ડૉક્ટરી નું ભણવાનું છોડી ને શરૂ કરી ખેતી, દર મહિને કમાય છે લાખો રૂપિયા

Please log in or register to like posts.
News

27 વર્ષ ના સંદેશ પાટિલ એ માત્ર ઠંડી ની સીજન માં થવા વાળી કેસર ની ખેતી ને મહારાષ્ટ્ર ના જલગાંવ જેવા ગરમ વિસ્તાર માં ઉગાડી ને લોકો ને હેરાની માં નાખી દીધા. એમણે મેડિકલ નું ભણવાનું છોડી દઈને જીદ થી પોતાના ખેતરો માં કેસર ની ખેતી કરવાનું નક્કી કર્યું અને હવે એ દર મહિને લાખો રૂપિયા નો નફો પણ કમાઈ રહ્યા છે. આના માટે એમને લોકલ અને ટ્રેડિશનલ પાક ની પેટર્ન માં બદલાવ કર્યો. ઇન્ટરનેટ થી લીધી ખેતી ની જાણકારી. . .

જલગાંવ જિલ્લા ના મોરગાંવ ગામ માં રેહવા વાળા 27 વર્ષ ના સંદેશ પાટિલ એ મેડિકલ બ્રાન્ચ ની બીએએમએસ માં એડમિશન લીધું હતું,પરંતુ એમાં એમનું મન ના લાગ્યું. એમના વિસ્તાર માં કેળાં અને કપાસ જેવી લોકલ અને પારંપારિક પાકો થી ખેડૂતો કોઈ ખાસ નફો નહતા કમાવતા. આ વાત એ સંદેશ ને પાકો માં એક્સપેરિમેંટ કરી ને ચૈલેંજિંગ કામ કરવા માટે ઇન્સપાયર કર્યું. આના પછી એમને સોઇલ ફર્ટિલિટી ની સ્ટડી કરી. એમને માટી ની  ફર્ટિલિટી પાવર ને વધારી ને ખેતી કરવા ની રીત માં એક્સપેરિમેંટ કરવા નું વિચાર્યું. આના માટે એમને રાજસ્થાન માં કરવા માં આવતી કેસર ની ખેતી વિશે ની જાણકારી ઇન્ટરનેટ થી મેળવી.

પિતા અને કાકા જ હતા એમના વિરુદ્ધ

બધી જાણકારી મેળવી ને સંદેશ એ આ વિશે પોતાની ફૅમિલી માં વાત કરી. શરૂઆત માં એમના પિતા અને કાકા જ એમની વિરુદ્ધ હતા. પરંતુ સંદેશ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. છેલ્લે એમની જીદ અને લગન જોઈ ને ઘર વાળા ઓ એ એમની વાત માની લીધી. એના પછી એમણે રાજસ્થાન ના પાલી શેહેર થી 40 રૂપિયા ના હિસાબ થી 1 . 20 લાખ રૂપિયા ના 3 હજાર છોડ ખરીધ્યા. અને આ છોડ ને એમણે એમની અળધા એકર જમીન માં વાવ્યા. સંદેશ એ અમેરિકા ના કેટલાક ખાસ વિસ્તાર માં અને ઈન્ડિયા ના કાશ્મીર ઘાટી માં કરવા માં આવતી કેસર ની ખેતી ને જલગાંવ ના કેટલાક વિસ્તાર માં કરવા નો કારનામો બતાવ્યો છે.

બીજા ખેડૂતો પણ લઈ રહ્યા છે રસ

સંદેશ પાટિલ એ પોતાના ખેતર માં જૈવિક ખાતર નો વપરાશ કર્યો. મે 2016 માં સંદેશ એ 15.5 કિલો કેસર નું પ્રોડક્શન કર્યું. આ ફસલ નું એમણે 40 હજાર રૂપિયા કિલો ના હિસાબે રકમ મળી આ રીતે ટોટલ 6.20 લાખ રૂપિયા ની પેદાશ થઈ. છોડ,વાવણી,કાપણી અને ખાતર નું કુલ 1.60 લાખ ની કિંમત ઘટાડી ને એમણે પાંચ મહિના માં 5.40 લાખ રૂપિયા નું નેટ પ્રોફિટ કમાયું. મુશ્કેલ સ્થિતિ માં પણ સંદેશ એ આ અશક્ય લાગવા વાળા કામ ને પૂરું પાડ્યું છે. જિલ્લા ના કેન્હાલા,રાવેર,નિભોંરા,અમલનેર,અંતુર્કી,એમપી ના પલાસુર ગામ ના 10 ખેડૂતો એ સંદેશ પાટિલ ના કામ થી મોટીવેટ થઈ ને કેસર ની ખેતી કરવાનું નક્કી કર્યું છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.