એવું મંદિર જ્યાં નાચે છે હનુમાનજી, પાન અને મેવો ચઢાવવા વાળા દરેક ભક્ત ની થઈ જાય છે મનોકામના પૂર્ણ

Please log in or register to like posts.
News

હિન્દુ ધર્મ માં દેવી-દેવતાઓને મહત્વ નું સ્થાન આપવા માં આવ્યું છે. હિંદુ ધર્મ ની માન્યતા પ્રમાણે બધા દેવી-દેવતાઓ નું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે. બધા દેવતાઓ ને લોકો વિધિ-વિધાન થી પૂજા અર્ચના કરે છે. કોઈ દેવતા ની અલગ રીતે પૂજા કરવા માં આવે છે તો કોઈ દેવતા ની પૂજા કરવાની વિધિ અલગ હોય છે. એવી જ રીતે હનુમાનજી ની પૂજા કરવાની વિધિ પણ અલગ છે. તમને જાણીને નવાઇ લાગશે કે એક જ દેવતા ની અલગ અલગ જગ્યા એ પૂજાવિધિ અલગ અલગ હોય છે.

ભારત માં હનુમાનજી ના ઘણા પ્રસિદ્ધ મંદિર છે. બધા મંદિરો માં હનુમાનજી ની પૂજા સાચી શ્રદ્ધા થી કરવામાં આવે છે. પરંતુ કેટલાક એવા પણ છે જે ચમત્કાર માટે ઓળખવામાં આવે છે અને અહીંયા હનુમાનજી ની પૂજાવિધી અન્ય મંદિરો થી અલગ હોય છે. આજે અમે તમને એક આવા જ અનોખા અને ચમત્કારિક હનુમાન મંદિર ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જે પોતાના ચમત્કાર માટે આખા દેશ માં ચર્ચિત છે. આ મંદિર ની પોતાની જ વિશેષતા છે.

હનુમાનજી નું એક હાથ કમર ઉપર છે તો બીજો માથા ઉપર :

એમ તો તમે લગભગ બધા હનુમાન મંદિર માં હનુમાનજી ને મોટી મોટી આંખો વાળા અને સિંદૂર લગાવેલા જોયું હશે. હાથ માં ગદા લઈને શાંત મુદ્રા માં રહે છે. પરંતુ ઝાંસી માં હનુમાનજી નું એક એવું મંદિર છે જ્યાં હનુમાનજી એ પોતાના હાથ માં ગદા નહીં પરંતુ કમર ઉપર હાથ રાખીને નાચતી મુદ્રામાં છે. હા તો હનુમાનજી નૃત્ય કરે છે. અહીંયા સ્થાપિત હનુમાનજી ની મૂર્તિ ને જોઈને સાફસાફ લાગે છે કે હનુમાનજી નું એક હાથ માથા ઉપર છે અને બીજો હાથ કમર પર છે. વાતોના પ્રમાણે નાચતા હનુમાનજી ને વસ્ત્ર નથી પહેરાવવામાં આવતા,પરંતુ અહીં હનુમાનજી ને વસ્ત્ર પહેરાવવામાં આવ્યા છે.

દરબાર માં બધા ની સામે કરવા લાગ્યા હનુમાનજી નૃત્ય :

હનુમાનજી ની રક્ષા માટે મંદિર ની બહાર દ્વારપાળ પણ રાખવામાં આવે છે જે બેસીને ધ્યાન રાખે છે. આ મંદિરમાં હનુમાનજી ના નૃત્ય કરવા ની પાછળ રામાયણ ની એક વાર્તા પણ છે. જ્યારે ભગવાન શ્રી રામ રાવણ ને મારીને માતા સીતા ને પાછી અયોધ્યા લઈ આવ્યા અને ત્યાં એમનો રાજ્યાભિષેક થવા લાગ્યું તો પછી હનુમાનજીથી રહેવાયું નહિ. હનુમાનજી એ પોતાની ખુશી વ્યક્ત કરવા માટે દરબાર માં બધા ની સામે નૃત્ય કરવા લાગ્યા. આ મંદિર ને લોકો હનુમાન મંદિર ના નામ થી નહીં પરંતુ માધવ બેડીયા સરકાર ના મંદિર ના નામ થી વધારે ઓળખે છે.

હનુમાનજીની રક્ષા માટે છે બે દ્વારપાળ

આ મંદિર ના પૂજારી એ બતાવ્યું કે, આ મંદિર હજારો વર્ષ જૂનું છે. આ વાત નું કોઈ લેખિત પ્રમાણ તો નથી પરંતુ આ મંદિર અને આ જગ્યા ને આ જ નામથી ઓળખવામાં આવે છે. મંદિરના પૂજારી એ બતાવ્યું કે મંદિર ની બહાર દ્વારપાળ ને રાખવા માં આવ્યા છે કારણ કે એ નૃત્ય કરતા હનુમાનજી ની રક્ષા કરી શકે. મંદિર માં હનુમાનજી ની લગભગ પાંચ ફૂટ ની પ્રતિમા સ્થાપિત છે. મંદિર માં સ્થાપિત હનુમાનજી ને જોઈને લાગે છે કે હસતા હસતા નાચી રહ્યા છે. આ મંદિર માં હનુમાનજી ને પાન અને મેવો ચઢાવવામાં આવે છે. જે પણ ભક્ત હનુમાનજી ને પાન અને મેવો ચઢાવે છે, એમની બધી ઇચ્છાઓ પૂરી થઈ જાય છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.