in ,

જયારે કોઈ તમારા વિષે ખરાબ બોલે તો શું કરવું જોઈએ ?

કેટલાક લોકો એવા હોય છે કે જે બીજાની વાતો સાંભળીને વધારે વિચારો કરતા હોય છે તો એ પ્રકારના માણસો ક્યારેય ખુશ નથી રહી શકતા. કેટલાક લોકોના મોઢે આપણે હંમેશા એવું સાંભળતા હોઈએ  છે કે મારા વિશે તો બધા ખરાબ જ વિચારતા હોય છે. કોઈને મારામાં તો કંઈ સારુ જ નથી દેખાતું અને કેટલાક એવું કહેતા હોય છે કે મારા તો કોઈ વખાણ જ નથી ઝરતું અને કોઈ સારું બોલતું જ નથી , ભલે હું ગમે તેટલું સારું કોઈના માટે કરું તો પણ મારી કોઈ પ્રશંસા જ કરતુ નથી. આજકાલ લોકો પોતાની બુદ્ધિક્ષમતાથી ઓછુ અને બીજાની વાતોથી વધારે વિચારો કરતા હોય છે.

બીજા શું બોલે છે મારા વિશે ? જો હું આવું કરીશ તો મારા વિષે બીજા શું વિચારશે? જે લોકો એવો વિચાર કરતા હોય છે તો એ વ્યક્તિ ક્યારેય એના જીવનમાં આગળ નથી વધી શકતા કારણકે એક વાત જરુરથી યાદ રાખવી કે એવું ના શક્ય બને કે બધા જ તમારા વખાણ જ કરે. દુનિયામાં ઘણા પ્રકારના માણસો હોય છે કે જેમાંથી કેટલાક તમારી પ્રશંસા કરશે અને કેટલાક તમારી ઈર્ષા પણ કરે એવું પણ બને. તમે ભલે ને ગમે તેટલું સારું કરો છતાં પણ તમારા જીવનમાં તમને કેટલાક માણસો તો એવા મળતા જ હોય છે કે જે તમારા કામથી ઈર્ષા કરતા હોય. આવું ફક્ત તમારી જોડેજ નહિ પણ મોટા અને મહાન પુરુષો સાથે પણ એવું થતું જ હોય છે,એવું બધાની સાથે થતું જ હોય છે કારણકે દુનિયામાં દરેક વ્યક્તિના વિચારો જુદા જુદા હોય છે.

એક ખેડૂત કે જે ખેતી કરીને સાંજના સમયે પોતાના ઘરે પાછો જઈ રહ્યો હતો તો રસ્તામાં તે જોવે છે કે કેટલાક માણસો એના વિષે ચર્ચા કરી રહ્યા હતા. તેની વાત કરી રહ્યા હતા અને અંધારું થઇ ગયું હતું અને તેને વિચાર આવે છે કે હું ઝાડની પાછળ સંતાઈ જાઉં અને સાંભળુ કે આ લોકો મારા વિષે શું વાતો કરી રહ્યા છે ? એવું પણ બને કે તેઓ મારી પ્રશંસા પણ કરતા હોય. તે જ્યારે ઝાડની પાછળથી સાંભળે છે તો એ બધા જ તેની ઈર્ષા કરી રહ્યા હતા. એક માણસ કહે છે કે આ ખેડૂતો ઘણા જ ઘમંડી હોય છે જયારે બીજો માણસ કહે છે કે આ કઈ એટલો હોશિયાર પણ છે નહિ અને એમ તે બધા માણસો ખેડૂતનું નામ લઇને એના વિષે ખરાબ વાતો કરી રહ્યા હતા.

આ બધું સાંભળી તે ખેડૂતને ઘણું જ દુઃખ થાય છે તે કહે છે કે તે તો ક્યારેય કોઈનુ ખરાબ નથી વિચારતો. કોઈ દિવસ કોઈને કાંઈ કહેતો પણ નથી અને ક્યારેય કોઈની સાથે ઝઘડો પણ કર્યો નથી અને હું મારાથી થાય એટલી બધાને મદદ કરું છું છતાં કેમ મારા વિષે આ લોકો આવું બોલે છે. એ બધું સાંભળીને એને ઘણું જ દુઃખ થાય છે કે પછી તો જયારે પણ ક્યાંય કોઈ પણ ચાર માણસોને વાતો કરતા જોઈ જાય કે એને તો એવું જ ફીલ થાય કે એ બધા એના વિષે જ ખરાબ વાતો કરતા હશે.તેને ખૂબ જ ઉદાસ થઇ જાય છે.

