in ,

જનરલ નાથુ સિંહ રાઠોડ : જેમના કારણે સ્વતંત્ર ભારત ના આર્મી ચીફ અંગ્રેજ નહીં, પરંતુ એક ભારતીય બન્યા હતા

ભારતીય સેના માં એમ તો એક થી ચઢિયાતા એક હોનહાર ઓફિસર હતા, પરંતુ આજે અમે તમને નિર્ભય નાયક ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેમના કારણે સ્વતંત્ર ભારત ના આર્મી ઇન ચીફ અંગ્રેજ નહીં, પરંતુ એક ભારતીય બન્યા હતા. 15 જાન્યુઆરી 1949 ફિલ્ડ માર્શલ કે. એમ. કરિયપ્પા સ્વતંત્ર ભારત ના પહેલા ‘કમાન્ડર ઇન ચીફ’ બન્યા હતા.

લેફ્ટિનેન્ટ જનરલ નાથુ સિંહ રાઠોડ આજ ના સમય માં કદાચ કોઈ ને આ નામ ખબર નહીં હોય, પરંતુ બ્રિટિશ કાળ માં નાથુસિંહ રાઠોડ નું નામ જ પુરતું હતું. પંડિત જવાહરલાલ નહેરુ ઇચ્છતા હતા કે નાથુસિંહ રાઠોડ સ્વતંત્ર ભારત ના પહેલા ‘કમાન્ડર ઇન ચીફ‘ બને, પરંતુ નાથુ સિંહ એ પોતાની જગ્યા એ પોતાના સિનિયર કે. એમ. કરિયપ્પા ના નામ નું સજેશન આપી ને નહેરુ ને આશ્ચર્યચકિત કરી દીધું હતું.

કોણ હતા નાથુ સિંહ રાઠોડ?

નાથુ સિંહ રાઠોડ નો જન્મ રાજસ્થાન ના ડુંગરપુર માં થયો હતો. એ બ્રિટન ની ‘રોયલ મિલેટ્રી એકેડમી સેન્ડહાર્શટ’ થી પાસ આઉટ થવા વાળા બીજા ભારતીય જનરલ હતા. જનરલ રાઠોડ વર્ષ 1922 માં ભારતીય સેના માં સામેલ થઈ ગયા. વર્ષ 1943 મા એ પોતાની કાબેલિયત ના દમ પર પ્રમોશન પછી લેફ્ટિનેન્ટ કર્નલ બની ગયા.

એ સમય નાથુ સિંહ રાઠોડ એ જનરલ ટાઈગર કાર્ટિસ ની સામે પોતાની યોગ્યતા સાબિત કરવા માટે એક એવી દલીલ રજૂ કરી જેનાથી જનરલ કાર્ટિસ ન માત્ર પ્રભાવિત થયા પરંતુ પોતાના થી જુનિયર કર્નલ રાઠોડ ને સેલ્યુટ કર્યું. નાથુસિંહ રાઠોડ માટે આ ગર્વ ની વાત હતી કારણ કે જનરલ કાર્ટીસ મુશ્કેલી થી કોઈના થી પ્રભાવિત થતા હતા. આના પછી જનરલ ટાઈગર કાર્ટીસ એ ના માત્ર એમને પરંતુ એમની બટાલિયન ને યુદ્ધ માટે યોગ્ય ઘોષિત કરી દીધો.

“દેશ ની આઝાદી પછી પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ અને નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ ની એક વિશેષ બેઠક ના સમયે કીધું હતું કે આપણી સેના ના અધ્યક્ષ પદ માટે આપણી પાસે વધારે વિકલ્પ નથી. આમાં ભારતીય સેના ના અધ્યક્ષ કોઈ બ્રિટિસર્સ ને બનાવવું જોઈએ એ અનુભવ ની દ્રષ્ટિ એ યોગ્ય હશે. એ સમયે બધા લોકો એ એમનું સમર્થન કર્યું, પરંતુ આ બેઠક માં એક એવા માણસ પણ હતા જેમણે આ વાત નું ખંડન કર્યું. લેફ્ટનન્ટ જનરલ નાથુ સિંહ રાઠોડ.”

એ સમયે લેફ્ટિનેન્ટ જનરલ નાથુસિંહ રાઠોડ પંડિત નેહરુ ની વાત પર નિર્ભયતા ની સાથે આપત્તિ બતાવતા કીધું કે –

“સર, મારી પાસે કહેવા માટે કંઈક છે, આપણે હમણાં જ આઝાદ થયા છીએ, આપણી પાસે દેશ ને ચલાવવા નું અનુભવ નથી તો શું કોઈ બ્રિટિશ ને પ્રધાનમંત્રી બનાવી દઈએ? પંડિત નેહરુ આ સાંભળી ને હેરાન રહી ગયા. આના ઉપર નહેરુ એ કીધું કે તમે કમાન્ડર ઇન ચીફ બની જાઓ. એના ઉપર નાથુ સિંહ રાઠોડ એ એક હજુ ગરિમામય રજૂ કરતાં કીધું સર આપણી પાસે એક નહીં પરંતુ અનેક પ્રતિભાશાળી ઓફિસર છે અને સાથે જ એમણે પોતાના સિનિયર જનરલ કે. એમ. કરિયપ્પા નું નામ સામે મૂકી દીધું.”

પંડિત જવાહરલાલ નહેરુ, ફિલ્ડ માર્શલ કે. એમ. કરિયપ્પા, લેફ્ટિનેન્ટ જનરલ નાથુસિંહ રાઠોડ.

“ભૂતપૂર્વ ભારતીય સેના અધ્યક્ષ જનરલ વી કે સિંહ એ પોતાની પુસ્તક ‘લીડરશીપ ઇન્ડિયન આર્મી’ માં લખ્યું કે લેફ્ટનન્ટ જનરલ નાથુસિંહ રાઠોડ ને ભારતીય સેના ના એમના સાથી ‘ફૌજી ગાંધી’ કહેતા હતા.”

છેલ્લે 15 મે, 1974 એ ભારત ના આ વીર સપૂત આ દુનિયા છોડી ને ચાલ્યા ગયા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

રાજકુંદ્રાને થપ્પડ મારી હિરોઈન શિલ્પા શેટ્ટીએ કહ્યું – ઓકાતમાં રહેજે મારો હસબન્ડ છે

પહેલી પત્ની ના મૃત્યુ પછી બીજી પત્ની ઘરે લઈ આવ્યા હતા આ 5 અભિનેતા, નંબર 3 ત્રીજી પણ લઈ આવ્યા હતા