લક્ષ્મી આવડત ને વરે છે

Please log in or register to like posts.
News

અમદાવાદ માં કર્ણાવતી ક્લબ સામે ખેતલા આપા ની ચાય વાળો અર્ધો કલાક માં ૧૫ રૂપિયા ની એક એવી ૨૦૦ ચાય વેચે છે!!અર્ધી રાત્રે ત્યાં ૧૦૦ જણા ચાય પિતા હોય !!! આ જોઈ લાગે કે જો મોદીજી ની લારી આવી ચાલતી હોત તો પ્રધાનમન્ત્રી જ ન બનત!!
નોકરિયાતો ને તો ફ્રસ્ટેશન આવી જાય એની કમાણી જોઈ ને!!

બોડકદેવ રોડ પર સોમેશ્વર ગોળા વાળો છે ત્યાં મિનિમમ ૬૦ રૂપિયા ને ૩૦૦ સુધી નો ગોળો મળે છે.
રાત્રે ગાડીઓ ની લાઈન લાગે છે સાચે એ લોકો ના પૈસા નું પાણી કરે છે ને પોતે પાણી માંથી પૈસા બનાવે છે!!

આતો માત્ર ઉદાહરણ છે આવા દરેક એરિયા માં હશે ને દરેક નાના મોટા શહેર માં હશે ..હવે તમે તમારા સંતાન ને બોથરા આકાશ માં લાખો રૂપિયા આપી ૧૨ ધોરણ પછી ડોક્ટર એંજીનીઅર બનાવશો ને નોકરી નહીં મળે પ્રેકટીશ નહીં ચાલે ત્યારે આજ સમાજ એમ કેશે કે આના કરતા તો ઓલો વડાપાંવ વાળો વધુ કમાય છે!!

ભણતર ના ભાર થી કે નિષ્ફ્ળતા ના ડર થી આપઘાત કરતા યુવા ધન ને આવા ઉદાહરણો બતાવી ભણતર કરતા સાહસ ધન્ધો ક્વોલિટી પૈસા કમાવી આપે છે એ સમજાવવું રહ્યું!!

અમારે ત્યાં ગણેશ ભાજીપાંવ વાળો રોજ હજારો પાડે છે પણ બોલવા માં વાતચીત માં આપણા ઉદ્ધત નેતાઓ વિચારકો કે ડોકટરો કરતા બહુ જ વિનમ્ર..

હવે નવેસર થી વિચારવા નો સમય છે!!
૬૦ વર્ષ ટીંગાઈ ને નોકરીઓ કરવી ..કે ભજીયા, ગોળા ,ચાય ની દુકાન કરી ૬૦ વર્ષ નું ૧૬ વર્ષ માં કમાઈ લેવું!!

ભલે બધા નથી કમાતા પણ સવાલ આવડત નો છે .સંતાન ને કેમ પૈસા કમાવવા એ જાતે નક્કી કરવા દો .લારી હોય કે ઓફિસ..

લક્ષ્મી આવડત ને વરે છે .

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.