‘મશીન’ ને માણસ બનવીએ છીએ અને ‘માણસ’ મશીન બની ગયો છે.

Please log in or register to like posts.
News

સાઉદી અરેબિયા એ રોબોટ સોફિયા ને સૌપ્રથમ વાર પોતાના દેશ માં નાગરિકતા આપી.આના પહેલા ક્યાંય પણ કોઈ રોબોટ ને નાગરિકતા અપાઈ નથી. એટલે કે આ નાગરિકતા ને માણસ અને મશીન ને એક સાથે જોડવા માં આવનારી ‘કડી’ માનવા માં આવે છે.

આપ મને ટ્વિટ્ટર/ ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 ફોલ્લૉ કરી શકો છો અને મને આપ ના પ્રતિભાવ મોકલી શકો છો.

સોફિયા ના માં મૂળ તો હાઈ લેવલ નું પ્રોગ્રામિંગ કરેલ છે. તેથી તમે જે કઈ બોલો તેને તે ઇનપુટ તરીકે લે અને સાથે જ તેમાં થી પ્રોગ્રામ પ્રમાણે જે બોલવા નું હોય તે બોલે. રોબોટ છે એટલે એ બોલવા માં થાકતી નથી. એટલે જ ઇન્ટરવ્યૂ લેવા વાળા ને જલસો પડી ગયો છે. 2-3 દહાડે એકાદ ઇન્ટરવ્યૂ આવી જ જાય. અને આપણી trp વધારવા મથતી મીડિયા અને છાપાં એ ઇન્ટરવ્યૂ ને બતાવે કે પછી એના વિષે લખે.

સોફિયા સિવાય ની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ માં રોબોટ ને 2020 માં વડાપ્રધાન ની ચૂંટણી લડાવવા માટે વાત ચાલી રહી છે. (કોઈ એમ ના કહેતા કે આપણે તો 2004 માં જ) એક સર્વે તો એમ કહે છે કે 2030 સુધી માં 80 કરોડ લોકો પોતાની નોકરી રોબોટિક્સ ના વધતા પ્રભાવ ને કારણે ખોઈ બેસસે. ભવિષ્ય માં વાસણ માંજવા હોય, કપડાં ધોવા હોય કે પછી પોતું કરવું હોય દરેક માટે રોબોટ જ વસાવી દેવા નો વારો આવશે. ટૂંક માં વાત કરીએ તો એક મશીન ને ‘માણસ’ બનાવી દેવા ની આપણી તૈયારી પૂરતી છે.

આજ ની વાત કરીએ તો આપણે ‘માણસ’ કેટલા છીએ? જાણે કોઈએ આપણું પ્રોગ્રામિંગ કર્યું હોય એમ જ સવારે તરત જ ઉઠવા નું, નાહવા-ધોવા નું, નાસ્તો કરી ને ઓફિસ ઉપડવા નું. અને પછી વાહન રોજ ઉતાવળ માં ચલાવવા નું અને ઓફિસ માં આખો દહાડો કામ કરવાનું. રાતે આવી ને ઠૂસ થઇ ને સુઈ જવાનું. જો તમે આ કેટેગરી માં ના આવતા હોય તો ઘણું સારું છે પણ ઘણા લોકો આ કેટેગરી માં આવે છે. ખરેખર આપણે ક્યાંક વિચારવા ની જરૂર છે કે આપણે મશીન તો નથી થઇ ગયા ને? આપણે માણસ છીએ અને એ આપણું સદ્ભાગ્ય છે. છેલ્લે ક્યારે કુટુંબ સાથે વાત કરી? ક્યારે ભાઈબંધો ની સાથે મળી ને ગપ્પા માર્યા? ક્યારે આપણે સહપરિવાર એક જ સમયે જમ્યા?

ભાગમભાગ ની જિંદગી માં માણસ ની માનવતા જ જાણે મરી પરવારી હોય એમ લાગે છે. કોઈક પ્રજ્ઞાચક્ષુ ભાઈ ને રસ્તો પાર કરવો હોય તો પણ લોકો વાહન જાણે ઉતાવળ માં ચલાવી દે છે. ટ્રાફિક જામ માં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હોય તો પણ તેને સાઈડ નહિ આપવા ની. ઉપર થી એની આગળ વાહન ચલાવાનું જેથી કરીને આપણ ને સાઈડ મળી જાય. ટ્રાફિક સિગ્નલ પર વાહન 2 સેકન્ડ પણ બંધ પડી ગયું હોય તો પાછળ થી હોર્ન વગાડી ને મગજ ની નસો ખેંચી કાઢે છે. બસ, ત્યારે આપણે પણ હવે ‘મશીન’ તરફ બનવા ની જ તૈયારી માં છીએ.

 

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.