જ્યાં IPL માં રમી ને ખેલાડીઓ થઈ રહ્યા છે માલામાલ, ત્યાં જ વર્લ્ડ કપ નો આ વિજેતા ભેંસ ચરાવવા માટે છે મજબૂર

Please log in or register to like posts.
News

જેવુ કે આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષ ના આઇપીએલ મેચ ની જેમ આ વર્ષ નું આઇપીએલ મેચ પણ યાદગાર સાબિત થયું. મેચ ના ફાઇનલ માં બંને ટીમો એ જીવ લગાડી દીધો પરંતુ જીતવું તો એક જ ટીમ ને હતું. તો આ વર્ષે આઇપીએલ માં ચેન્નઈ સુપર કિંગ્સ એ જીત મેળવી ને ધમાલ મચાવી દીધી. આઇપીએલ ના આ બે મહિના માં દરેક એ વિચારી ને પાગલ થઈ રહ્યું હતું કે આ વખતે ટ્રોફી કઈ ટીમ ની હશે પરંતુ હવે જ્યારે આઇપીએલ પૂરું થઈ ચૂકયું છે તો બધા ની ચિંતા પણ પૂરી થઈ ગઈ છે. ચેન્નઈ ની જીત નો શ્રેય બધા મહેન્દ્ર સિંહ ધોની ને આપી રહ્યા છે.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ વખતે આઇપીએલ માં વિજેતા ટીમ ને 20 કરોડ ની રકમ ઈનામ ના રૂપ માં આપવા માં આવી છે. જોવામાં આવે તો રકમ સામાન્ય નથી. આટલું જ નહીં પરંતુ આ રકમ નો અળધો ભાગ ખેલાડીઓ ની વચ્ચે પણ વેહેચવા માં આવશે,જેના થી જોઈ જ શકાય છે કે વિજેતા ટીમ ના ખિલાડી પણ માલામાલ થશે. જ્યાં એક બાજુ આઇપીએલ ના અંતિમ મેચ પછી વિજેતા ટીમ માલામાલ થઈ રહી છે,ત્યાં આજે અમે તમને ક્રિકેટ ના એક એવા સિતારા થી રૂબરૂ કરાવવા જઇ રહ્યા છીએ,જે આ દિવસો માં દયાજનક જીવન જીવવા માટે મજબૂર થઈ ગયા છે.

કોણ છે આ પ્લેયર ?

વાસ્તવ માં આજે અમે જે ભારતીય પ્લેયર ની વાત કરી રહ્યા છીએ એ કોઈ બીજું નહીં પરંતુ વર્ષ 1998 વિશ્વકપ વિજેતા રહી ચૂક્યા છે. વિચારવા જેવી વાત છે કે વિશ્વકપ ના સ્ટાર ખિલાડી રહેલા ભાલાજી ડામોર ના વિશે ઘણા ઓછા લોકો જ જાણે છે. વર્ષ 1998 માં આયોજિત થયેલા દ્રષ્ટિહીન (બ્લાઇન્ડ) વિશ્વકપ માં ભાલાજી ડામોરે શાનદાર પ્રદર્શન કરી ને ભારતીય ક્રિકેટ ટીમ ને સેમી ફાઇનલ સુધી પોહચાડ્યુ હતું. એ સમયે લોકો ભાલાજી ડામોર ને એક સુપર હીરો ની જેમ જ માનતા હતા.

જે ખિલાડીઓ ને જીતાડવા બદલ સરકાર તરફ થી સન્માનિત કરવા માં આવે છે,ત્યાં જ વાત જો ભાલાજી ની કરીએ તો આમની સ્થિતિ ઘણી દયનીય છે. ભાલાજી એ સતત પોતાના શાનદાર પ્રદર્શન થી ભારતીય ક્રિકેટ ટીમ ને વિજય અપાવી હતી. પરંતુ આ બધા પછી પણ એમનું જીવન બાકી ના પ્લેયર ની જેમ નથી અને એમને ક્રિકેટ બોર્ડ દ્વારા નકારી કાઢવા માં આવ્યું છે. તમારી જાણકારી માટે અમે તમને બતાવી દઈએ કે ભાલજી એક ગરીબ ખેડૂત કુટુંબ થી સંબંધ રાખે છે. આટલું સારું રમ્યા પછી પણ આજે આમની કોઈ ઓળખાણ નથી અને એ ભેંસ ને ચરાવી ને પોતાનું જીવન વ્યતીત કરવા માટે મજબૂર છે.

કોઈ પણ સારા ખિલાડી માટે ભેંસ ચરાવી ને પરિવાર નું પેટ પાળવું કોઈ દુર્ભાગ્ય થી ઓછું નથી. ભાલાજી ના પરિવાર ને વિશ્વાસ હતો કે સરકાર એમની મદદ કરશે અને એમને કોઈ ને કોઈ નોકરી આપશે પરંતુ આ બધા પછી પણ એમનો સપોર્ટ ક્વોટા એટ્લે કે એમનો વિકલાંગ ક્વોટા પણ એમના કામ ના આવી શક્યું. કેટલાક વર્ષો પેહલા ગુજરાત સરકાર એ ભાલાજી ના સન્માન માં સારા શબ્દો કીધા હતા પરંતુ હજુ સુધી એમની મદદ કરવા કોઈ નથી પોહચ્યું.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
1
0
Already reacted for this post.