in , ,

જયારે શિવજીની જાન જોઈને ડરી ગયા માં પાર્વતી, તો ઘરવાળાઓએ લગ્ન કરવાની પાડી દીધી ના

મહાશિવરાત્રીનો પર્વ દેવોના દેવ મહાદેવ અને માં પાર્વતીને સમર્પિત છે. આ દિવસ શિવભક્ત ભોળેનાથની આરાધનામાં વ્રત રાખીને એમની ઉપાસના કરવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે, એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે જ ભગવાન શિવ અને માં પાર્વતીના લગ્ન થયા હતા. આ સંબંધમાં શાસ્ત્રોમાં એકદમ રસપ્રદ કથા છે , જે આ પ્રકારે છે.

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે દેવી પાર્વતી ભગવાન શિવ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી અને બધા દેવી દેવતાઓ પણ એ ઇચ્છતા હતા કે પર્વત રાજકન્યા પાર્વતીના લગ્ન શિવજી સાથે થઇ જાય. દેવતાઓએ દેવી પાર્વતી જોડે લગ્નનો પ્રસ્તાવ લઈને કંદર્પને ભગવાન શિવ પાસે મોકલ્યો, જેને શિવજીએ ઠુકરાવી દીધો અને પોતાની ત્રીજી આંખથી ભસ્મ કરી દીધો.

દેવી પાર્વતીએ તો ભોળેનાથને મનમાં જ પોતાના પતિ તરીકે માની લીધા હતા. પાર્વતીએ શિવને પોતાના પતિ બનાવવા માટે કઠોર તપસ્યા શરુ કરી. એમની તપસ્યાથી બધે જ હાહાકાર મચી ગયો. મોટા મોટા પર્વતોના પાયા પણ ડગમગવા લાગ્યા. ત્યારે શિવે પોતાની આંખ ખોલી અને પાર્વતીને કહ્યું કે એ કોઈ રાજકુમાર સાથે લગ્ન કરી લે કારણકે એમની સાથે રહેવું સરળ નથી.

પણ પાર્વતીએ કહ્યું કે જો એ લગ્ન કરશે તો ફક્ત શિવ સાથે જ કરશે. પાર્વતીનો પ્રેમ જોઈને શિવ એમની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયા. શિવ જયારે પાર્વતીથી જોડે લગ્ન કરવા ગયા તો એમની સાથે ભૂતપ્રેત અને આત્માઓ પણ સાથે જ ગઈ.

જયારે શિવજીની અનોખી જાન પાર્વતીને ઘરે પહોંચી તો બધા જ દેવી દેવતાઓ હેરાન થઇ ગયા. માં પાર્વતી પણ ભોળેનાથની જાન જોઈને ડરી ગઈ. શિવને આ વિચિત્ર રૂપમાં પાર્વતીની માતા સ્વીકાર ના કરી શકી અને એમણે પોતાની દીકરીનો હાથ આપવાની ના પાડી દીધી.

તો આવી સ્થિતિ બગડતી જોઈને માં પાર્વતીએ શિવને પ્રાર્થના કરી કે એ એમના રીતિરીવાજો પ્રમાણે તૈયાર થઈને આવે. શિવજીએ એમની પ્રાર્થના સ્વીકાર કરી અને બધા દેવતાઓને ફરમાન આપ્યું કે એ એમને સુંદર રીતે તૈયાર કરે. એ સાંભળીને બધા દેવતાઓ એમાં લાગી ગયા અને એમને તૈયાર કરવામાં વ્યસ્ત થઇ ગયા.

શિવને દ્રૈવીય જળમાં નવડાવવામાં આવ્યા અને શેષામ ફૂલોથી સજાવવામાં આવ્યા. જયારે શિવ આ દિવ્ય રૂપમાં પહોંચ્યા તો પાર્વતીની માં એ એમને તરત જ સ્વીકારી લીધા અને બ્રહ્માજીની ઉપસ્થિતિમાં વિવાહ સમારોહ આરંભ થઇ ગયો. માં પાર્વતી અને ભોળેનાથે એક બીજાને વરમાળા પહેરાવી અને આ વિવાહ સંપન્ન થયા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

આ મહિલાએ એક વર્ષથી નથી પીધું પાણી, શરીરમાં થયા હેરાન કરી દેનારા બદલાવ

કોર્ટની અવગણના કરનાર પાસ નેતા હાર્દિક પટેલની ગમે તે વખતે થઇ શકે છે ધરપકડ