in

નાઈટ ક્રીમ માટે કરો એલોવેરા જેલનો ઉપયોગ, જાણો બનાવવાની રીત

ચમકતી ત્વચાની ઈચ્છા તો બધાને હોય છે. એના માટે મહિલાઓ એ બધી જ બ્યુટી પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટની મદદ પણ લે છે. એનાથી એ સમયે તો તમારી ત્વચા ચમકવા લાગે છે, પણ ધીમે ધીમે તમારી ત્વચા ખરાબ થવા લાગે છે. આજ સુધી તમે એલોવેરા ક્રીમ, ફેશવોશ અને જેલ ઘણા વાપર્યા હશે પણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે રાત્રે નાઈટ ક્રીમ તરીકે એલોવેરાનો ઉપયોગ તમારી ત્વચાને લગતી બધી સમસ્યાઓને દૂર કરી દેશે.

Advertisements

ફેસ પેકથી માંડીને સ્ક્રબ સુધી એલોવેરા જેલનો ઉપયોગ તમારી ત્વચાને સુંદર અને ચમકદાર બનાવે છે. ત્વચાને ઠંડક આપવા માટે અને એની કોમળતાને વધારવા એલોવેરા જો તમારી નાઈટ ક્રીમની ભૂમિકામાં આવી જાય તો સારું રહેશે. એલોવેરાને જેટલું વધારે બની શકે એટલું વધારે પ્રકારે બ્યુટી રૂટિનમાં શામિલ કરો. એ તમારી ત્વચાને બેદાગ, મુલાયમ બનાવવા સિવાય અને ઘણા જાદુઈ પરિણામ આપશે. નાઈટ ક્રીમનો ઉપયોગ કરવાથી આપણી ત્વચાને જરૂરી પોષણ મળે છે અને આપણી ત્વચા પર ઉંમરના સંકેત પણ ઓછા દેખાય છે. માટે એલોવેરાથી નાઈટ ક્રીમ તૈયાર કરવા માટે નીચે જણાવેલી રીત ફોલો કરો.

સામાન્ય અને ઓઈલી ત્વચા માટે :

એલોવેરા જેલમાં કેટલાક ટીપા લીંબુના ઉમેરો. આ મિશ્રણને સુતા પહેલા પોતાના ચહેરા અને ગરદન પર લગાવો. સવારે ઉઠતા જ ત્વચાને ધોઈ લો અને મેળવો દમકતી ત્વચા. તમે ઈચ્છો તો એના લગાવ્યાના અડધા પછી પછી ચહેરો ધોઈને નાઈટ ક્રીમ પણ લગાવી શકો છો.

Advertisements

સૂકી ત્વચા માટે :

જો તમારી ત્વચા ખુબ જ સૂકી છે , તો તમે એલોવેરા જેલમાં એસેન્શીયલ ઓઈલના કેટલાક ટીપા અથવા કોલ્ડ પ્રેસ્ડ વર્જિન કોકોનટ ઓઇલ મિક્સ કરીને લગાવો. આ મિશ્રણ તમારી ત્વચા માટે પરફેક્ટ છે અને સંપૂર્ણ નેચરલ નાઈટ ક્રીમ બની શકે છે

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

ઘણા સમયથી એક્સ બોયફ્રેન્ડના જવાબનો રાહ જોઈ રહી હતી આ સ્ટારકિડ, હાલમાં જ કર્યું ડેબ્યુ

પરણેલી દીપિકાએ વાંઢા સલમાન ખાનને પૂછ્યું, ક્યારે બાળકો પેદા કરવા ? સામેથી મળ્યો અનોખો જવાબ