in

સાચે જ ! લંકાદહન હનુમાનજી નહિ પણ પાર્વતી માતાને લીધે થયું હતું

જો આપણને કોઈ એવું પૂછે કે લંકા દહન કોણે કર્યું હતું તો તમે ચોક્કસપણે હનુમાનજીનું જ નામ આપશો, પરંતુ જો એમ કહીયે કે લંકાદહન હનુમાનજીને લીધે નહિ પણ માં પાર્વતીને લીધે થયું હતું. આપણા ધર્મગ્રંથોમાં એકજ પ્રસંગને લઈને ઘણી અલગ અલગ કથાઓ જોવા મળે છે, અને એવી જ એક કથા મળી છે લંકા દહનને લઈને.

આ કથા પ્રમાણે, જ્યારે ત્રેતાયુગમાં શ્રી હરિ વિષ્ણુએ શ્રીરામનો અવતાર ધારણ કર્યો, તો એમની મદદ કરવા મહાદેવે પણ હનુમાનજીના રૂપે પૃથ્વી પર અવતાર ધારણ કરવાનો નિર્ણય કર્યો. એ સમયે માં પાર્વતી શિવજી વગર કેવી રીતે રહેશે એ વિચાર કરીને ઉદાસ થઈ ગયા, એમણે પણ શિવજી સંગ પૃથ્વી પર જન્મ ધારણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ મહાદેવે એમને એવું સમજાવ્યું કે, ”હે ઉમા હું મા અંજનીના બાળબ્રહ્મચારી પુત્રના રૂપે જન્મ લેવાનો છું, અને આથી તે રૂપમાં આપણું મિલન નઈ થઈ શકે.

Advertisements

તો માં પાર્વતીએ મહાદેવને એમ કહ્યું કે, ‘હે નાથ હું આપની પૂંછના રૂપે આપની સાથે રહિશ. આ રીતે મારુતિમાં શિવ અને શક્તિ બન્નેયનો અંશ હશે, જેના થકી તે પરમ શક્તિશાળી કહેવાશે. પાર્વતીજીની આ વાતને ભગવાન શિવશંકરે માન્ય પણ રાખી.

આપણા શાસ્ત્રોમાં પણ એક વાતનો ઉલ્લેખ જોવા મળેલો છે, કે હનુમાનજીની પૂંછને મા જગદંબાના આશિષ મળેલા હતાં અને એને કોઈ પણ અસ્ત્રથી નુકસાન ના થતું ,એટલે જ પૂંછની મદદથી જ હનુમાનજીએ લંકાદહન જેવા અવિસ્મરણીય કાર્યને પણ પૂર્ણ કર્યું હતું.

ટિપ્પણી
Advertisements

સૂર્ય નો વિશાખા નક્ષત્ર માં પ્રવેશ, કઈ રાશિઓ નું ખુલશે ભાગ્ય, જાણો

શું તમે ફ્રીઝમાં રાખેલા લોટમાંથી બનાવેલી રોટલી ખાઓ છો ? તો થઇ જજો સાવધાન