in ,

મકરસંક્રાંતિનો ઇતિહાસ અને માન્યતાઓ, જાણો કેમ ઉજવવામાં આવે છે આ પર્વ?

દેશભરમાં મકરસંક્રાંતિનો પર્વ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનું જે રીતે વૈજ્ઞાનિક મહત્વ છે સાથે જ આ પર્વ ઉજવવા પાછળ ધાર્મિક માન્યતાઓ પણ રહેલી છે. પૌરાણિક કથાઓ પણ આ પર્વ ઉજવવા પાછળ એક કારણ છે. માન્યતાઓ પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે ગંગા નદીનું ધરતી પર અવતરણ થયું હતું. એ જ કારણ છે કે આ દિવસે ‘ગંગા’ નદીમાં સ્નાન કરવાનું ખુબ જ વધુ મહત્વ માનવામાં આવે છે. આવો જાણીએ મકરસંક્રાંતિથી જોડાયેલી કેટલીક એવી જ માન્યતાઓ અને મહત્વ વિષે.

આ પર્વ ભારતીય જ્યોતિષ પ્રમાણે પિતા સૂર્ય અને પુત્ર શનિની મુલાકાતના રૂપે પણ મનાવવામાં આવે છે. જ્યોતિષીય ગણના પ્રમાણે ગુરુની રાશિ ધનુમાં વિચરવાવાળા સૂર્ય ગ્રહ જયારે મકર એટલે કે શનિદેવની રાશિમાં પ્રવેશ કરે છે તો માનવામાં આવે છે કે આ દિવસ ભગવાન સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા ખુદ એમના ઘરે જાય છે. એ જ કારણ છે કે આ ખાસ દિવસને મકરસંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે.

બીજી માન્યતા પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે જ ગંગાજી ભાગીરથની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી થઈને સાગરમાં જઈને મળી હતી. કહેવામાં આવે છે કે ગંગાને ધરતી પર લાવવાવાળા ભગીરથે પોતાના પૂર્વજો માટે આ ખાસ દિવસે તર્પણ કર્યું હતું. એમનું તર્પણ સ્વીકાર કર્યા પછી આ દિવસે ગંગા સમુદ્રમાં જઈને મળી ગઈ હતી. એ જ કારણ છે કે મકરસંક્રાંતિ પર ગંગા સાગરમાં મેળો લાગે છે.

મહાભારતના ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ ત્યાગવા માટે, સૂર્યના મકર રાશિમાં આવવાની રાહ જોઈ હતી. સૂર્યના ઉત્તરાયણના સમયે દેહત્યાગ કરવા અથવા મૃત્યુને પ્રાપ્ત થતી આત્માઓ કેટલાક સમય માટે ‘દેવલોક’ માં જાય છે. જેનાથી આત્માને ‘પુનર્જન્મ’ના ચક્રથી છુટકારો મળી જાય છે અને એને ‘મોક્ષ’ પ્રાપ્તિ પણ કહેવામાં આવે છે. એટલે આ પર્વને મનાવવા પાછળ આ માન્યતા પણ છે.

કહેવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરતા સમયે બધા અસુરોના માથાને મંદાર પર્વતની નીચે દબાવી દીધા હતા. આ રીતે આ દિવસ બુરાઈ અને નકારાત્મકતાના અંતનો દિવસ પણ માનવામાં આવે છે.

માતા યશોદાએ જયારે કૃષ્ણ જન્મ માટે વ્રત રાખ્યું હતું ત્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણ કાળમાં પદાર્પણ કરી રહ્યા હતા અને એ દિવસ મંકરસંક્રાંતિનો દિવસ હતો. માનવામાં આવે છે કે એ જ દિવસથી મકરસંક્રાંતિના વ્રતને રાખવાનું પ્રચલન પણ શરુ થયું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

રમત રમતમાં બાળકોને શીખવો આ 3 યોગાસન, સમગ્ર જીવન રહેશે સ્વસ્થ

મહાદેવ ની આ 6 રાશિઓ ઉપર રહેશે વિશેષ કૃપા, નોકરી ના ક્ષેત્ર માં મળશે શુભ સમાચાર