in , ,

આ મહાશિવરાત્રી શિવ પૂજા પહેલા આ રીતે કરો મહાદેવનો શ્રુંગાર, મળશે ઘણા લાભ

મહાશિવરાત્રી શિવભક્તો માટે સૌથી મોટો પર્વ હોય છે. આ દિવસે પુરા વિધિવિધાનથી મહાદેવની આરાધના કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ 21 ફેબ્રુઆરીના આવી રહ્યો છે. આ દિવસે શિવ મંદિરોમાં ભક્તોની ભારી ભીડ જોવા મળે છે. આ પાવન દિવસે ભોળેનાથની આરાધનાથી પૂર્ણ મહાદેવનો શ્રુંગાર કરવો જોઈએ.

વાત જયારે શ્રુંગારની થાય છે તો મહિલાઓનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. પણ અત્યારે વાત મહિલાઓની ફેશનની નહિ પણ દેવોના દેવ મહાદેવની થઇ રહી છે. લોકો ઘણીવાર મહિલાઓના 16 શ્રુંગાર વિષે વાત કરે છે પણ બહુ ઓછા લોકો ભગવાન શિવના 9 શ્રુંગાર વિષે જાણતા હશે. આવો જાણીએ આખરે કયા એવા 9 શ્રુંગાર છે જે ભસ્મધારી મહાકાળને કરવા ખુબ જ પસંદ છે.

માનવામાં આવે છે કે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની મનોકામના જલ્દી જ પુરી થઇ જાય છે. ભોળેનાથ પોતાના ભક્તોને કષ્ટમાં નથી દેખી શકતા. એવામાં શિવ ભક્તોએ ભોળેનાથને મનાવવા માટે એના 9 રત્નોની મદદ લેવી જોઈએ. આવો જાણીએ શું છે એ 9 રત્ન.
ભગવાન શિવના 9 રત્નોના નામ છે – પગમાં કડાં , મૃગછાલા , રુદ્રાક્ષ , નાગદેવતા , ખપ્પર , ડમરુ , ત્રિશુલ , માથે ગંગા અને ચંદ્રમા. કહેવામાં આવે છે કે ભોળેનાથના આ બધા અલગ અલગ નવ રત્નોનું પોતાનું એક અલગ મહત્વ છે.

ભગવાન શિવના દરેક રત્નની સાથે એમની પૂજા કરવાથી વ્યક્તિને એનો અલગ લાભ મળે છે. માથે ચંદ્રમા ધારણ કરવાવાળા શિવજીની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં અનુકૂળ ગ્રહોની દિશા મજબૂત થાય છે. એના માટે શિવજીનું દૂધથી અભિષેક કરવું જોઈએ.

ગંગાધારી શિવની પ્રતિમાની પૂજા કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. કહેવામાં આવે છે કે એવું કરવાથી વિદ્યા, બુદ્ધિ અને કળામાં વૃદ્ધિ થાય છે. કહેવામાં આવે છે કે ભસ્મધારી શિવની પૂજા કરવાથી ફક્ત સુખની પ્રાપ્તિ થાય છે એટલું જ નહિ પણ વ્યક્તિ પોતાના દુશ્મનો પર પણ વિજય પ્રાપ્ત કરી શકે છે. એ સિવાય ત્રિશુલ ધારણ કરવાવાળા શિવની આરાધના કરવાથી વિવાહમાં આવતી બધી સમસ્યાઓ દૂર થાય છે.

ડમરુ ધારણ કરનારા શિવની પૂજા કરવાથી વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે. જયારે સર્પધારી શિવની પૂજા કરવાથી રાજનૈતિક સફળતા મળવી નક્કી માનવામાં આવે છે. માન્યતાઓનું માનીયે તો રુદ્રાક્ષ ધારણ કરનારા ભોલેનાથની પૂજા કરવામાં આવે તો એ જલ્દી પ્રસન્ન થઈને ઈચ્છા પુરી કરે છે તો કમંડધારી શિવની પૂજા કરવાથી વ્યક્તિનું માનસમ્માન વધે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

વજન ઘટાડવા માટે રામબાણ ઉપાય છે ગાજરનું જ્યુસ, નિયમિત સેવનથી વધશે આંખોની રોશની

હિરોઈન તારા સુતરીયા એ ફરી એકવખત સોશ્યલ મીડિયા પર લગાવી દીધી આગ, જોઈ લો ફોટો