મઝા પડશે !!

Please log in or register to like posts.
News

દિલ પણ તારું
મરજી પણ તારી
પણ એક વાત કહું ….
તને મઝા પડશે

એક સોમવારે
કામ કાજ માંડી વાળી ને
બેફામ રખડ….
સાચ્ચું કહું મઝા પડશે

બધા રચ્યા પચ્યા હશે કામ માં
તને કોઈ નહિ નડશે ….
સાચું કહું મઝા પડશે

મોબાઇલ બાજુએ મૂકી ને
હરજે ફરજે
બહુ ફરક પડશે ….
સાચું કહું મઝા પડશે

ખુલ્લી હથેલીયો પર
વરસાદી પોરાં ઝીલજે ં
હૈય્યે ઠંડક પડશે ….
સાચું કહું મઝા પડશે

નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી
તને બાળપન જડશે …..
સાચું કહું મઝા પડશે

પેહલાં પણ જીવતા હતા
એવું વર્ષો પછી ખબર પડશે ….
સાચું કહું મઝા પડશે

બહુ બહુ તો શું થશે
એક રજા પડશે
પણ સાચું કહું …….
મઝા પડશે !!

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.