in

કોણી અને ઘુટણ ના કાળાપણાં થી છો હેરાન, તો છુટકારો પામવા માટે તરત જ અપનાવો આ ટિપ્સ

કોણી અને ઘુટણ ના કાળાપણા ના કારણે ઘણીવાર આપણને શરમ અનુભવાય છે. આવામાં જો છોકરીઓ ની વાત કરીએ તો તેમણે આ બધી વસ્તુઓ માં સમાધાન કરવું બિલકુલ જ ગમતું નથી. આ જ કારણ છે કે જરાક કાળાપણું પણ ગમતું નથી, આવામાં તે ઘણી પ્રકાર ના પ્રોડક્ટ્સ પણ વાપરે છે. પરંતુ તેમને પ્રોડક્ટ થી પણ મનગમતી સુંદરતા નથી મળતી, જેના કારણે નિરાશ થઈ જાય છે. પરંતુ જો તમે પણ કાળાપણા થી હેરાન છો, તો અમે તમારા માટે લઈ આવ્યા છે ખૂબ જ સરસ ઉપાય,જેને અપનાવ્યા પછી તમારા ઘૂંટણ અને કોણી ની સમસ્યા દૂર થઈ જશે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?
karşıyaka escort
ઉનાળામાં છોકરીઓ ઘણીવાર શોર્ટ ડ્રેસ અને સ્લીવલેસ કપડા પહેરવાના પસંદ કરે, પરંતુ ઘુટણ અને કોણી ના કાળIપણા થી તેઓ સંપૂર્ણપણે શરમ અનુભવે છે. આટલું જ નહીં,તેઓ શરમ ના કારણે શોર્ટ ડ્રેસ પેહેરવાના છોડી દે છે,પરંતુ હવે તમને તમારી શોર્ટ ડ્રેસ છોડવા ની જરૂર નથી,કેમકે અમે તમને એના થી છૂટકારો મેળવવા માટે એકદમ સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી મુશ્કેલી મિનિટો માં સંપૂર્ણપણે ગાયબ થઇ જશે.

મોઇશ્ચરાઇઝર કરવું

ચામડી ને મોઈશ્ચરાઈઝર ની ઘણી જરૂર હોય છે. આવા માં તમારે રોજ મોઇશ્ચરાઇઝર કરવું જોઈએ, તો તમને આ પ્રકાર ની સમસ્યા થાય જ નહીં. પરંતુ હવે જો આ સમસ્યા થઇ જ ગઈ છે તો તેના માટે તમને તેલ નો ઉપયોગ કરવો જોઈએ. તેલ આપણી ચામડી માં સારી રીતે ભળી જાય છે. અને તે ચામડી ફાટવા ની સમસ્યા ની સાથે સાથે કાળIપણા ની સમસ્યા પણ દૂર કરી દે છે. આના માટે તમને ઓલિવ ઓઈલ,વેસલીન નો ઉપયોગ કરવો જોઈએ, જેથી તમને પરફેક્ટ રીઝલ્ટ મળી શકે.

હેલ્ધી ડાયેટ

ચામડી માટે હેલ્ધી ડાયેટ સૌથી વધારે જરૂરી છે, આવા માં તમને સૌથી પહેલા તમારા ડાયેટ પર ધ્યાન આપવુ જોઈએ, કેમકે ચામડી ને જો પોષણ નહીં મળે તો તેમાં કાળુંપણ જમા થાય છે. એના સિવાય ફાટવા ની સમસ્યા પણ થાય છે. એટલે જ તમને તમારા ડાયટ માં લીલી શાકભાજી નો સમાવેશ કરવો જોઈએ, કેમકે લીલી શાકભાજીએI તમારા બ્લડ ને સાફ રાખવા માં મદદ કરે છે,આવામાં તમને તમારા ડાયેટ માં ટામેટા અને કારેલા નો પણ સમાવેશ કરવો જોઈએ.

લીંબુનો પ્રયોગ

લીંબુની વિશેષતા ના વિશે તો કહેવાની જરૂર જ નથી, કેમકે તમે બધા જાણો છો કે લીંબુ માં હાજર ગુણો હઠીલા થી હઠીલા ડાઘા દૂર કરવામાં મદદ કરે છે. આવામાં જો તમને પણ તમારા કોણી અને ઘૂંટણ ના કાળાપણ ને દૂર કરવું છે,તો એના માટે તમે લીંબુ ને કોણી અને ઘુટણ ઉપર ઘસો અને ત્રણ-ચાર મિનિટ પછી થોડાક ગરમ પાણી થી ધોઈ લો. તમને તરત જ ફરક દેખાવા લાગશે,કેમકે લીંબુ માં હાજર ગુણો ગંદગી ને સાફ કરવા માટે વખણાય છે.

બેકિંગ સોડા અને દૂધ

કોણી અને ઘૂંટણ ના કાળાપણ ને દૂર કરવા માટે તમે બેકિંગ સોડા અને દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. એના માટે 1 ટીસ્પૂન બેકિંગ સોડા અને દૂધ ને મિશ્ર કરી કોણી અને ઘૂંટણ પર લગાવો,પછી એને થોડી વાર માટે એમ જ રહેવા દો. તે પછી તમે એને ધોઈ નાખો. આવું તમે ત્રણ થી ચાર વાર કરશો, તો તમારી આ સમસ્યા તરત જ દૂર થઈ જશે.

એક્સ્ફોલીએશનકરવું

ફાટેલી,ડેડ ચામડી માટે એક્સ્ફોલીએશનઘણું જરૂરી છે. જો તમારી પણ ચામડી આવી થઈ ગઈ છે,તો તેના માટે તમે 1 ચમચી બ્રાઉન સુગર અને ઓલિવ ઓઈલ ને મિશ્ર કરી ચામડી પર લગાવો, એના પછી કોણી અને ઘુટણ ને ઘસી ને સાફ કરો અને પછી ધોઈ લો. તમારે અઠવાડિયામાં આવું બે કે ત્રણ જ વાર કરવા નું છે, તેનાથી વધારે નહીં.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

ભારતના આ ઐતિહાસિક કિલ્લામાં સંભાળી ને મૂકવા માં આવ્યું છે પારસ પથ્થર, જિન કરે છે પથ્થર ની દેખભાળ

કામ ના પ્રેશર થી હેરાન હતો સિપાઈ, રજાઓ માટે લખ્યું એવું કારણ કે જોઈને ઓફિસર પણ શરમાઈ ગયો