in

કપ્તાન વિરાટ કોહલીએ ફક્ત 83 મેચો રમી સૌરવ ગાંગુલીનો 142 મેચમાં બનાવેલો રેકોર્ડ તોડી નાખ્યો

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની પહેલી વન-ડેમાં ઇન્ડિયન સુકાની વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. તેણે સુકાની તરીકે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન નોંધાવનાર ભારતીય સુકાનીઓની લિસ્ટમાં સૌરવ ગાંગુલીને હવે પાછળ રાખી દીધો છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2020/02/SAURAV-GANGULY-DHONI-SANDESH.jpg?w=662&ssl=1

ગાંગુલીએ પહેલી મેચમાં 51 રનની ઇનિંગ્સ રમી હતી. ઇન્ડિયન સુકાનીઓમાં હવે મોહમ્મદ અઝહરુદ્દીન તથા મહેન્દ્રસિંહ ધોની જ કોહલીની આગળ છે. કોહલીના નામે હવે સુકાની તરીકે 83 વન-ડેમાં 5,123 રન છે. ગાંગુલીએ 142 ઇનિંગ્સમાં 5,082 રન બનાવ્યા હતા. ધોની સાથે આગળ છે જેણે 172 વન-ડે ઇનિંગ્સમાં 6,641 રન બનાવ્યા હતા.

• પોન્ટિંગ સૌથી આગળ

વન-ડેમાં સુકાની તરીકે સૌથી વધુ પ્રમાણમાં રન નોંધાવનાર ઓવરઓલ ક્રિકેટરો માં ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ સૌથી આગળ છે.પોન્ટિંગે 8,497 રન બનાવ્યા છે અને દ્વિતીય ક્રમે ન્યૂઝીલેન્ડના સ્ટિફન ફ્લેમિંગ છે જેણે સુકાની તરીકે 6,295 રન બનાવ્યા હતા અને ધોની આ યાદીમાં ત્રીજા ક્રમે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

અમદાવાદમાં કાર્તિકે આપી દીધી સારાને અચાનક જ સરપ્રાઈઝ, નાચતા નાચતા ખોળામાં ઉપાડી લીધી

જો તમારા હાથમાં પણ દેખાય છે આવી કઈક રેખા તો અવશ્ય વાંચી લેજો, કેવી હોય છે લોકોની જિંદગી