in

મધુબાલા સહીત આ અભિનેત્રીઓએ બદલ્યા સિનેમાના અર્થ, સુંદરતા અને એક્ટિંગથી જીત્યું ચાહકોનું દિલ

હિન્દી સિનેમામાં દેવિકા રાણીથી લઈને સ્મિતા પાટીલ સુધી શાનદાર અભિનેત્રીઓ જોવા મળી છે પણ કેટલીક અભિનેત્રીઓ એવી હતી જેમણે ભારતીય સિનેમાને એક નવા જ મુકામે પહોંચાડ્યું. એમાં એક મધુબાલા પણ હતી. વેલેન્ટાઈન ડે ના દિવસે જન્મેલી મધુબાલા જેટલી સુંદર હતી , એ એક્ટિંગ પણ એટલી જ સુંદરતાથી કરતી હતી. આવો આજે અમે જણાવીએ સિનેમાની એ અભિનેત્રીઓ વિષે જેમણે ખાલી પોતાના દમ પર ફિલ્મો હિટ કરાઈ પણ ભારતીય સિનેમાનો ચહેરો અને અર્થ પણ બદલી દીધો.

મીના કુમારી :

બેહતરીન અભિનેત્રી મીના કુમારીનો જાદુ ભારતીય સિનેમા જગત પર 32 વર્ષો સુધી છવાયેલો રહ્યો. આંખોમાં રહેલા દર્દે એને ટ્રેજેડી કવીનનો ખિતાબ અપાવ્યો તો અભિનયની ઊંચાઈના દમ પર એ કહેવાઈ ભારતીય ફિલ્મોની પાકીઝા. જયારે જયારે ભારિતય ફિલ્મોનો ઇતિહાસ લખવામાં આવશે,’પાકીઝા’નો ઉલ્લેખ ચોક્કસ થશે. આ ફિલ્મોમાં યોગદાન રાજકુમાર સાહેબનું પણ છે , અશોક કુમારનું પણ છે અને નાદીરાનું પણ છે , પરંતુ એક નામ હંમેશા જીવંત રહેશે એ મીનાકુમારીનું.

નરગિસ :

લગભગ 4 દશક સુધી હિન્દી સિનેમાને આવારા, શ્રી 420, બરસાત, દીદાર, ચોરી ચોરી અને મદર ઇન્ડિયા જેવી એકથી એક ચઢિયાતી ફિલ્મો આપનારી નરગિસ દત્તે ફક્ત 14 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. મદર ઇન્ડિયામાં નરગિસ દ્વારા નિભાવવામાં આવેલ રોલ એટલો પ્રખ્યાત થયો હતો કે ફિલ્મને ઑસ્કરમાં સ્થાન મળ્યું. નરગિસે ફિલ્મમાં એક ઘરડી મહિલા રાધાનો રોલ કર્યો હતો પણ એ સમયે માત્ર 28 વર્ષની જ હતી. નરગિસે પોતાના દરેક રોલને એક નવું પરિમાણ આપ્યું અને પોતાના દમ પર ફિલ્મો હિટ કરાવી.

નૂતન :

સુજાતા, પેઈંગ ગેસ્ટ, સીમા બંદિની, સરસ્વતી ચંદ્ર, મિલન અને મેં તુલસી તેરે આંગન કી જેવી ફિલ્મોમાં સુંદર અભિનય કરનારી અભિનેત્રી નૂતનનું નામ આજે પણ ભારતીય સિનેમાની બહેતરીન અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. નૂતને પોતાના સિનેમા કરિયરમાં ઘણી ગંભીર ફિલ્મો કરી. નૂતન બૉલીવુડનો એવો નગીનો છે , જેની ચમકથી આજે પણ ફિલ્મ જગત રોશન છે. નૂતને ઘણા ફિલ્મફેયર એવોર્ડ જીત્યા. વર્ષ 1974 ભારતીય સિનેમામાં યોગદાન માટે એમને પદ્મ શ્રી થી પણ નવાજવામાં આવી.

મધુબાલા :

હિન્દીએ સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં શામેલ મધુબાલાએ માત્ર 66 ફિલ્મો કરી પણ મધુબાલાએ એમાંથી એવું સ્થાન પ્રાપ્ત કર્યું જે એમને હંમેશા માટે અમર કરી ગયું. 1969 ના હૃદયની એક બીમારીને કારણે માત્ર 36 વર્ષની ઉંમરમાં હિન્દી ફિલ્મોની આ ખુબ જ સુંદર અભિનેત્રીએ દુનિયાંને અલવિદા કરી દીધું. એ સાચું છે કે ભારતીય સિનેમાએ ભલે એક થી એક સુંદર અને સારી અભિનેત્રીઓ આપી હોય પણ મધુબાલા જેવી દિલકશ અભિનેત્રી બીજી કોઈ નથી. વાત સૌંદર્યની હોય કે અભિનયની મધુબાલાનો આજે પણ કોઈ તોળ નથી.

श्रीदेवी

શ્રીદેવી :

શ્રીદેવીએ પોતાની દિલકશ અદાઓ અને નટખટ અંદાજથી બધાના દિલમાં એક ખાસ જગ્યા બનાવી. વર્ષ 1983 માં આવેલી ફિલ્મ ‘સદમા’ થી શ્રીદેવીને બોલીવુડમાં ઓળખ મળી. શ્રીદેવીની સફળતાની પાછળ હિમ્મતવાલા ફિલ્મનો સૌથી મોટો હાથ છે. વર્ષ 1997 માં ફિલ્મ ‘જુદાઈ’ પછીથી શ્રીદેવી 15 વર્ષો માટે ફિલ્મો થી ગાયબ થઇ ગઈ અને પછી જોવા મળી વર્ષ 2012 માં ફિલ્મ ‘ઈંગ્લીશ વીંગ્લીશ’ માં. આ ફિલ્મથી એ મોટા પડદે પાછી આવી હતી. આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ. શ્રીદેવી ભલે હવે આ દુનિયામાં નથી રહી પણ એમના ચાહકો આજે પણ એમને ખુબ જ પ્રેમ કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

જાણો છો અમિતાભને ફિલ્મોમાં સાઈન કરવા કેટલા અઘરા છે? છેલ્લે સુધી

મધુબાલા 14 વર્ષની ઉંમરમાં બની ગઈ હતી હિરોઈન, હૃદયમાં કાણાંએ લઇ લીધો જીવ