in

મધુબાલા 14 વર્ષની ઉંમરમાં બની ગઈ હતી હિરોઈન, હૃદયમાં કાણાંએ લઇ લીધો જીવ

મધુબાલાની આજે 87મી જન્મજયંતિ છે. મધુબાલાની ફિલ્મ ‘મુગલ એ આઝમ’ ના અનારકલીના રોલે એમની દીવાનગીને સાતમા આસમાને દીધી હતી. મધુબાલાને બૉલીવુડની મર્લિન મુનરો પણ કહેવામાં આવે છે.

મધુબાલાનો જન્મ 14 ફેબ્રુઆરી 1933 ના દિલ્લીમાં થયો હતો. 14  ફેબ્રુઆરીના દિવસે જ દેશ દુનિયામાં વેલેન્ટાઈનની ઉજવણી કરવામાં આવે છે અને એ જ દિવસે એનો જન્મ થયો હતો. મધુબાલાના બાળપણનું નામ મુમતાઝ ઝહાં દેહલવી હતું. એમના પિતાનું નામ અતાઉલ્લાહ અને માતાનું નામ આયશા બેગમ હતું. શરૂઆતના દિવસોમાં એમના પિતા પેશાવરની એક તંબાકુના કારખાનામાં કામ કરતા હતા. ત્યાંથી નોકરી છોડીને એમના પિતા દિલ્લી, અને ત્યાંથી મુંબઈ આવી ગયા અને ત્યાં મધુબાલાનો જન્મ થયો.

14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન્સ ડે ના દિવસે જન્મેલી મધુબાલા વિષે ખાસ વાતો :

1. વેલેન્ટાઈન્સ ડે ના જન્મેલી મધુબાલાના દરેક અંદાજમાં પ્રેમ છલકતો હતો. એમનામાં બાળપણથી જ સિનેમામાં કામ કરવાની ઈચ્છા હતી. મુમતાઝે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1942 ની ફિલ્મ ‘બસંત’ થી કરી હતી.

2. મધુબાલાના અભિનયને જોઈને એ સમયની જાણીતી અભિનેત્રી દેવિકા રાની ઘણી પ્રભાવિત થઇ અને મુમતાઝ ઝેહાન દેહલવીએ પોતાનું નામ બદલીને ‘મધુબાલા’ નું નામ રાખવાની સલાહ આપી.

3. 1947 માં આવેલી ફિલ્મ ‘નીલ કમાલ’ એ મુમતાઝના નામથી તેમની છેલ્લી ફિલ્મ હતી. એ પછી તે મધુબાલા તરીકે ઓળખાવા લાગી. આ ફિલ્મમાં ફક્ત ચૌદ વર્ષની મધુબાલાએ રાજ કપૂર સાથે કામ કર્યું હતું.

4. ‘નીલ કમલ’માં અભિનય કર્યા પછી, મુધાબાલા સિનેમાની ‘સૌંદર્ય દેવી’ કહેવાવા  લાગી. એના બે વર્ષ પછી, મધુબાલાએ બોમ્બે ટોકીઝ ફિલ્મ ‘મહેલ’માં અભિનય કર્યો હતો અને ફિલ્મની સફળતા પછી એણે પાછળ વળીને જોયું જ નહીં.

5. મધુબાલાએ એ સમયના સફળ કલાકારો, જેમ કે અશોક કુમાર, રહેમાન, દિલીપકુમાર અને દેવાનંદ સાથે કામ કર્યું હતું. વર્ષ 1950 ના દાયકા પછી તેની કેટલીક ફિલ્મો નિષ્ફળ પણ ગઈ. નિષ્ફળતાના સમયે ટીકાકારો કહેતા હતા કે મધુબાલામાં પ્રતિભા નથી, પરંતુ તેની સુંદરતાને કારણે તેની ફિલ્મો હિટ થઇ છે.

6. આ બધું થવા છતાં, મધુબાલા કદી નિરાશ ના થઈ. અનેક ફિલ્મો ફ્લોપ થયા પછી તેણે 1958 માં એક વાર ફરી તેમની પ્રતિભા સાબિત કરી અને તે જ વર્ષે તેણે ભારતીય ફેમસ ફિલ્મને ‘ફાગુન’, ‘હાવડા બ્રિજ’, ‘કલા પાની’ અને ‘ચાલતી કા નામ ગાડી’ જેવી સુપરહિટ ફિલ્મો આપી.

7. 1960 ના દાયકામાં મધુબાલા એક ભયંકર રોગનો ભોગ બની. લગ્ન પછી તે આ રોગની સારવાર માટે લંડન ગઈ હતી. લંડનના ડોક્ટરે મધુબાલાને જોઈને જ કહ્યું કે તે બે વર્ષથી વધુ નહીં જીવી શકે.

8. તપાસમાં જાણવા મળ્યું હતું કે મધુબાલાના હૃદયમાં છિદ્ર છે અને તેના કારણે તેના શરીરમાં લોહીનું પ્રમાણ વધી રહ્યું હતું. ડોક્ટરો પણ આ રોગની સામે હાર માની ગયા અને કહ્યું હતું કે ઓપરેશન પછી પણ તે લાંબા સમય સુધી જીવી શકશે નહીં. આ સમય દરમિયાન તેણે અભિનય છોડી દીધો હતો.

9. 1969 માં મધુબાલાએ ‘ફર્જ’ અને ‘ઇશ્ક’ ફિલ્મ્સનું દિગ્દર્શન કરવા ઇચ્છયું, પરંતુ એ ફિલ્મ જ ના બની અને તે જ વર્ષે 23 ફેબ્રુઆરી, 1969 ના રોજ, બેપનાહ હુસ્નની મલ્લિકા 36 મો જન્મદિવસ ઉજવ્યાના નવ દિવસ પછી જ દુનિયા છોડીને ચાલી ગઈ.

10. મધુબાલાએ લગભગ 70 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે ‘બસંત’, ‘ફુલવારી’, ‘નીલ કમલ’, ‘પરાઈ આગ’, ‘અમર પ્રેમ’, ‘મહલ’, ‘ઇમ્તિહાન’, ‘અપરાધી’, ‘મધુબાલા’, ‘બાદલ’, ‘ગેટવે ઓફ ઈન્ડિયા’, ‘જાલી નોટ’, ‘શરાબી’ અને ‘જ્વાલા’ જેવી ફિલ્મોમાં અભિનયથી દર્શકોને પોતાના અભિનયથી કાયલ કરી દીધા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

મધુબાલા સહીત આ અભિનેત્રીઓએ બદલ્યા સિનેમાના અર્થ, સુંદરતા અને એક્ટિંગથી જીત્યું ચાહકોનું દિલ

ગઢકુંડાર કિલ્લો : 2000 વર્ષ જૂનો આ રહસ્યમયી કિલ્લો, જેમાં એક આખી જાન થઈ ગઈ હતી ગાયબ