in

આ ગામમાં એકેય બાળકનો જન્મ થયો નથી , કોઈની કબર પણ નથી !!!

ગામની વસ્તી 5000 

દુનિયામાં કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જે અંધવિશ્વાસ અને ત્યાંના કેટલાક એવા વિચિત્ર રિવાજોના લીધે ઘણી જ ચર્ચામાં છે. દક્ષિણ ઘાનામાં એક એવું જ ગામ આવેલું છે ‘માફી દોવે’. આ ગામમાં વસ્તી 5000 ની છે. અને અહીંયાની ખાસ વાત એ છે કે આ ગામમાં આજની તારીખ સુધી કોઈ બાળકનો જન્મ જ થયો નથી કે ત્યાં કોઈની કબર પણ નથી. ફક્ત એજ નહિ પણ આ ગામમાં એકેય પશુ-પક્ષી પણ છે જ નહિ.

પ્રસૂતિ થવાની હોય એની પહેલા મહિલાને લઇ હવાય છે ગામની બહાર

ઘાનામાં એવા કેટલાક સમુદાય વસે છે, અને એમના નિયમો થોડા વિચિત્ર છે પણ આ માફી દોવે ગામ તો સાવ જ અનોખું છું. આ ગામના લોકોમાં એવી માન્યતા રહેલી છે કે, જો આ ગામમાં કોઈ બાળકનો જન્મ થશે તો ભગવાન ખુબજ ક્રોધિત થશે અને આ ગામને શ્રાપ આપશે માટે જ આ ગામમાં જ્યારે પણ કોઈ મહિલા સગર્ભા થાય તો પ્રસૂતિ આવાની હોય એ પહેલા તે મહિલાને બીજા કોઈ નજીકના ગામમાં લઈ જાય છે.

ગામમાં પશુ-પક્ષીઓ પણ છે ઓછા 

આ ગામમાં 3 એવા નિયમો છે કે જેને ગામના લોકો ચોક્કસથી પાલન કરે છે. માફી દોવે ગામમાં કોઈ જગ્યાએ તમને નાના-મોટા પશુ-પક્ષી દેખવા જ નહિ મળે. હા, તમે આકાશમાં જોશો તો જંગલી પક્ષીઓ ઉડતાં તમને દેખાશે. જો આ ગામવાસીઓને પશુનું માસ ખાવાની ઈચ્છા થાય ત્યારે બાજુના ગામમાં જાય છે અને ત્યાંથી લઇ આવીને ખાઈ શકે છે પણ એમણે એ જ દિવસે પશુની બલિ ચઢાવીને પછી એનું ભોજન કરવું પડે છે. આ ગામમાં કોઈ પણ વ્યક્તિ પશુ નથી પાળી શકતું.તમને નવાઈ લાગશે પણ આ ગામમાં એક પણ કબર નથી. તો જો અહીંયા કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો અંતિમ સંસ્કાર ગામની બહાર લઇ જઈને કરવામાં આવે છે.

કેટલીક વાર ગર્ભવતી મહિલા મુકાય છે જીવના જોખમમાં 

ગામની કોઈ પણ ગર્ભવતી મહિલાને પ્રસૂતિ આવવાની હોય તો એના 1-2 મહિના પહેલા જ એને બીજે ગામ લઈ જાય છે અને કેટલીક વાર એવું પણ થાય છે કે મહિલાને બીજે ગામ લઈ જતા હોય અને ત્યારે રસ્તામાં જ ડિલિવરી થઇ ગઈ હોય. કેટલીક વાર આ જોખમી પણ હોય છે. પણ આ ગામના લોકો એને ઈશ્વરની મરજી તરીકે સ્વીકારી લે છે.

…ત્યારે થઈ હતી આકાશવાણી

એવું કહેવામાં આવે છે કે , માફી દોવે ગામના સંસ્થાપક તોગબે ગ્બેવફિયા અકિતિ (Togbe Gbewofia Akiti) એક શિકારી હતા. તોગબે જયારે સૌથી પહેલી વખત જ આ જગ્યાએ આવ્યા તો એક આકાશવાણી થઈ હતી.એમને આકાશમાંથી એક દિવ્ય અવાજ સંભળાય છે અને એ અવાજે એવું કહ્યું, આ એક પવિત્ર અને શાંત જગ્યા છે. પણ જો તમારે અહીંયા વસવું હોય તો ત્રણ નિયમોનું પાલન ચોક્કસથી કરવું પડશે. અહીંયા ક્યારેય પશુપાલન ના કરવું, ક્યાંય પણ એકેય કબર ના ખોદવી અને કોઈ બાળકનો જન્મ અહીંયા ના થવો જોઈએ.

ગામમાં કોઈ દિવસ ના ઝઘડો કે અપરાધ

ગામમાં રહેતા વડીલે જણાવ્યું છે કે, આ માન્યતાના લીધે ગામમાં કોઈ દિવસ ઝઘડો, અપરાધ થતો નથી.આ માન્યતાઓને અહીંયાના લોકોએ વરદાન તરીકે સ્વીકારી લીધી છે. જયારે પણ ગામમાં કોઈ વ્યક્તિનું નિધન થાય છે તો એના પાર્થિવ શરીરને તાત્કાલિક બીજા ગામમાં લોકો લઈ જાય છે અને માત્ર એટલું જ નહિ પણ એવી ખબર પડે કે કોઈ વ્યક્તિની તબિયત વધારે ખરાબ થઇ ગઈ છે તો એની છેલ્લી ઘડી આવે એની પહેલા જ એને બીજા સ્થળે ખસેડી દેવાય છે.

મહિલાઓના કારણે આવ્યા પરિવર્તન

પણ હવે એવું બન્યું છે કે છેલ્લા થોડા વર્ષોમાં અહીંયાની મહિલાઓએ પ્રસૂતિના નિયમ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. અહીંયા રહેતી મહિલાઓએ પોતાના ગામમાં જ પ્રસૂતિની છૂટ મળે એવી માગણી કરી છે. પણ અહીંયાના ગામના વડીલોએ આ માગણીને પણ ફગાવી દીધી છે. પણ વધારે વિરોધ થવાથી સ્થાનિકો ગામની બહારની સીમા પર નાનકડી હોસ્પિટલ જેવું માળખું બનાવવા માટે તૈયાર થયા છે અને નજીકમાં સ્ત્રીઓની પ્રસૂતિ કરાવી શકાય.

ટિપ્પણી

જો તમને સોપારી ખાવાની ટેવ છે , તો જાણી લો આ કેટલું સાબિત થઇ શકે છે જીવલેણ

જો કેન્સરથી બચવું છે તો રાખો 6 વાતોનું ધ્યાન , નહીતો આવશે ખરાબ પરિણામ !!!