in

તમારા ખાતામાં અચાનક જ 5 લાખ રૂપિયા આવી જાય તો શું થાય? એક જોરદાર કિસ્સો આવ્યો સામે

આજનો હાલનો યુગ એટલે એકદમ ડિજિટલ યુગ અને એમાં પણ જો કોઇના ખાતામાં 5 લાખ અચાનક જ કોઈ ખ્યાલ વિના આવી જાય તો શું થાય? જી હાં, દ્વારકા તાલુકાથી એવો એક જોરદાર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકના બેંક એકાઉન્ટમાં અચાનક જ 5 લાખ રૂપિયા જમા થઈ ગયા.

મળતી માહિતી અનુસાર દ્વારકા તાલુકાના મીઠાપુરથી એક જોરદાર અને ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે. મીઠાપુર ખાતે બેન્ક ઓફ ઇન્ડિયાની એક શાખા સ્થિત છે. જ્યાં દિપક રામદાસ સામાણી નામના એક યુવકનું ખાતું છે. હમણાં દિપક રામદાસ સામાણીને મોબાઇલમાં એક મેસેજ આવે છે. જેમાં તેમના બેંક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જમા થયા છે એમ કહ્યું હતું. આ મેસેજ આવતા તેમણે બેંકમાં જઇ આ બાબતે ખરાઇ કરતા સાચે જ તેમના ખાતામાં 5 લાખ રૂપિયા જમા થયેલ હોય એમ ખબર પડી.

Erratic supply of the new Rs 2,000 and Rs 500 notes after the surprise demonetisation of Rs 500 and Rs 1,000 notes on November 8, 2016, had led to long queues before ATMs and bank cash counters, causing deep inconvenience to citizens

મધ્યમ વર્ગના દીપકભાઈએ આ બાબતે તપાસ કરાવી. તો સત્ય સામે આવી કે પોતાના જ ગામના બીજા જ દીપકભાઈ રામદાસ સામાણી નામના વેપારીએ પોતાના ખાતામાં 5 લાખ જમા કરાવવા બેંકમાં ગયા હતા. જો કે, બંને ખાતાધારકોનું નામ સમાન રહેતા બેન્ક કર્મચારીઓની ભૂલના લીધે જ આ દીપકભાઈના ખાતામાં રૂપિયા જમા થઈ ગયા.

આ સચ્ચાઈની ખરાઈ થયા પછી છેવટે દીપકભાઈએ પોતાના સરખા નામ ધરાવતા તેમના જ ગામના વેપારી દીપકભાઈ સાંમાણીને આ પૈસા પરત આપી માનવતા સાથે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આમ 5 લાખ રૂપિયા જેવી રકમ પરત કરી તેઓ બીજા માટે પ્રેરણારૂપ પુરવાર થયા હતા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

પ્રીતિ ઝિન્ટા એ એક જ મહત્વનો નિર્ણય લઈ 600 કરોડ રૂપિયાને મારી દીધી ઠોકર

BB 13 માં 12 દિવસથી વધારે ના રહી શકી ટીવીની આ સંસ્કારી વહુ, હવે હોટ ફોટોથી લગાવી દીધી આગ