in

વર્ષો પછી છલક્યુ મલાઈકા અરોરા નું દુઃખ, કીધું – ‘એ દિવસો માં મારા શ્યામ રંગ ને લઈને. . . .’

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસો માં પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈ ને હેડલાઇન્સ માં છે. આ બાબત માં તેમણે એક ચોંકાવી નાખવા વાળો ખુલાસો કર્યો, જેનાથી બોલિવૂડ ની દુનિયા નો ખરાબ ચહેરો સામે આવી ગયો. વાસ્તવ માં, મલાઈકા અરોરા પોતાના કરિયર માં સ્ટ્રગલ ના સમય ને યાદ કરતાં ઘણી બધી વાતચીત કરી. એ સમયે તેમણે બોલિવૂડ ના એક ખરાબ ચહેરા ના વિશે બતાવ્યું, જેનાથી એમને લડવું પડ્યું હતું. એ સમય ને યાદ કરતાં મલાઈકા અરોરા ની આંખો માં આંસુ આવી ગયા.

Advertisements

બોલિવૂડ માં એક થી ચઢિયાતા એક આઈટમ સોંગ કરવાવાળી મલાઈકા અરોરા હવે ફિલ્મો થી દૂર હોય, પરંતુ એમના ગીતો અને એમના ચર્ચા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ભલે પછી વાત છૈયા છૈયા ની હોય કે પછી મુન્ની બદનામ ની હોય, દરેક ગીત માં એમણે જબરદસ્ત ડાન્સ કર્યો. એવો ડાન્સ કરે છે કે લોકો એમની સાથે ઝૂમવા માટે મજબૂર થઈ જાય છે. આવો જ ડાન્સ એમણે અનારકલી ડિસ્કો ચલી મા પણ કર્યો હતો, જેને જોઇ બધા નાચવા લાગ્યા હતા. અહીંયા અમે મલાઇકા દ્વારા થયેલા ખુલાસા વિશે વાત કરી રહ્યા છે.

શરૂઆત માં ઉઠાવ્યું હતું દુઃખ – મલાઈકા અરોરા

મલાઈકા અરોરા એ બતાવ્યું કે જ્યારે ઇન્ડસ્ટ્રી માં પગ મુક્યો એમણે ઘણા બધા દુઃખ ઉઠાવવા પડ્યા, તેમાંથી એક શ્યામ રંગ હતો. હા તો, મલાઈકા અરોરા એ બતાવ્યું કે શ્યામ રંગ ના કારણે એમને ઘણું સહન કરવું પડ્યું. આવા માં એમણે એકદમ છેલ્લે પસંદ કરવા માં આવતું હતું. મલાઈકા અરોરા એ આગળ કીધું કે એ સમયે ઈન્ડસ્ટ્રી માં કાળા અને ગોરા નું ચલણ હતું, જેના કારણે મારો કાળો રંગ મારા ઉપર ભારી પડી રહ્યો હતો અને મને લાંબા સમય સુધી કામ નહોતું મળ્યું, પરંતુ હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે.

Advertisements

આઈટમ ડાન્સ થી ફેમસ થઈ મલાઈકા અરોરા

મલાઈકા અરોરા ને દરેક જાણતું અથવા ઓળખતું હશે, પરંતુ એક સમય એવો હતો, જ્યારે એમણે પોતાનું નામ બનાવવા માટે ઘણી મહેનત કરી. બતાવી દઈએ કે ‘ છૈયા છૈયા’, ‘ગુડ નાલ ઈશ્ક મીઠા’, ‘માહી વે’, ‘કાલ ધમાલ’ અને ‘મુન્ની બદનામ હુઇ’ જેવા આઈટમ નંબર થી મલાઈકા અરોરા બોલિવૂડ માં ફેમસ છે, દરેક ના મોઢા ઉપર એમનું નામ હતું. અત્યારે પણ મલાઈકા અરોરા પોતાના ફોટા થી લોકો ના દિલ પર રાજ કરે છે અને દરેક લગ્ન માં એમનું ગીત જરૂર વાગે છે, જેના ઉપર લોકો એમની જેમ ડાન્સ કરવા ના પ્રયત્ન કરે છે.

અર્જુન ની સાથે સંબંધ પર આપ્યું આ નિવેદન

આ દિવસો માં મલાઈકા અરોરા અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે, જેમની સાથે એમણે પોતાના ડ્રીમ મેરેજ નો પણ ખુલાસો કર્યો છે. સાથે જ એમણે કીધું કે અમે બંને એકબીજા ને ઘણી સારી રીતે સમજીએ છીએ અને એકબીજા ની સાથે ખુશ છીએ, તો આમાં અમારે આ સંબંધ ને કોઈ નામ આપવા ની જરૂર નથી. અર્થ છે કે પાછલા દિવસો માં બંને ના લગ્ન ની ખબરો ઝડપ થી વાયરલ થઇ રહી છે, જેને બંને એ નકારી દીધી છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

પરિવાર ની ઈચ્છા ની વિરુદ્ધ આ 7 સ્ટાર્સે ઘરે થી ભાગી ને કર્યા હતા લગ્ન

બસંતી થી ઘણો પ્રેમ કરતા હતા શોલે ના ઠાકુર, આ કારણ થી એકલા વિતાવ્યુ આખું જીવન