in , , ,

જીવન ના 10 પાઠો- જે જરૂર જાણવા જોઈએ. ભાગ-2

 

 

ભગવાને આપણને બધા ને સારી એવી જિંદગી આપીં છે. ગયા લેખ માં આપણે આવી જ 5 વાતો જોઈ. અને આજે આ લેખ માં આવી જ બીજી 5 વાતો જોવાના છીએ.

 

મને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલ્લૉ કરી શકાય છે. અને તમે મને લેખ કેવો લાગ્યો એના વિશે સૂચન આપી શકો છો.

 

6. વર્તમાન માં જીવો:-

હમેશા તમારે વર્તમાન માં જીવવા નું છે. ભૂતકાળ અને ભવિષ્ય ના વિષે વધુ પડતું વિચારવા નું બંધ કરો. હું એમ નથી કહેતો કે ભવિષ્ય ના વિશે વિચારવું એ ખોટું છે. પણ એમ કહું છું કે, કોઈ પણ વધારે વસ્તુ હંમેશા સ્વાદ બગાડી દેતી હોય છે. તેથી જ તમારે વર્તમાન માં જીવવા નું છે. અને ભવિષ્ય વિશે વધુ વિચારવા નું નથી. સોશ્યિલ મીડિયા પર ફોટા મુક્યા કરતા પોતાના મિત્રો અને સંબંધી જોડે ખરેખર વાતચીત કરો.

 

7. માફ કરો અને જવા દો :- 

કયારેક કોઈક ની વાતો ને આપણે એટલું બધું દિલ પર લઇ લેતા હોઈએ છે કે પછી આપણને એના થી દુઃખી થવું પડે છે. તેથી હમેશા ભૂલો ને માફ કરો અને એને છોડી દો. ભૂતકાળ માં દરેકે ભૂલ કરી જ હોય છે, પણ એ ભૂલ માં થી શીખવા નું હોય છે.

8. કેદી જેવી માનસિકતા છોડો:-

દુનિયા માં દરેક ને પ્રેમ મળે અને ખુશી મળે એવું ગમતું જ હોય છે, એમાં કશું જ ખોટું નથી. પરંતુ તમે કોઈક ને સારું લાગે તે માટે તમારી જિંદગી ને દાવ પર મુક્ત હોય તો તે ખોટું છે. તમારા થી બધા ખુશ રહી શકવા ના નથી, તમારા કદમ બધા ને ગમવા ના પણ નથી, તેથી તેને બદલે નારાજ થવાનું છોડી દો અને પોતાની જિંદગી ના નિર્ણય જાતે જ લો.

 

9. દયા:-

દયા એવી ભાષા છે કે જેને બહેરા પણ સાંભળી શકે અને આંધળા પણ જોઈ શકે છે. તમારો દયાળુ સ્વભાવ જ તમને એક ખુશદિલ માણસ બનાવી શકશે. ખુશી હમાઈશ પૈસા થી નથી આવતી, પરંતુ કોઈ ની મદદ કરવા થી, કોઈને સહાય કરવા થી અને લોકો ને ખુશ કરવા થી આવે છે.

10. પરોક્ષ આવક ઉભી કરો:-

તમારે તમારી નિવૃત્તિ માટે કે પછી આડા અવળા ખર્ચ માટે એક પરોક્ષ આવક અવશ્ય ઉભી કરવી પડશે. જેમ કે તમે ક્યાંક ઈન્વેસ્ટ કરી શકો અથવા તો પછી ક્યાંય ઇન્સ્યોરન્સ કરાવી શકો વગેરે વગેરે…

 

 

તો આ હતી એ 10 વાતો… તમને કેવી લાગી તે મને મેસેજ કરી ને જરૂર જણાવજો…

ટિપ્પણી

ભગવાન કૃષ્ણ ની પત્ની નું એક માત્ર મંદિર

” ફોરમ ” પ્રેમ ની પ્રતિક્ષા…. એક અનોખી નવલકથા