એક દિવસ તે ખેડૂત પોતાના મિત્રને કહે છે કે મારા વિષે આખું ગામ ખરાબ વાતો કરે છે , મને કઈ ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ ? મને એવું થાય છે કે હું આત્મહત્યા કરી લઉ ? તો એનો મિત્ર કહે છે કે અહીં ગામની બહાર એક મહાત્મા રહે છે તો તું એની પાસે જઈને બધું એને જણાવ અને હા એ બાબા ઘણા જ ચમત્કારી છે તો તે ખેડૂત કહે છે કે હા અને તેનો મિત્ર ખેડૂત જોડે મહાત્મા પાસે જાય છે. જયારે તે ખેડૂત મહાત્મા જોડે જાય છે તો રાતનો સમય થઈ ગયો હતો તો મહાત્મા કહે છે કે અત્યારે રાતનો સમય થઇ ગયો છે. અત્યારે તું આરામ કરી લે અને આ સમસ્યાનું સમાધાન હું આવતી કાલે જણાવીશ. ખેડૂત મહાત્માની ઝૂંપડીમાં જાય છે અને સુઈ જાય છે પરંતુ તેને એની બાજુમાં આવેલા રહેલા એક તળાવમાંથી દેડકાનો અવાજ આવવા લાગે છે અને એ અવાજ બહુ જોરથી આવતો હતો માટે તેને ઊંઘ આવતી ન હતી.

તે ખેડૂત મહાત્મા પાસે જાય છે અને કહે છે કે તમે કઈ રીતે સુવો છો અહીંયા તો કેટલો અવાજ થાય છે ,એવું લાગે છે કે જાણે હજારો દેડકાઓ એકસાથે અવાજ કરી રહ્યા છે. મહાત્મા જવાબ આપે છે કે હું શું કરું આમાં ? કેમ કે નદીમાં તો દેડકાઓ અવાજ કરે જ એમાં મારાથી કઈ થાય નહિ. તે ખેડૂતે જણાવે છે કે તમે ચિંતા કરશો નહિ હું આવતીકાલે ગામમાંથી કેટલાક માણસોને અહીંયા લઈ આવીશ અને નદીમાં જેટલા દેડકાઓ છે એ બધાને બહાર નીકાળી દઈશ.

ખેડૂત બીજા દિવસે ગામમાં જાય છે અને ગામમાંથી પોતાની જોડે કેટલાક માણસોને લઈ આવે છે જેવા નદીમાંથી દેડકાઓ બહાર નીકળે છે તો કુલ 20 થી 25 દેડકાઓ બહાર નીકળે છે અને તે જોઈને તેને વિચાર આવે છે અને મહાત્માને કહે છે કે અહીંયા તો ફક્ત 20 થી 25 દેડકાઓ જ છે પણ તેઓ રાતના તો એટલો અવાજ કરે છે કે જાણે હજારો દેડકાઓ અવાજ કરતા હોય.માટે મહાત્માજી કહે છે કે તારા પ્રશ્નનો જવાબ પણ આ જ વાતમાં  છુપાયો છે. તે ખેડૂત કહે છે કે મને કાંઈ ખબર ના પડી.

મહાત્માજી જવાબ આપે છે કે કેટલાક માણસો જ્યારે આપણા વિષે ખરાબ વાતો કરે, ઈર્ષા કરે તો આપણે એના વિશે બહુ વધુ વિચાર કરતા હોઈએ છે કે આપણને એવું જ લાગે કે આપણા માટે બધા ખરાબ જ વાતો કરી રહ્યાં છે. તો જો આપણે જીવનમાં ખુશ રહેવું હોય તો આપણે આ થોડાક માણસોની વાતોને ધ્યાનમાં ના લેવી જોઈએ અને આપણે એવા માણસોને ભૂલી જવા જોઈએ કારણકે કેટલાક માણસોની પ્રકૃતિ જ એવી હોય છે કે જે તમારા વિષે ખરાબ જ બોલશે પછી ભલે તમે ગમે તેટલું સારું કેમ ના કરો.

જે માણસ આ સત્યનો બને એટલો ઝડપથી સ્વીકાર કરે છે તો એ પોતાના જીવનમાં ઘણા જ આગળ વધે છે અને જો કોઈ માણસ એ વિચારીને બેસી જાય છે કે દુનિયા શું કહે છે ? સમાજ શું કહે છે ? આ સૌથી મોટો રોગ છે કે લોકો શું કહેશે ? અને જે પણ વ્યક્તિ આના વિષે સતત વિચારો કર્યા રાખે છે એ જીવનમાં આગળ નથી વધી શકતા અને આવા માણસો લગભગ બધાના જીવનમાં હોય જ છે તો એમની વાતોને ક્યારયે ધ્યાનમાં ના લેવી જોઈએ.

આપણે હંમેશા એવા જ લોકોનું સાંભળવું જોઈએ કે જે માણસો આપણને હિંમત આપતા હોય અને આપણો વિશ્વાસ વધારતા હોય કારણકે જે વાતો અને જે વિચારોને આપણી અંદર સ્થાન આપીયે એવું જ આપણે પણ વિચારીએ છે. જો આપણે આપણા દિલ અને દિમાગમાં પોઝિટિવ વાતોને સ્થાન આપીયે તો આપણે પણ પોઝિટિવ બનીએ છે અને જો તમે બીજાની નેગેટીવ વાતોને સ્થાન આપશો તો ક્યારેય પણ આગળ વધી નહિ શકાય.

ટિપ્પણી

જાણો ડાકોરના મંદિરની મૂર્તિ પાછળ છુપાયેલા એક રહસ્ય વિષે !!!

નચિકેતાની ઈચ્છાને પુરી કરવા માટે યમરાજે જણાવ્યા હતા મૃત્યુ પછીના કેટલાક રહસ્યો !!!!