ભગવાન જગન્નાથ ને આ સમયે આવી ગયો છે તાવ, આ અદભુત ઔષધિ થી થઈ રહ્યો છે એમનો ઈલાજ

Please log in or register to like posts.
News

ભગવાન ના ગુંડીચા મંદિર માં આવવા ઉપર ત્યાં ઉત્સવ નો માહોલ છે જ્યાં ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવા માં આવે છે.

પૂરી માં આ વખતે ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની તૈયારી ઓ જોરશોર થી ચાલી રહી છે આ રથયાત્રા નું આયોજન 14જુલાઈ એ થશે અને આ રથયાત્રા પૂરા 10 દિવસ સુધી ચાલશે.

આ દિવસો માં પૂરી માં ઉત્સવ નો માહોલ રહે છે આ રથયાત્રા માં ભાગ લેવા માટે યાત્રી દૂર-દૂર થી આવે છે અને ભગવાન ના રથ ને ખેંચવા માટે ઉત્સાહિત રહે છે પરંતુ શું તમને ખબર છે કે રથયાત્રા ની પહેલાં ભગવાન જગન્નાથ બીમાર થઈ જાય છે એમને તાવ આવી જાય છે જેઠ માસ ની પૂનમ થી અમાસ સુધી પોતાના પ્રભુ ને બીમાર માની ને એમની સેવા એક બાળક ના રૂપે કરવા માં આવે છે.

આ સમય માં ભગવાન ના મંદિર ના પટ બંધ રહે છે. કહેવાય છે કે આ સમયે ભગવાન જગન્નાથ પોતાના ભક્તો ના બધા કષ્ટ પોતાની ઉપર લઈ લે છે. જેઠ માસ ની ગરમી ના કારણે ભગવાન ને પૂનમ ના દિવસે પૂરી ના જગન્નાથ ને ઠંડા જળ થી સ્નાન કરાવવા માં આવે છે. ઠંડા પાણી થી સ્નાન કરાવવા ના કારણે એમને તાવ આવી જાય છે. એટલા માટે જેઠ માસ ની પૂનમ થી લઈને અમાસ સુધી ભગવાન ની સેવા એક બીમાર બાળક ના રૂપે કરવા માં આવે છે.

આ સમયે ભગવાન બીમાર છે એટલા માટે એમનો દેશી નુસ્ખા થી ઇલાજ ચાલી રહ્યો છે. એમને મોસમી ફળો અને પરવળ નો જ્યુસ પીવડાવવા માં આવે છે અને પૌરાણિક માન્યતાઓ ના પ્રમાણે પંદર દિવસ સુધી ભગવાન ને વૈદ્ય એ આરામ કરવા ની સલાહ આપી છે. એમને ના માત્ર હલકું ભોજન આપવામાં આવે છે પરંતુ દવા ના રૂપ માં જડીબુટ્ટી અને ઉકાળો બનાવી ને આપવા માં આવે છે જેને અંસારા કહેવા માં આવે છે.

યાત્રા ની પહેલાં પંદર દિવસ સુધી પટ બંધ કરી દેવા માં આવે છે. ભગવાન રથયાત્રા ની પહેલા દિવસે સ્વસ્થ થાય છે અને પોતાની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ની સાથે પોતાની માસી ના ઘર માટે નીકળી પડે છે. એ પોતાની માસી રોહીણી થી ભેટ કરવા માટે ગુંડીચા મંદિર જશે.

ભગવાન ના ગુંડીચા મંદિર માં આવવા ઉપર ત્યાં ઉત્સવ નો માહોલ છે જ્યાં ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવા માં આવે છે. ભગવાન જગન્નાથ અહીંયા સાત દિવસ સુધી રહે છે અને એના પછી પાછા પોતાના મંદિરે એટલે કે જગન્નાથ મંદિરે પાછા આવે છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.