પોતાના મા-બાપ નું સન્માન કરવાની ૩૫ રીતો

Please log in or register to like posts.
News

પોતાના મા-બાપ નું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો..??

૧. તેઓની હાજરી માં તમારા સેલફોન ને સંપૂર્ણ અળગો રાખો.

૨. તેઓ શું કહે છે એના પર ધ્યાન આપો.

૩. તેમની માન્યતા સ્વીકારો.

૪. તેઓની વાતચીત માં તમો પણ સામેલ થાવ.

૫. તેઓને સમ્માન ની નજરે જુઓ.

૬. તેઓના કાયમ વખાણ કરો.

૭. સારા સમાચાર તેઓને જરૂર આપો.

૮. તેઓને ખરાબ સમાચાર આપવાનું બની શકે તો ટાળો.

૯. તેઓના મિત્રો અને સંબંધીઓ સાથે આદરતા થી વર્તો.

૧૦. તેઓ દ્વારા થયેલ સારા કામ ને કાયમ યાદ રાખો.

૧૧. તેઓ કદાચ એક ની એક જ વાત વારંવાર કહે તો પણ એને એવી રીતે સાંભળો કે જાણે પહેલીવાર વાત કરે છે.

૧૨. ભૂતકાળ ની દુ:ખ ઉપજાવે એવી યાદો કે પ્રસંગો ને ફરી ફરીને ના જણાવો.

૧૩. તેઓની હાજરીમાં એકબીજા ના કાનમાં જઇ વાત કરવા નું ટાળો. (કાનફુસી)

૧૪. તેઓની સાથે વિવેકપૂર્વક બેસો.

૧૫. તેઓના વિચારો ને ઉતરતા છે એમ જણાવી એને વખોળતા પણ નહીં.

૧૬. તેઓની કોઇપણ વાત ને અધવચ્ચે થી કાપવાનું ટાળો.

૧૭. તેઓની ઉંમર નો મલાજો રાખો.

૧૮. તેઓની અળખે પળખે તેમના પૌત્ર-પ્રપૌત્રો કે પૌત્રી-પ્રપ્રૌત્રી ને નિયમ બતાવવા કે મારઝૂડ કરવાનું ટાળો.

૧૯. તેઓની સલાહ અને માર્ગદર્શન ને સ્વીકારો.

૨૦. તેઓનું નેતૃત્વ સ્વીકારો.

૨૧. તેઓ સાથે ઉંચા અવાજે વાત ના કરો.

૨૨. તેઓની આગળ કે સામે થી પસાર થવાનું ટાળો.

૨૩. તેઓના જમતાં પહેલાં તમે પોતે જમવા નું ટાળો.

૨૪. તેઓને એક ધાર્યા જોયા ના કરો મતલબ કે ધૂરયા ના કરો.

૨૫. તેઓને તે ઘડીએ પણ ગૌરવશાળી છો એવું સાબિત કરાવો જે સમયે તેઓ પોતે માનતા હોય કે હું આને લાયક જ નથી.

૨૬. તેઓની સામે તમારા પગ રાખીને કે તેઓની તરફ પીઠ રાખીને બેસવાનું ટાળો.

૨૭. તેઓની ઉતરતી વાત ના કરો અને અન્યએ કરી હોય તો પણ એનું વર્ણન કરી તેઓને જણાવો નહીં.

૨૮. તેઓને પણ તમારી પ્રાર્થના માં ઉમેરો.

૨૯. તેઓની હાજરી માં કંટાળો કે થાક નું પ્રદર્શન ના કરો.

૩૦. તેઓની ભૂલો કે અજ્ઞાનતા પર હસવાનું ટાળો.

૩૧. તેઓના કહેતાં પહેલાં તેમનું કામ કરો.

૩૨. નિયમિતપણે તેઓની નજીક જવાનું રાખો.

૩૩. તેઓ સાથેના સંવાદ માં પોતાના શબ્દો નો ધ્યાનપૂર્વક ઉપયોગ કરો.

૩૪. તેઓને એજ શબ્દો દ્વારા સન્માનિત કરો જે એમને પોતાને ગમતા હોય.

૩૫. પોતાના ગમે તે કામ ના ભોગે પણ તેઓ ને પ્રાથમિકતા આપો.

મા-બાપ જ આ દુનિયા નો સૌથી મોટો ખજાનો છે.

સૌથી પહેલાં આપણા ભગવાન અને ગુરૂ મા-બાપ જ છે…

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.