફેદ રણ વ્હાઈટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું સુંદર છે તેમ જ આ વ્હાઈટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટૂરિઝમ એટ્રેકશન બનાવવો છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષનાં બજેટમાં કચ્છનાં ધોળાવીરાનો આઈકોનિક પ્લેસ તરીકે વિકાસ કરવાની કરેલી જાહેરાતથી કચ્છનાં ટૂરિઝમ સેક્ટરને ન્યૂ બુસ્ટ મળશે તેવો સ્પષ્ટ મત જાહેર કર્યો હતો. મુખ્યમંત્રીએ કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર ટૂરિઝમ ર્સિકટ વિકસાવીને કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિનાં સર્વગ્રાહીનાં વિકાસથી રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને નવી દિશા આપવાની નેમ દર્શાવી હતી. તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ મ્યુઝિયમના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિજય રૃપાણીએ કચ્છડો બારે માસ, એ પરંપરાગત ઉક્તિનો ઉલ્લેખ કરતાં એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રણોત્સવ અને આ માંડવી ટેન્ટસિટી બે બીચ ફેસ્ટિવલના નવા કોન્સેપ્ટથી સમગ્ર કચ્છનું જનજીવન ધબકતું વાયબ્રન્ટ બનાવામાં આવશે.

Image result for mandvi beach

પ્રવાસન નિગમ દ્વારા માંડવી દરિયા કિનારે તો૧૩ ફેબ્રુઆરીથી બે મહિના સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સફેદ રણની મુલાકાત લેતા પ્રવાસીઓ હવેથી કચ્છનાં દરિયા કિનારાની મજા પણ માણી શકશે. પ્રવાસીઓ દરિયા કિનારે રાત્રિ-રોકાણ કરી શકે તે માટે ૫૫ ટેન્ટ સાથેનાં ટેન્ટસિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ગત વર્ષનાં આંકડા અનુસાર માંડવી રાજ્યમાં લેઝર ડેસ્ટિનેશન કેટેગરીમાં ત્રીજા ક્રમે છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

શહીદ અશ્વિનીના ફેમિલી ને આપવામાં આવેલ એક પણ વચન આજસુધી પૂરા કરવામાં આવ્યા નથી.

ટ્રમ્પને લીધે અમદાવાદને મળી જશે આ મોટી ભેટ, જ્યાંથી પસાર થશે તે રસ્તો એકદમ લીલી હરિયાળીથી શોભી ઉઠશે