in ,

તમે ઇન્ડિયા ગેટ તો ઘણીવાર જોયો હશે, અને તેની સામેની એક છત્રી પણ તમે ની રહસ્ય કદાચ નહિ જાણતા હોવ

તમે ટીવીમાં અવારનવાર આ સીન જોયો જ હશે ……….

જે કોઈ પણ દિલ્હી ફરવા જતું હોય છે એ એક જગ્યાએ તો જરૂરથી જાય છે જ અને તે જગ્યા એટલે ઇન્ડિયા ગેટ. આ જગ્યા માત્ર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે જ ફેમસ છે એવું નથી પણ દિલ્હીના રહેવાસીઓ માટે પણ ઇન્ડિયા ગેટ ફરવાની પહેલી ચોઈસ ગણાય છે. અને ઇન્ડિયા ગેટ પર ખાસ તહેવારો પર જેમ કે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને દર શનિ-રવિના એકદમ ઉત્સવ અને મેળા જેવો જ અનુભવ તમે કરી શકો છો. પણ શું તમને એક વાતની ખબર છે કે આ દેશની શાન સમાન સાક્ષી ઇન્ડિયા ગેટનું ઉદ્ઘાટન ક્યારે થયું હતુ અને આ ગેટ કોણે અને ક્યાં સમય દરમિયાન બનાવ્યો હતો અને આ ગેટ બનાવવા માટેનું કોઈ ખાસ કારણ ? માત્ર ઇન્ડિયા ગેટ જ નહિ પણ એની સામે એક ખાલી છત્રી દેખાય છે તમે જોઈ તો હશે પણ એ છત્રીની પાછળ એક રહસ્ય છુપાયું છે શું તમે એ જાણો છો ?

Advertisements

ઇન્ડિયા ગેટનો ઇતિહાસ

પહેલા ઇન્ડિયા ગેટને ઓલ ઇન્ડિયા વોર મેમોરિયલ ના નામે ઓળખવામાં આવતો હતો. વર્ષ 1914થી માંડીને 1918 સુધી જે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું હતું ત્યારે મોટી સંખ્યામાં બ્રિટિશ સામ્રાજ્ય તરફથી ભારતીય સૈનિકો એંગ્લો-અફઘાન યુદ્ધમાં લડ્યા હતા અને એ યુદ્ધમાં કુરબાની પણ આપી હતી. આ યુદ્ધમાં આશરે 82000 જેટલા ભારતીય સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું હતું.અને આ બધા સૈનિકોને શ્રદ્ધાંજલી આપવા અને તેમણે આપેલી કુરબાનીને યાદ રાખવા માટે આ સ્મારક બંધાવવામાં આવ્યું હતું. ઇન્ડિયા ગેટની પાસે જ દિલ્હી ઘણી જ જાણિતી જગ્યામાંથી એક જગ્યા છે કનોટ પ્લેસ. આ જગ્યાનું નામ બ્રિટનના એક શાહી પરિવારમાં એક સભ્ય હતા ડ્યુક ઓફ કનોટ એના નામ પરથી રખાયું હતું. આ ઇન્ડિયા ગેટનું ખાતમુહૂર્ત પણ આ ડ્યુક ઓફ કનોટે જ 10 ફેબ્રુઆરી 1921ના રોજ ઇકર્યું હતું. આ સ્મારકને બનતા 10 વર્ષનો સમય લાગ્યો હતો0. અને પછી આ ગેટનું ઉદ્ઘાટન 12 ફેબ્રુઆરી 1931ના દિવસે ત્યારના ભારતના વાયસરોય લોર્ડ ઇરવિન દ્વારા થયું હતું. દર વર્ષે ગણતંત્ર દિવસે પરેડ નીકળે એટલે એ રાષ્ટ્રપતિ ભવનથી શરુ થાય છે અને તે ઇન્ડિયા ગેટ થઈને જ પસાર થાય છે.

ડિઝાઇન

Advertisements

આ બિલ્ડિંગની જે ડિઝાઇન છે તે 20મી સદીના મહાન વાસ્તુકાર સર એડવિન લુટિયંસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અને એમણે ઘણી બિલ્ડીંગો , યુદ્ધ સ્મારક અને હવેલીની ડિઝાઇનો તૈયાર કરેલી છે. આજે પણ એમના નામે દિલ્હીમાં એક વિસ્તાર આવેલો છે અને એ વિસ્તારને લુટિયંસ દિલ્હીના નામે ઓળખવામાં આવે છે. તેઓએ લંડનમાં એક સેનોટેફ અને બીજા આખા યુરોપમાં 66 યુદ્ધ સ્મારક ડિઝાઇન કરેલા છે. જો ઇન્ડિયા ગેટની ઉંચાઈ ની વાત કરીયે તો તેની ઊંચાઈ 42 મીટર અને પહોળાઈ 9.1 મીટર છે. આ ગેટને બનાવવા માટે લાલ અને પીળા સેંડસ્ટોન અને ગ્રેનાઇટનો ઉપયોગ કરેલો છે. અને એ ભારતના જ ભરતપુરથી મંગાવાયા હતા. ઇન્ડિયાગેટની જે દિવારો છે તેની ઉપર બધા જ શહીદોના નામ લખવામાં આવેલા છે.

ખાલી છત્રી

જો તમે જોયું હોય તો ઇન્ડિયા ગેટ સ્મારકથી આશરે 150 મીટર દૂર પૂર્વમાં એક છત્રી આકાર જોવા મળે છે. અને તેનું નિર્માણ વર્ષ 1936માં જોર્જ પાંચમાના સમ્માનમાં કરાયું હતું. જોર્જ પાંચમા તે સમયના ભારતના સમ્રાટ હતા. પહેલા આ છત્રીની નીચે જોર્જ પાંચમાની પ્રતિમા રાખવામાં આવતી હતી. પણ પછી તેમાં વિવાદ થયો હતો અને પછી તેમની પ્રતિમાને હટાવી દેવાઈ અને કોરોનેશન પાર્કમાં લગાવી દેવાઈ છે. એ જ સમયથી આ છત્રી આપણું ભારત અંગ્રેજો પાસેથી સ્વતંત્ર બન્યું એના પ્રતીક સમાન છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

જો તમે જાણીતા એક્ટર ચંકી પાંડેની દીકરીને જોશો તો બોલશો વાહ, દેખાય છે એકદમ હોટ ….

શું તમે નખ કટ કરીને ગમે ત્યાં ફેંકી દો છો? તો વાંચો આ લેખ !!!