in , , ,

જીવન ના 10 પાઠો- જે જરૂર જાણવા જોઈએ. ભાગ-1

ભગવાને આપણને બધા ને સારી એવી જિંદગી આપીં છે. જો હું કોઈને પૂછું કે તમારા માટે જિંદગી એટલે શું? તો શક્ય છે કે દરેક નો જવાબ અલગ અલગ જ હશે. દરેક ને પોતાની જિંદગી માં થી અલગ અલગ વસ્તુ શીખવા મળી શકે. પરંતુ આજે હું તમને આવી જ 10 વસ્તુ કહી રહ્યો છું.

મને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલ્લૉ કરી શકાય છે. અને તમે મને લેખ કેવો લાગ્યો એના વિશે સૂચન આપી શકો છો.

1. ક્યારેય પડતું ના મુકો:-

કહેવાનું તાત્પર્ય એમ છે કે ક્યારેય પોતાનું કામ છે એને પડતું ના મુકો. એને ક્યારેય ધિક્કારો નહિ. તમારા કામ ને હંમેશામાટે પ્રેમ કરો તો તમેં તમારે જિંદગી ને સારી રીતે માણી શકશો. તો આજ થી તમામ ચિંતા છોડી ને પોતાનું કામ ઓફિસ, અભ્યાસ કે નોકરી અથવા તો ઘરકામ પણ સંપૂર્ણ રીતે સમર્પિત થઇ ને કરો તો તમને જીવન જીવવા નો આનંદ મળી શકશે.

 

2. પોતાને પ્રેમ કરો:-

જો તમે પોતા ને જ પ્રેમ નહિ કરતા હોવ, પોતા ને જ સ્વીકારી નહીં શકતા હોવ તો તમે કઈ રીતે પોતાની આજુબાજુ ના લોકો ને પ્રેમ આપી શકશો? તેથી જ તમારે તમારી જાત ને પ્રેમ કરતા શીખવું પડશે. તમે પોતા ને જ નહિ સ્વીકારો તો તમારી નબળાઈ અને તાકત વિષે કઈ રીતે ખબર પડશે? અનેતમે પોતાને કઈ રીતે સુધારી શકવાના? તમે વિશિષ્ટ છો અને તમે કઈ પણ કરી શકવા ના… અને આ જ વાત તમને સફળતા તરફ લઇ જશે.

 

3. બદલાવ થી ગભરાવ નહિ-

બદલાવ એ એક અચલ છે, તે થવા નો જ છે. તેથી તમારે તમારી જાત ને બદલવા માટે પ્રયત્નશીલ રહો. ટેક્નોલોજી ની ભાષા માં કહીએ તો, અપડેટેડ રહો. અને આ જ બદલાવ એક એવી વસ્તુ છે કે જે તમને વિકસિત કરવા માં મદદરૂપ થશે. જરા તમે વિચાર તો કરો કે તમે જન્મ્યા પછી કેટલી વખત બદલાયા છો? પણ આ બદલાવ ની વાત તમારા ઉપર નિર્ભર છે કે તમે કેવો બદલાવ ઈચ્છો છો? સારો કે ખરાબ બદલાવ. તમે જીવન માં એકાગ્ર અને કુશળ રહેવા ઈચ્છો છો? કે પછી વ્યસની અને આળસુ રહેવા માંગો છો? તે તમારા પર આધાર રાખે છે. તમારે તમારી આદતો અને મિત્રો તે પ્રમાણે બદલવા જ પડશે…

4. સમય ની કિંમત કરો:-

 

સમય ઉડી જાય છે, અને ક્યારેય પાછો આવતો નથી. તેથી જ આપણે આપણા સમય ની કદર કરવી પડશે. જે રીતે આપણને સમય મળે છે, તે પ્રમાણે આપણે તેને ગોઠવવો પડશે. માત્ર આપણે આપણા સમય પૂરતું જ નહીં પરંતુ બીજા ના સમય પૂરતું પણ સાવધાન રહેવું પડશે. જો કોઈ તમારી 10 મિનિટ બગાડે છે, તો 8 મિનિટ માટે તમારો વાંક છે. જો તમારે કોઈ અગત્ય નું કામ બાકી હોય, અને તમારો મિત્ર તમને મૂવી પર જવા નું કહે કે તો તેમાં તમારો જ વાંક છે. તમારે આવા કિસ્સા માં નમ્ર થઇ ને જવાબ આપવો પડશે.

હું તમને મિત્રો કે પ્લાન ને ઓછા કરવા નું નથી કહેતો પરંતુ તમને મહત્વ ની અને અતિ મહત્વ ની વસ્તુ માં થી એક ને પસંદ કરવી પડશે.

 

5. ક્યારેય બીજા ની સાથે સરખામણી ના કરો:-

કોઈની સાથે સરખામણી એ તમારું સૌથી મોટું અપમાન છે, સરખામણી હમેશા માટે તમને અસુરક્ષિત અને ઈર્ષ્યાળુ બનાવે છે. તમારે પોતાને ગઈકાલ સાથે આજ ની સરખામણી કરવાની છે. તમારે હમેશા તમારી પર જ ફોક્સ રાખવાનું છે.

સફળતા ક્યારેય સરખામણી થી નથી આવતી, પરંતુ ઇચ્છાશક્તિ,એકાગ્રતા અને કુશળ મહેનત થી જ આવે છે.

 

તો આ લેખ કેવો લાગ્યો? તે વિશે મેસેજ કરીને અચૂક જણાવો. કોઈક સારું સૂચન પણ આપી શકો છો. બાકી ની અધૂરી માહિતી તમને આવતીકાલ ના લેખ માં મળી જશે.

ટિપ્પણી

સ્કૂલમાં અભ્યાસ છોડીને પોતાના શૌખને બનાવ્યું કેરિયર, માત્ર 21ની ઉમરમાં જ ગીનીસ અને લિમ્કા વર્લ્ડમાં મેળવ્યું અનોખુ સ્થાન…

જાણો કેમ આવે છે લોકો નસકોરા અને કેવી રીતે પોતાને બચાવી શકો છો આં નાસ્કોરાની શર્મીદગીને.